Trending News
સ્થાનિક સમાચાર

દાદા કેબીનેટમાં કચ્છમાંથી કોણ?  રાજકીય પંડિતોએ ગણિત માંડવાનું કર્યુ શરૂ

15 October



કચ્છને દંડક પદ મળવુ લગભગ નિશ્ચિંત : જો અને તોના સમીકરણો તેજ : જ્ઞાતિ, સિનિયોરીટી, સ્વચ્છ છબી, સહિતના પરીણામોને રખાઈ રહ્યા છે ધ્યાનમાં


ગાંધીનગર :   રાજ્ય મંત્રી મંડળનું ટૂંક જ આગામી ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવનાર છે ત્યારે આ વખતે રાજ્યમંત્રી મંડળમાં કચ્છ જિલ્લાને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. 
આગામી જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થનારી છે તેમજ ૨૦૨૭ માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દિવાળીના તહેવારો પહેલા અથવા તો તે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ 
પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમંત્રી મંડળના કેટલાક મંત્રીઓને 
પડતા મૂકીને તેમના સ્થાને નવા મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. જોકે આ વખતે મંત્રીમંડળના વિસ્તરણમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ સંમિકરણોને નજરમાં રાખીને મંત્રીમંડળમાં મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. જ્ઞાતિ સમીકરણ 
ઉપરાંત કેટલાક જિલ્લાઓને પણ આ વખતે પ્રતિનિધિત્વ આપવા માટે પણ ભાજપ મોવડી મંડળે વિચારણા કરી હોવાનું જાણવા મળે છે. રાજ્યમંત્રી મંડળમાં જો કચ્છ જિલ્લાને પ્રતિનિધિત્વ આપવા માટેનો નિર્ણય લેવામાં આવશે અને તેમાં પણ જો ઓબીસી જ્ઞાતિમાંથી પ્રતિનિધિત્વ આપવાનું થાય તો અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો માત્ર કચ્છ જિલ્લાને પ્રતિનિધિત્વ આપવા અંગે વિચારણા કરવામાં આવે તો ત્રિકમભાઈ છાંગા કેસુભાઈ પટેલ આ બે નામો પર પક્ષ નિર્ણય લે તેવી શક્યતા છે.  આ ઉપરાંત જો બ્રહ્મ સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તો કચ્છ જિલ્લામાંથી અનિરુદ્ધ દવે ની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. જો અનિરૂદ્ધ દવેની પસંદગી થાય તો દંડક પદે તેમની નિમણુંક થવાના ઉજળા સંકેતો રહેેલા હોવાનુ મનાય છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મંત્રીમંડળના વિસ્તરણમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે કેટલું પ્રતિનિધિત્વ આપવું તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યા બાદ જો ત્રણ મહિલાઓનો મંત્રીમંડળમાં મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવે તો કચ્છ જિલ્લામાંથી માલતીબેન મહેશ્વરીના નામ પર પણ 
પસંદગી ઉતારવામાં આવે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.મંત્રીમંડળમાં ક્ષત્રિય સમાજ ને પ્રતિનિધિત્વ આપવા માટે પક્ષ મૂંઝવણમાં છે કારણ કે મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે ક્ષત્રિય સમાજ માંથી ધારાસભ્યો ની અંદર ચાર થી પાંચ સિનિયર ધારાસભ્યો છે જેઓ પ્રબળ દાવેદારો હોય કયા જિલ્લામાંથી કયા ક્ષત્રિય ધારાસભ્યને મંત્રીમંડળમાં સમાવવા માટે કોના પર 
પસંદગીનો કળશ ઢોળાશે તે જોવું રહ્યું. 
કચ્છમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા સક્ષમ નેતૃત્વ ધરાવી રહ્યા છે તો અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ પણ આમઆદમીના નેતાની આગવી એાળખ ધરાવી રહ્યા છે. જો કે આ બધા જ જો અને તોના સમીકરણો છે, સાચુ ચિત્ર નામો જાહેર થાય ત્યારે જ ખબર આવી શકે.

 

Comments

COMMENT / REPLY FROM