જનસેવામાં ખંત-ઉત્સાહ-પ્રમાણિકતાથી જોડાજો : સાગર બાગમાર
દિવાળી પહેલા દીવાળી સમાન પૂર્વ કચ્છના ૪૭ પોલીસ કર્મીઓને બઢતી અપાઈ : પૂર્વ કચ્છ એસપીશ્રીએ તમામને પાઠવી શુભકામના
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વિભાગમાં દિવાળી પહેલા જ આનંદનો માહોલ છવાઈ ગયો છે. જિલ્લા પોલીસ મથકે તાજેતરમાં બઢતી સંબંધિત આદેશો જાહેર થતા કુલ ૪૭ પોલીસ કર્મચારીઓને લાંબા સમય બાદ બઢતી મળતાં ખુશીના ચહેરા ખીલી ઉઠ્યા છે.
આદેશ મુજબ ૧૩ હેડ કોન્સ્ટેબલને સહાયક ઉપનિરીક્ષક (છજીૈં) તરીકે બઢતી આપવામાં આવી છે. ૩૪ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળીને તેઓ ઉચ્ચ પદે ફરજ સંભાળશે.
પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે આ બઢતી પ્રક્રિયા નિયમિત વહીવટી સમીક્ષા બાદ આપવામાં આવી છે. જે કર્મચારીઓ વર્ષો સુધી ઈમાનદારી અને કઠોર મહેનતથી ફરજ બજાવતા રહ્યા છે, તેમના કાર્યને યોગ્ય માન્યતા રૂપે આ બઢતી આપવામાં આવી છે. આ પગલાથી પોલીસ દળમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે. અનેક કર્મચારીઓએ જણાવ્યું કે દિવાળી પહેલાં આવી ખુશખબર મળવી એ તેમની માટે “દિવાળી પહેલા દિવાળી” સમાન છે. જિલ્લા પોલીસ વડાએ બઢતી મેળવનાર કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને ફરજ નિભાવતી વખતે જનસેવામાં વધુ ઉત્સાહપૂર્વક જોડાવાનું આહ્વાન કર્યું હતું.

Comments