પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ખાતે દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષણ કિટોનું વિતરણ કરાયું
ભુજ - કચ્છઉદય : જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મિતેષ ભંડેરીના માર્ગદર્સન હેઠળ ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રોહિત ભીલના પ્રયાસોથી ભુજ તાલુકા આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવેલ પહેલના ભાગરૂપે ૨૨ સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું. આ પોષણ કીટ માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અતિ જોખમી સગર્ભા જેનું વજન ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતી બહેનોને દાતાઓના હસ્તે પોષણ કિટોનું વિતરણ કરવામાં આવ્યું. ન્યુટ્રીશન કીટમાં એક કિલો મગ, એક કિલો મગની દાળ, બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ, એક કિલો સિંગદાણા, એક કિલો ગોળ, પાંચસો ગ્રામ ખજૂર, એક કિલો તેલ, એક કિલો સુદ્ધ ઘી આપવામાં આવેલ. રાજ્ય સરકારના તંદુરસ્ત માતા તંદુરસ્ત બહારના સંકલ્પને ચરીતાર્થ કરવા દાતાઓનું સહયોગ સાંપડ્યો છે.
સૌપ્રથમ આયુષ એમો ડૉ પ્રતિમાબેન દ્વારા કાર્યક્રમની રૂપરેખા સમજાવવા આવી હતી. ત્યારબાદ આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ રોહિત ભીલએ પોષણ કીટનું મહત્વ સમજવવામા આવ્યું હતું. સ્તનપાન સહિતના વિષયે સમજૂતી આપવામાં આવી હતી. લાભ મેળવવનાર સગર્ભા માતાઓએ જણાવ્યું કે, આ પોષણ કીટ દ્વારા અમને સ્વાસ્થ્ય સબંધિત લાભ મળી રહશે તથા આ પોષણ કીટ અમને આપવા બદલ અમે આભાર વ્યક્ત કરીએ છે. આ સગર્ભા બહેનોને ન્યુટ્રીશન અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન શું કાળજી લેવી, સંસ્થાકીય પ્રસુતિ, બાળકના જન્મ બાદ તેના આરોગ્ય માટે માતા દ્વારા સ્તનપાન સહિતના વિષયે સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય પારૂલબેન કારા, માધાપર નવાવાસ સરપંચ વાલજીભાઇ આહિર, દાતા અનુપભાઈ કોટક, સહદાતા ભાવેશભાઈ, ટીએચવી ગંગાબેન, પ્રા.આ. કેન્દ્ર માધાપર મેડિકલ ઓફિસર ડૉ. શૈલી મેડમ, આયુષ એમો ડો પ્રતિમાબેન ભાનુશાલી, એચ.વી. પ્રેમિલાબેન, એફએચડબલ્યુ જીગ્નાબેન, હિનાબેન, મંદાકિનીબેન હાજર હતા. દાતા દ્વારા કુલ ૨૨ કીટોનું અનુદાન આપવામાં આવેલ તેમજ સગર્ભા માતાઓને કઠોળની ભેલનો પોષ્ટિક નાસ્તો પીએચસી તરફથી આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યકર્મને સફળ બનાવવા પ્રા.આ. કેન્દ્ર માધાપરના તમામ સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.
--------------

Comments