Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપા કમીશ્નરશ્રી ગુરવાણી વેપારીઓની સમસ્યાઓને પણ સમજે :દિવાળીના તહેવારો ટાંકણે જ પાર્કીંગ સહિતની સમસ્યાઓનો નિરાકરણ કરો

15 October

આ વિસ્તાર ઔદ્યોગીક સંકુલ છે, વેપારીઓને ગુંગણામણ થાય તે બરાબર નહી?



મનપા કમિશ્નર આવા પાથરણાવાળાઓની સમસ્યાનું નિરાકરણ કરાવે, ટાગોર રોડ જેવા વીસ્તારોમાથી પણ દબાણો દુર કરાવે  : વેપારી પર પડયા પર પાટુ સમાન ઘા ન મારો તો સારૂ : વેપારીઓ સંકુલથી મોઢું ફેરવતા થશે તેની સૌથી વધુ નુકસાની આખાય સંકુલને જ થશે : કાયદેસરની કાર્યવાહી થાય તેમાં કોઈ વાંધો નથી પણ વેપારીઓનું સદંતર અહિત ન થાય તે બાબતે સાવચેતી રાખવી વધારે હિતાવહ


એકતરફ મોટાપાયે દબાણો-બિનઅધિકૃત બાંધકામો ધડાધડ તોડી પડાયા, બીજીતરફ દુકાનોની આગળના ભાગે પાથરવાણાવાળા દાદાગીરી પૂર્વક ગોઠવાઈ જાય છે, હટાવાનુ કહે છે તો ધર્ષણ થાય છે, આવા પાથરણાવાળાઓને દુર કોણ કરાવશે ? વેપારીઓ પોતાના વાહન પણ પાર્કીંગ કરી શકતા નથી? શહેરના અનેકવિધ વિસ્તારોમાં 
પાથરણાવાળાઓની થઈ છે સમસ્યા..!


મનપાને વધારે સાફ-સુથરી કામ કરતી કરવી હોય તો, ટેન્ડરોની ફાળવણી જુના અને બ્લેકલીસ્ટેડ કોન્ટ્રાકટરોને ન અપાય તેની પણ તકેદારી રાખે : ફરી ફરીને એવા જ ઠેકેદારોએ ટેન્ડરમાં ગોઠવણીઓ કરી લીધી છે, કામોમાં કંઈ ભલીવારી નહી થાય..ઃ પ્રબુદ્ધવર્ગની લાલબત્તી




ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધમા સંકુલ પાછલા અમુક સમયથી અહી ચાી રહેલા મેઘા ડીમોલીશનનની કામગીરીને લઈને ભારે ચર્ચામાં રહેલું છે. વેપારીઓના દબાણોને અહી મનપા તંત્ર અને કમિશ્નરશ્રી દ્વારા ધડાધડ બુલડોઝર ફેરવીને  તોડી પાડવામા અવ્યા છે. વેપારીઓ હજુ તો આ પ્રકારના તેમના પર પડેલા તાત્રીક ઘાથી ઉભા પણ નથી થયા ત્યા હવે બીજીતરફ દિવાળીના સપરમા તહેવારોને અનુલક્ષીને બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે ત્યારે જ  આવેપારીઓની દુકાનોની આગળ પાથરણાવાળાઓ ગોઠવાઈ ગયા છે અને પાર્કીગ સહીતના પ્રશ્નો થવા પામી રહ્યા છે. આમ વેપારીઓને તો બેવડો માર પડી રહ્ય હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. 
વેપારીઓને તો બે બાજુ મરો થવા પામી ગયો છે. વેપારીઓએ મનપા તંત્રને આ બાબતે હાલમાં મુખ્ય બજારમાં આખો પાર્કિંગ વિસ્તાર ફેરિયાઓ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આના કારણે બજારમાં આવતા ગ્રાહકોને મજબૂરીથી રસ્તા પર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે જેનાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અહીં ફેરિયાઓ ગેરકાયદેસર રીતે ફટાકડા પણ વેચી રહ્યા છે.
વેપારીઓએ મહાનગરપાલિકાને વિનંતી કરી છે કે તેઓ મુખ્ય બજારમાં પાર્કિંગ વિસ્તાર ખુલ્લો થાય તે માટે વેળાસર પગલા લેવા જોઈએ. જાણકારો પણ અહી કહી રહ્યા છે કે, મનપાના નવા કમિશ્નરશ્રી કડક અને પ્રજાભિમુખ છે, તેઓ હલમાં સરકારી હિતની કામગીરી કડકાઈથી કરી રહ્યા છે પંરતુ તેમાં હવે થોડી માનવતા દેખાય તે પણ જરૂરી બન્યુ છે. વેપારીઓ આટલો મોટો બેવડો માર સહન નહી કરી શકે. દિવાળી જેવા તહેવારોમાં વેપારીને હવે પાથરણાવાળાઓ પાર્કીગ સહિતના મામલે નડતરરૂપ બની રહ્યા છે. આ બાબતે વેળાસર જ નિકાલ થવો જોઈએ. મનપા કમિશ્નરશ્રીની સામે વેપારી વર્ગ આશભર્યા મીટ માંડીને બેઠો છે.

Comments

COMMENT / REPLY FROM