Trending News
સ્થાનિક સમાચાર

પડાણામાં કાર ચાલકે બ્રેક મારતા પાછળથી આવતા બાઈક સવારનું મોત 

16 October



કચ્છ ઉદય - ગાંધીધામ : પડાણામાં સર્વિસ રોડ પર આદિત્ય આર્કેટની સામે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. ફરિયાદી સિનુગ્રાના રણધીરભાઈ કરમણભાઈ આહિરના જણાવ્યા પ્રમાણે આરોપી મહિન્દ્રા એસયુવી ૭૦૦ ગાડી નં.જીજે૩૯ - સીબી - ૪૪ર૮ ના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી અચાનક બ્રેક મારતા ફરિયાદીના ભાઈની બાઈક એસયુવી ગાડીમાં ભટકાતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે કાર ચાલક સામે બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે મહત્ત્વનું છે કે, જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. અવાર-નવાર બનતા અકસ્માતોથી અરેરાટી ફેલાઈ જવા પામી  છે.  
 

Comments

COMMENT / REPLY FROM