મનપા કમિશ્નર ગુરવાણી વેપારીઓની વહારે : વહેલી સવારે બજારમાં લટાર મારી : પાથરણાવાળાઓને આપી સુચના..!
વેપારીઓને કનડવાનું બંધ કરો, નહી તો સમુળગા સુપડા સાફ કરાવી દઈશ.!
દીવાળીના તહેવારોમાં સૌ સાથે મળીને વેપાર-ધંધા શાંતિપૂર્ણ રીતે કરો : પાથરણાવાળાને વેપારીઓને નડો નહી, ટ્રાફિક અડચણ ન બને તે રીતે સાઈડમાં બેસવા કરી તાકીદ, નહી તો બધા જ પાથરણાવાળાઓને અહીથી ઉઠાળી દેવાની મનપા કમિશ્નરશ્રીએ કરી કડક ટકોર
ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધમા શહેરના મહા નગરપાલીકાના કમિશ્નરશ્રી મનીષ ગુરવાણી દ્વારા શહેરને સુંદર-સ્વચ્છ-દબાણમુકત બનાવવાની દીશામાં આવતાની સાથે કાર્યવાહી કરી દેખાડી છે. કમિશ્નરશ્રીની લોકાભિમુખ કાર્યવાહીને ઠેર ઠેરથી આવકાર પણ મળવા પામી રહ્યો છે. હવે કમિશ્નરશ્રી વેપારીઓની વહારે આવતા પણ જોવા મળી રહ્યા છે.
આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર વેપારીઓના દબાણો દુર કરાયા બાદ પાછલા અમુક દીવસથી આ વેપારીએને માટે પડયાપર પાડા સમાન સ્થીતી બની ગઈ હતી અને અહી એકતરફ આડેધડ દબાણો તુટયા તો બીજીતરફ પાથરણાવાળાઓ દાદાગીરીપૂર્વક ગોઠવાઈ ગયા અને તેમના પાર્કીંગ સહિતની અગવડો થવા પામી ગઈ હતી. આ વાત કમિશ્નરશ્રી સમક્ષ પહોચતા તેઓએ આજ રોજ સવારે ખુદ સ્થળ પર લટાર મારી છે. બજારમાં ચકકર મારી અને ખરેખર પાથરણાવાળાઓ વેપારીઓને નડી રહ્યા હોવાનુ લાગ્યુ ત્યાં પાથરણાવાળાઓને બોલાવી સ્પષ્ટ કડક ટકોર કરી દીધી છે કે, વેપારીઓને કનડવાનુ બંધ કરો, દિવાળીના સપરમા તહેવારોમાં સૌ હળી મળીને વેપાર-રોજગાર કરો. જો વેપારીઓને કનડગત થઈ, ટ્રાફિકને નડતરરૂપ થયા તો સમુળગા સુપડા સાફ કરી નાખીશુ તેવી ટકોર પણ કમિશ્રરશ્રી દ્વારા કરવામા આવી હતી.
.............
આ શું છે, રોડ-રસ્તાના કામોમાં થીગડાં મારવાનું બંધ કરો :
શ્રી ગુરવાણીએ મોટાપેટવાળા અધિકારીનો લીધો ઉધડો..!
પાથરણાવાળાઓને સુચના આપવા કમિશ્નર બજારમાં નીકળ્યા તો બે દીવસ પહેલા બનેલા રેાડ રસ્તાઓ ઉબડખાબડ થઈ ગયેલા દેખાતા સ્થળ પર જ અધિકારીને તતડાવી નાખ્યા
કમિશ્નર સાહેબ, આ રોડના કામ કરનારા ઠેકેદાર તો એમ કહે છે કે, અમારા બનાવેલા રોડ પર મોટરકાર ન ચલાવી, કારણ કે, આ રોડ પર તો અમે સાવરડું-ઝાડું ફેરવશુ તો પણ તેના પોપડા તો નીકળી જ જવાના છે..?
કમિશ્નરશ્રી રોડ રસ્તાના અપાયેલા કામોના ઠેકાઓનો રીવ્યુ કરે, બ્લેકલીસ્ટ કરેલાઓને મોટાપેટવાળા અધિકારીએ આપી દીધા છે ફરી ફરીને કામો : હકીકતમાં રોડ રસ્તાના ટેન્ડરો ધરાવનારા ઠેકેદાર પાસે વોરન્ટી-ગેરન્ટી પીરીયડ હોય છે, તેમનાથી જ આ કામો ફરીથી સમારકામ કરાવવા જોઈએ
ગાંધીધામ : મનપા કમીશ્નરશ્રી મનીષ ગુરવાણી આજ રોજ સવારે બજારમાં લટાર મારવા નીકળ્યા હતા તે વખતે તેઓએ તાજેતરમા જ બનેલા રોડ રસ્તાઓની કપરી અને અતિ ખસ્તા હાલત જોતા નારાજગી વ્યકત ન માત્ર કરી બલ્કે મોટાપેટવાળા અધિકારીનો પણ બરાબરનો ઉધડો લઈ લીધો છે. કમિશ્નરશ્રી આ પ્રકારના લીપાપોત્તી ભર્યા કામોને જોઈને સાથે રહેલા અધિકારીને ખખડાવતા કહી દીધુ હતુ કે, આ શું ચાલી રહ્યુ છે? બે રેાજ પહેલા બનેલા રોડની આવી હાલત? રોડ રસ્તાના કામો સરખા કરાવો, આવી રીતે નહી ચાલે? બીજીતરફ જાણકારોએ આ ઘટના જોયા બાદ રમુજ કરતા કહ્યુ હતુ કે, કમિશ્નર સાહેબ આ મોટાપેટવાળા અધિકારીએ જેમને રોડ રસ્તાના કામોના ઠેકા આપ્યા છે તે પકીના અમુક તો બ્લેકલીસ્ટેડ છે. કામો કરવાના જ નથી, આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાવાળા તાલે જ બધુ અહી કામ થશે. આ ઠેકેદાર તો કહેતા ફરે છે કે, અમે બનાવેલા રોડ પર ગાડીઓ ન ચલાવવી, કારણ કે અહી તો ઝાડુ ફેરવાશે એટલે રોડના પોપડા ઉખડી જ જવાન છે.

Comments