Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લામાં પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી

15 October



કચ્છ ઉદય - ભુજ : કચ્છ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી આઠમા “રાષ્ટ્રીય પોષણ માહ” અંતર્ગત, કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન માટેના મહત્વપૂર્ણ કાર્યક્રમ ’પોષણ સંગમ’ વિશે જનજાગૃતિ લાવવાના હેતુથી ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વોર્ડમાં રોજ ’પોષણ સંગમ જાગૃતિ દિવસ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જનજાગૃતિના હેતુસર પોષણ સંગમ વિષયક પોસ્ટર, બેનર,પોષણ સંગમ જાગૃતિ દિવસના ગીત સાથે દરેક વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ જેથી કરી લોકોને પોષણ સંગમ વિશે વધુ માહિતી મળી રહે. 
‘પોષણ સંગમ જાગૃતિ દિવસ’ કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય સ્તરે ગામ દીઠ અને શહેરી વિસ્તારમાં વોર્ડ દીઠ કુલ ૭૮૦થી વધુ જગ્યા પર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં ૧૫૭૨ આગેવાનોની તથા ૯૩૨૯ વાલીઓ, સીડીપીઓશ્રી, મુખ્યસેવિકાની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમનું આયોજન આંગણવાડી કેન્દ્ર, પંચાયત હોલ અથવા મોટી જગ્યાએ કરવામાં આવ્યું હતું. 
આઈસીડીએસ શાખા અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમ થકી કુપોષણની જંગ સામે જીત મેળવેલ બાળકોનું અને વાલીઓનું સ્થાનિક સ્વરાજ્યના જનપ્રતિનિધિ દ્વારા પોષણ સંગમના લોગોવાળા ખાદીના હાથરૂમાલ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ સુધરેલી પોષણ સ્થિતિવાળા તમામ. બાળકોને ક્રેયોન્સ કલર અને કલર બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
 આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા દ્વારા ’પોષણ સંગમ’ કાર્યક્રમ વિશે તેમજ કુપોષણના પ્રકારો તેમજ કુપોષણ નિવારવા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. પોષણ સંગમ કાર્ડ ૧, ૨, ૩ વિશે સમજ, આંગણવાડીમાં મળતી સેવાઓ, અને ટીએચઆરમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને પ્રી-સ્કૂલ - પૂર્ણા કીટના માહિતીસભર સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા. તેમજ પોષણ સંગમ કાર્યક્રમ થકી જે બાળકોની પોષણ સ્થિતિમાં સુધારો થયો છે (લાલમાંથી પીળા કે લીલા ગ્રેડમાં અથવા પીળામાંથી લીલા ગ્રેડમાં આવેલા બાળકો) તેવા બાળકોના વાલીઓના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં યોજાયેલ આ કાર્યક્રમ પોષણ જાગૃતિ વધારવા અને કુપોષણ મુક્ત કચ્છના લક્ષ્યને હાંસલ કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
-----------

Comments

COMMENT / REPLY FROM