Trending News
સ્થાનિક સમાચાર

ગાગોદર પોલીસે અસામાજિક તત્વના દબાણ પર બુલડોઝર ફેરવી નાખ્યું

15 October



રાપર :  તાલુકાના હાઇવે પટ્ટી પરના ગાગોદર પોલીસ દ્વારા ગાગોદર પીઆઈ વી.એ.સેગલ તથા પોલીસ કર્મચારીઓ તથા મહેસુલ વિભાગ ગ્રામ પંચાયત દ્વારા ગાગોદર ગામે સરકારી જમીન પર દબાણ કરનારા અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સ નું દબાણ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું આ અંગે પીઆઈ વી.એ.સેગલ ના જણાવ્યા અનુસાર  આરોપી વાસુદેવસિંહ ઉર્ફે વાસુભા અજીતસિંહ જાડેજા રહે.ગાગોદર તા.રાપર પર જુદા જુદા પોલીસ સ્ટેશન પર ગુનાઓ નોંધાયેલા છે. આ ઈસમે ગાગોદર ગામે સરકરી પડતર જમીનમા ગેરકાયદેસર બોક્ષમા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી અસામાજીક તત્ત્વો દ્વારા ગેરકાયેસર રીતે કબજો કરેલ હતો તે બોક્ષ તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.  ૯૩૦ ચો.મીનું દબાણ દુર કરવા મા આવ્યું હતું. 
----- 

Comments

COMMENT / REPLY FROM