Trending News
સ્થાનિક સમાચાર

ડિઝલચોર અમિતના ભાગીદાર ભ્રષ્ટ PI ને ગાંધીનગરથી પુછાણું આવ્યું : તેલ-મીઠા-જમીન-લાકડા ના ધંધાનું છે શું આ બધુ?

16 October



ભ્રષ્ટ પીઆઈના કરોડોના બેનામી ધંધાઓના સિલસિલાવાર અહેવાલો ઉજાગર થતા ગાંધીનગર કક્ષાએ પણ ઉચ્ચ અધિકારીની આંખો ફાટી ગઈ, પીઆઈ કક્ષાએ આટઆટલી ગોઠવણો,  કરોડોના બેનામી ધંધાઓના અડ્ડાઓ ધમધમાવવા? જબરૂં કરે છે આ ભ્રષ્ટ પીઆઈ તો..! ભ્રષ્ટાચાર કરવામાં કોઈની લાજ-શરમ જ નથી રાખતો કે શું?


પ્રજાના ટેક્ષના પૈસા, સરકારી પગાર ખાઈ રહેલા અને દેશની સુરક્ષા સલામતી તથા કાયદો 
વ્યવસ્થા જાળવવાની જવાબદારીને અવગણી અને ભ્રષ્ટાચારમાં ગળાડુબ બનેલા પૂર્વ્‌ કચ્છના એક બની બેઠેલા પીઆઈથી લેખિતમાં વડી કચેરીએ માંગ્યા ખુલાસા 


આ ભ્રષ્ટ પીઆઈને કોઈક તો પુછો કે, અહીયાં કઈ નથી તો આઠ-આઠ વર્ષથી કચ્છમાં કયા લાડવા પડયા છે કે તમે તુરંત પાછા આવી જાવ છો..!


ઉચ્ચ કક્ષાએથી આવેલા પુછાણામાં આ ભ્રષ્ટ પીઆઈએ ખુલ્લીને જણાવી દીધુ કે, મારા કોઈ આવા ધંધાઓ નથી, હું પાક-સાફ અને ઈમાનદાર છું : હવે જોવાનુ રહ્યુ છે કે પુછાણા લેનારા ઉચ્ચ અધિકારી આ ભ્રષ્ટ પીઆઈના કારસ્તાનો બેનામી ધંધાના કાચા ચીઠ્ઠાઓ કાઢશે કે પછી તેણે આપેલા જવાબનો સ્વીકાર કરી અને તપાસ પર પૂર્ણવિરામ મારી દેશે..ઃ  તપાસ જ કરવી હોય તો ઝોનના સીસીટીવી ફુટેજની ચકાસણી કરાવી લ્યો, આ ભ્રષ્ટ પીઆઈ ઝોનમાં દીવસના બે-ચાર આંટા ફેરા શા માટે કરે છે, ઝોનના બોર્ડરૂપમાં એપ્રુવલ કમીટીની બેઠકમાં આ ભ્રષ્ટ પીઆઈની હાજરી કેમ બોલે છે? તેના માટાભાઈ અને ભત્રીજા સાથે આ ભ્રષ્ટ પીઆઈ બેઠેલો સીસીટીવીમાં મળી આવશે? ઝોનમાં યુનિટ ખરીદવાના નાણા આ પીઆઈ પાસે આવ્યા કયાથી?


જાણકારો કહે છે કે આ ભ્રષ્ટ બની બેઠલ પીઆઈ. કુતરાની પુંછડી વાંકીને વાંકીવાળો જ તાલ કરે છે, અગાઉ પણ આવા જ કૌભાડોના લીધે તે તપાસના દાયરામાં આવી ચુકયો છે, સજાના ભાગરૂપે જ તેને સાઈડપોસ્ટ કરાયો છે, પરંતુ ફરી ફરીને આદત અનુસાર મોટાપાયે બેનામી ધંધાઓ ધમધમાવતો ફરી રહ્યો છે..!


દાણચોરીયુકત મિક્ષઓઈલ-ડિઝલની શોર્ટેજથી ડખ્ખાઓ થયા શરૂ


દાણચોરી યુકત ડિજલ મંગાવી રાતોરાત અરબો પતિ બનવી જવાના સ્વપ્ના જોનાર અને દેખાડનાર અમિત આણી ટોળકીની તો બકરી ડબ્બામાં અને પુછડી બહાર જ છે, અમિતની પાછળ પાછળ કઈક અન્યોના કન્સાઈનમેન્ટ પણ અટકતા, માર્કેટમાં આંતરીક ડખ્ખાઓ થયા તેજ


ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ડીઝલ દાણચોરીમાં બહુ ચર્ચિત રહેલ અમિત નામના શખ્સની બકરી હાલમાં ડબ્બામાં અને પુછડી બહારનો તાલ થયેલો છે. આ અમિત સંકુલમાં ભારે ચર્ચાસ્પદ રહેતો શખ્સ છે. કસ્ટમ સહિતની એજન્સીઓએ તેની પીઠ પર કોરડાઓ ફટકારી દીધા છે તેમ છતા પણ અમિત પૂર્વ કચ્છના એક બની બેઠલા ભ્રષ્ટ પીઆઈની સાથે ડિજલ દાણચોરીને ખુબજ સિફતપૂર્વક ધમધમાવી રહ્યો હોવાની ચકચાર સામે આવી રહી છે. અમિતના સાગરીત એવા ભ્રષ્ટ પીઆઈ તો ડીઝલ ચોરી, મીઠ્ઠા, જમીનોના ગેરકાયદેસર કબ્જાઓ કરવા તથા લાકડાના ભુંસા તથા સબસીડીવાળા સરકારી યુરીયા ખાતરની કાળા બજારી સહિતના બેનામી ધંધાઓમાં અજમાઈશ કરી રહ્યો હોવાની એક પછી એક સિલસિલાવાર વિગતો સામે આવવા પામી જતા હવે આ ભ્રષ્ટ પીઆઈના વિભાગના જ ઉચ્ચ અધિકારીઓની પણ આંખો ફાટી જવા પામી હોવાની સ્થિતી સર્જાઈ છે અને પૂર્વ કચ્છના બની બેઠેલા ભ્રષ્ટ પીઆઈના કડક પુછાણાઓ લેવામા આવ્યા હોવાની વાત સામે આવવા પામી રહ્ય ાછે. પૂર્વ્‌ કચ્છનો ભ્રષ્ટ પીઆઈ અમિત જેવા દાણચોરો દ્વારા મંગાવાતા દાણચોરી યુકત ડિજલના જ્થાને કટીંગ કરાવવા સ્થાનિકે પાંચ-આઠ એવા શખ્સોની સાથે સેટીંગ કરી અને મોટી મોટી વાડીઓમાં ડિઝલ સંગ્રહ કરાવી અને તેનો ગેરકાયદેસર વેપલો કરી રહ્યો હોવાનુ સામે આવ્યુ હતુ. રપથી ૩૦ હજારલીટરનો જથ્થો આ વાડીઓમાં સંગ્રહ કરવો અને અલગ અલગ જગ્યાએ બે બે હજાર લીટરવાળી ગાડીઓ ગોઠવી દેવાના કીમીયાથી આ ભ્રષ્ટ પીઆઈ ડીઝલચોરીને ધમધમાવી રહ્યો હોવાનુ કહેવાતુ હતુ. ઉપરાંત વિવાદીત જમીનોમાં પણ આ પીઆઈ પડી, તેમાં ડખ્ખા કરાવી, સમાધાન પણ ખુદ કરાવે અને ટકાવારી કે કમિશન નહી પણ તે જમીનમાં પછી પોતાનો સીધો હિસ્સો-ભાગ જ દાદાગીરીપૂર્વક માંગી લેતો હોવાની વાતો સપાટી પર આવી રહી છે. આ જ રીતે મીઠ્ઠાના ધંધામાં પણ આ બની બેઠલા પીઆઈની સામે અંજાર પોલીસ મથકે ફરીયાદ પણ આવા જ ઘોટાળાઓને લઈને થવા પામી ચુકી છે. તો વળી સરકારી સબસીડીવાળા સસ્તા ખાતરની કાળા બજારીઓ, લાકડાનાભુંસાના ધંધાના બહાને પણ આ પીઆઈ દ્વારા કરાવમા આવતી હોવાનુ બહાર ચર્ચામા આવ્યુ છે. આ તમામ અહેવાલોની આશંકાઓ સાથે આ ભ્રષ્ટ પીઆઈના કાન આમળવાના સતત સામે આવેલા અહેવાલોની અસર સીધી ગાંધીનગર કક્ષાએથી પડી હોય તેમ આ પીઆઈને ગાંધીનગરથી પુછાણું આવ્યુ હોવાનુ મનાય છે. ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ આ ભ્રષ્ટ પીઆઈને લેખિતમાં આદેશ કરીને પુછયુ છે કે, તેલ-મીઠા-જમીન-લાકડાના ભુંસા, યુરીયા ખાતરની ચોરીઓ, આ બધું શું ચાલે છે, અથવા તો આ બધું શું ચલાવી રહ્યો છે? લેખિતમાં જવાબ આપવા તથા આવા ધંધાઓ થકી આ ભ્રષ્ટ પીઆઈના ઉચ્ચ અધિકારીઓએ કાન આમળ્યા હોવાની વાત સામે આવી રહી છે. 
આ બની બેઠલા ભ્રષ્ટ પીઆઈ દ્વારા ગત શુક્રવાર-શનિવારે તેનો પ્રત્યુતર લખીને પોતાનો લુલો બચાવ કરતી વાત રજુ કરી દીધી હોવાનુ મનાય છે. આ ભ્રષ્ટ પીઆઈએ અખબારના અહેવાલોને અવગણવાનુ ગણાવી અને પોતાના કોઈ જ ખોટા ધંધાઓ ન હોવાની વાત જવાબમાં રજુ કરી છે. જો આ અહેવાલો સચોટ ન હોતા તો પછી દિલ્હી ડીઆરઆઈએ મુંદરા-કંડલામાં આવી અને ૭૦૦ જેટલા કન્ટેઈનર સ્ટોપ કરાવી તપાસ કેમ શરૂ કરાવી છે? આ ઉપરાંત આ ભ્રપ્ટ પીઆઈના ઝોનમાં દીવસ દરમયાન કેટલા આંટાફેરા રહ્યા છે? સીસીટીવી કેમેરા ફુટેજ મંગાવો તો બધુ જ ખ્યાલ આવી જશે? ઝોનમા તે શા માટે દીવસમાં આટલા બધા આંટાફેરા કરતો ફરે છે? જો સરકાર હિતનીમાહીતીઓ મેળવતો હતો તો પછી તેના અહેવાલો આ ભ્રષ્ટ પીઆઈએ કેટલા કર્યા છે અને તે અહેવાલો પરથી સરકાર હિતની કેટલી કાર્યવાહી ઝોનમાં કરવામા આવી છે? ભ્રષ્ટ બની બેઠેલ પીઆઈએ પોતાનો લુલો બચાવ કર્યો હોય તેવુ અધિકારીઓ સ્પષ્ટ પણ સમજી શકે તેમ છે. હવે જોવાનુ એ રહયુ કે, આ ભ્રષ્ટ પીઆઈએ કરેલા પ્રત્યુતરને માન્ય રાખવામા આવે છે કે પછી અન્યોને પણ કડક શબક મળે એ માટે આ ભ્રષ્ટ બની બેઠલા પીઆઈ અને અમિતના ભાગીદાર સમાન શખ્સની સામે કડક રાહે કામ લેવામા આવે છે? તે ભણી સૌના મીટ મંડાયેલા છે.


..................


હાઈડ્રો કાર્બન ઓઈલના નામે ગાંધીધામના વેપારી સાથે પપ લાખની ઠગાઈ



કચ્છ ઉદય - ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં અવાર-નવાર ઔદ્યોગિક સોદ્દાઓમાં રૂપિયા મેળવી ઠગાઈ કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. ગાંધીધામમાં રહેતા વેપારી સુરેન્દ્રભાઈ ફુલચંદ જૈનના જણાવ્યા પ્રમાણે તેમણે મીક્સ હાઈડ્રો કાર્બન ઓઈલની બે ગાડીઓનો સોદો કર્યો હતો. આ માટે પ૪,૭૮,પ૧૪ રૂપિયા સાક્ષી રાવને ચૂકવ્યા હતા. આ પૈસા શિવાય ટ્રેડિંગના જવાબદાર વ્યક્તિને આપવામાં આવ્યા તેમ છતા બન્ને દ્વારા રૂપિયા કે માલ આપવામાં આવ્યો નહીં અને ફરિયાદીએ રૂપિયા કે માલ માંગતા આરોપી સાક્ષી વોટ્‌સએપ કોલ મારફતે હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી ઠગાઈ કરતા એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM