Trending News
સ્થાનિક સમાચાર

દિલ્હી DRI ની ડિઝલચોર ટોળકી અમિત પર લાલઆંખ : પીપાવાવ કડીમાં મુંદરામાં વધુ કન્ટેઈનરોને રૂકજાઓનો આદેશ

17 October

અમિત તારો તો તપેલો હવે ચડે જ છુટકો : ઉલ્ટા દિવસો ગણવાનું કર શરૂ..!



એમએચઓની આડમાં ડિઝલ દાણચોરી કરનાર અમિત-ભ્રષ્ટ પીઆઈની ગેંગ આવી બરાબરની સાણસામાં : પીપાવાવમાં ૭૦૦૦ ટનથી વધુના માલના સેમ્પલમાં પ્રતિબંધિત કાર્ગો જ હોવાનુ ખુલ્યા બાદ દિલ્હી ડીઆરઆઈએ અમિત ટોળકીના વધુ કન્ટેઈનરો મુંદરામાં અટકાવી દીધા, સેમ્પલીંગ સહીતની કામગીરી તેજ

ડીએસઓ-પોલીસ તંત્ર સંયુકત રીતે કેમ નથી ત્રાટકતું? : જો આ માલ ઉતરી ગયો હોત, કન્ટેઈનરો ઠલવાઈ ગયા હોત તો કચ્છમાં કાર્યરત મંડળી(કન્ઝયુમરવાળા) પમ્પોમાં જ ગયો હોત ને..? મંડળીવાળાઓમાં અમુકના પમ્પોમાં તો રોજની સાંજે થોકબંધ ગાડીઓ આવા સસ્તા દાણચોરીયુકત ડીઝલ મેળવવા લાગે છે લાઈનોમાં : મંડળીવાળાને પણ થઈ જાય છે બખ્ખા : બે-પાંચ ગાડીઓમાં નાયરા-રીલાયન્સના બીલો બને છે, બાકી વગર બીલે દાણચોરીયુકત આ ડિઝલનો જ થાય છે વેપલો? : ડીએસઓ મંડળીવાળાઓના પમ્પોમાથી સરપ્રાઇઝ તવાઈ બોલાવી સેમ્પલો લેવડાવવાની ક્રોસ ઝુંબેશ હાથ ધરે.!


ગાંધીધામ : રાતોરાત અરબોપતિ બની જવા માટે માઈક્રો હાઈડ્રા કાર્બનના નામે પ્યોર ડિઝલ દાણચોરીયુકત રીતે મંગાવી લેવાના ધંધામાં બહુચર્ચિતબનેલી અમિત આણી ટોળકી પર હવે એજન્સીની બરાબરની ગાજ ગરજવા પામી ગઈ હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. આ બાબતે સહેજ વિગતે જો વાત કરીએ તો એમએચઓની આડમાં ડિજલ દાણચોરી કરનાર અમિત-ભ્રષ્ટ પીઆઈની ગેંગ હવે બરાબરની સાણસામં આવવા પામી રહી છે. પીપાવાવમાં ૭૦૦૦ ટનથી વધુના માલના સેમ્પલમાં પ્રતિબંધિત કાર્ગો જ હોવાનુ ખુલ્યા બાદ દિલ્હી ડીઆરઆઈએ અમિત ટોળકીના વધુ કન્ટેઈનરો મુંદરામાં અટકાવી દીધા હોવાની વાત સામે આવી રહી છે. પીપાવાવમાં અમિત ગેંગ દ્વારા એક મહાકાય વેશલ્સ મંગાવી અને એમએચઓની આડમાં ડીઝલ કાઢી લેવાની પેરવી કરાઈ હતી પરંતુ કેન્દ્ર કક્ષાએ જ આ બાબતે વિગતવાર માહીતીઓ પહોચતા દિલ્હી ડીઆરઆઈ જેવી એજન્સીને જ પીપાવાવમાં ત્રાટકવાની સુચના મળી અને તે અજેન્સી સરકારન અપેક્ષામાં ખરી પણ ઉતરી હોય તેમ પીપાવાવમા સેમ્પલ પણ અમિત ટોેળકીનુ ફેઈલ થવા પામી ગયુ અને તેમા ભારત માટે પ્રતિષંધિત કાર્ગો જ આવ્યો હાવાનુ ખુલતા એજન્સીએ વધુ બાજ નજર રાખતા અમિત ગેગના જ વધુ કેટલાક કન્ટેઈનરો મુંદરામાં પણ અટકાવી દેવામા આવ્યા છે. જેના સેમ્પલીંગ હાલમાં કરવામા આવી રહ્યા છે. બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, આ કન્ટેઈનરો અટકાવી દેવામા અવ્યા એટલુ સારૂ થયુ પરંતુ જો આ માલ ઉતરી ગયો હોત, કન્ટેઈનરો ઠલવાઈ ગયા હોત તો કચ્છમાં કાર્યરત મંડળી(કન્ઝયુમરવાળા)પમ્પોમાં જ ગયો હોત ને..? મંડળીવાળાઓમાં અમુકના પમ્પોમાં તો રોજની સાંજે થોકબંધ ગાડીઓ આવા સસ્તા દાણચોરીયુકત ડીઝલ મેળવવા લાગે છે લાઈનોમોં. કહેવાય છે કે,  મંડળીવાળાને પણ તેમાં બખ્ખા થઈ જાય છે. કારણ કે આ મંડળીવાળાઓ માત્ર અને માત્ર  બે-પાંચ ગાડીઓમાં નાયરા-રીલાયન્સના બીલો બને છે, બાકી વગર બીલે દાણચોરીયુકત આ ડિજલનો જ થાય છે વેપલો? હકીકતમાં કચ્છમાં કાર્યરત આવા મંડળીવાળ પમ્પધારકોના પણ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ સરપ્રાઇજ તપાસ કરવી ાજેઈએ. બીલોની ચકાસણીઓ કરવી જોઈએ. અને સાથોસાથ જ સેમ્પલો લઈ અને પૃથકરણ માટે મોકલવા જોઈએ. ડીએસઓ મંડળીવાળાઓના પમ્પોમાથી સરપ્રાઇઝ તવાઈ બોલાવી સેમ્પલો લેવડાવવાની ક્રોસ ઝુંબેશ હાથ ધરશે તો ઘણુ બહાર આવશે. સરપ્રાઇજ ત્રાટકે અને જે ગાડીઓ ઉભી છે તેને અટકાવી અને તેમાથી રેન્ડમલી સેમ્પલો લેવા જોઈએ, એટલે રીલાયસન્સ-નાયરા અને મિક્ષ ડીઝલનો ફેર આપોઆપ જ સામે આવવા પામી જશે અને ચાલી રહેલા આ મોટા કૌભાંડ પરથી પણ પડદો ઉચકાઈ શકશે તથા સરકારને પણ હાલના તબક્કે થઈ રહેલા મોટો આર્થિક ધુમ્બામાથી પણ મોટી રાહત મળી શકે તેમ છે.


.....................


ઝોનમાં ખાલીદનો છે મોટો પગપેશારો

અમિત કરતા પણ મોટો ડિઝલચોર મુંબઈનું મોટુંમાથું ખાલીદ કોણ?

કસ્ટમ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે દિલ્હી-મુંબઈમાં જ 
ઉઠતો-બેસતો ફરે છે આ ખાલીદ : ખુબ મોટી વગ ખાલીદ ધરાવતો હોવાની છે ચર્ચા : કંડલામાં કુલલ ૩ વેશલ્સ અટકાવાયા હતા, ૧ વિશાખાપટ્ટનમ સેમ્પલીંગ કરાયુ, તે બાદ બાકી રહેતા બેમાથી વધુ એક જહાજમાં પણ પ્રતિબંધિત કાર્ગો જ હોવાનુ ખુલતા ગભરાટ, આ જહાજ ખાલીદનું હોવાની છે ચકચાર


ગાંધીધામ : કંડલામાં અમિતની પાછળ પાછળ ખાલીદનું પણ વેશલ્સ અટકયાંની ચર્ચાઓ સામે આવવા પામી રહી છે.  ખાલીદે તો લેબમાં બધુ જ સેટીંગ કરી લીધુ હતુ, માલ છુટી જાય તેની તૈયારી હતી, પણ અમિતનું વેશલ્સનું સેમ્પલ વિશાખાપટ્ટનમ લેબમાં મોકલાયુ અને પ્રતિબંધીત કાર્ગો ખુલ્યુ એટલે ખાલીદના જહાજ-કન્સાઈનમેન્ટના સેમ્પલો પણ વડોદરાના બદલે વિશાખાપટ્ટનમમાં જ મોકલવામા આવ્યા અને તે પણ ફેલ થવા પામી ગયા. કહેવાય છે કે આ ખાલીદ મોટુ માથુ છે.મુંબઈનો રહેવાસી છે. દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તેની મોટી ઉઠબેસ હોવાનુ કહેવાય છે.



......................


DRI  સેમ્પલીંગ બાદ કરશે મોટા ઘટસ્ફોટ


કંડલા-મુંદરાના અનેક ઝ્રૐછનો માલ ફસાયો


અમિત-સતીશ-ઝવેરી નામના શખ્સના વધારે કન્ટેઈનરો હોવાની છે ચર્ચા : 
કરે કોઈક અને ભરે કોઈકનો થઈ રહ્યો છે તાાલ

અમિત-સતિશ સ્ર્ૐંના નામે ડિઝલદાણચોરીમાં બહુચકચારી અને 
મુખ્ય સુત્રધારો જ હોવાની છે ચકચાર : આ બન્ને નીતનવા નામે લાયસન્સો લઈ અને આદરી રહ્યા છે દાણચોરી : જાણકારોનો ઈશારો


ગાંધીધામ :  ડિઝલ દાણચોર અમિતના લીધે કચ્છના કઈક સીએચએનો માલ ફસાયો હોવાની ચર્ચા પણ સામે આવવા પામી રહી છે. દિલ્હી સહિત સ્થાનિક ડીઆરઆઈ દ્વારા દાણચોરીયુકત આયાત કરેલા ડીઝલ્ના વધુ કન્ટેઈનરો અટકાવ્યા છે. કહેવાય છે કે તેમાં અમિત, સતીષ, ઝવેરી નામનો શખ્સ સહિતનાઓન આ કન્ટેઈોનરો છે. તપાસ રડાર હેઠળ આવેલા આ કન્ટેનરોન લીધે એમએચઓનો માલ મંગાવનારાઓમાં પણ સોપો જ વ્યાપી જવા પામ્યો છે. કહેવાય છે કેે આવા ધંધા અમિત-સતીષ જેવા શખ્સો કરે છે અને ભોગવવાનો વારો અન્યોને પણ આવી રહ્યો છે. 



.................


કાસેઝના ૪ યુનિટમાં પણ ૧૦૦થી વધુ કન્ટેઈનરો
અટકાવ્યા ?ઃ ડિઝલ દાણચોરીની આશંકા? ફફડાટ.!


ગાંધીધામ : મુંદરામાં અને કંડલા બંદરે મળીને ૬૦૦ જેટલા કન્ટેઈનરો અટકાવી અને તેમં એમએચઓ ડીકલેર કરી અને ડીઝલ આયાત થયાની આશંકાના પગલે ક્રોસ વેરીફીેકશન ચાલી રહ્યુ છે. મુંદરામાં અને કંડલામાં અટકેા કન્ટેઈનરોની તપાસનો રેલો કાસેઝ સુધી પણ પહોચ્યુ હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. એજન્સીએ ચાર અલગ અલગ યુનિટમાં ૧૦૦ જેટલા આવા કન્ટેઈરોને અટકાવી દેવાયા છે અને તેના સેમ્પલીંગ કરાયા છે. રીપોર્ટ આવ્યા બાદ તે અનુસારની આગળની કાર્યાવહી હાથ ધરવામા આવશે. 

Comments

COMMENT / REPLY FROM