Trending News
સ્થાનિક સમાચાર

સરકાર પાર્લર માટે ૩૦ હજારની સહાય આપે છે તેમ કહી ૧૯.૪૭ લાખની લોન લઈ લેવાઈ 

15 October


ગાંધીધામ : આદિપુર વિસ્તારમાં એક બાદ એક લોનના નામે ઠગાઈના મામલા ચોપડા પર ચડી રહ્યા છે ત્યારે હવે સરકાર પાર્લર માટે ૩૦ હજાર રૂપિયાની સહાય આપે છે. તેવી લાલચ દસ્તાવેજો મેળવી ૯.પ૦ લાખની લોન લેવાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ આદિપુરમાં રહેતા ભારતીબેન હીરજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે, ર૦ર૩ ના જાન્યુઆરી મહિનામાં આરોપી બેવાડી લેબર કેમ્પમાં રહેતા દિનેશભાઈ સિંધવે અન્ય આરોપી નવીન ધુઆ સાથે મળી ફરિયાદીને કહ્યું હતું કે, ગરબી કલ્યાણ યોજનામાં સરકાર પાર્લર માટે ૩૦ હજારની રૂપિયાની સહાય આપે છે. તેવી વાત કરી વિશ્વાસ કેળવી અમરેલી પંજાબ નેશનલ બેન્કમાં લઈ જઈ ડોક્યુમેન્ટ મેળવી આ ડોક્યુમેન્ટના આધારે આદિપુરના ભાવેશ મોહનલાલ શાહે બેન્કના મેનેજર ભૂપેન્દ્ર સામત સાથે મળી ફરિયાદીના નામે પંજાબ નેશનલ બેન્ક અમરેલીમાંથી ૯,૯૭,પ૦૦ની લોન ફરિયાદીની જાણ બહાર મેળવી હતી. આ રૂપિયા પોતે લીધા મેળવી લીધા હતા. આ લોનના રૂપિયા ભાવેશ ભરપાઈ કરી આપશે તેવો વિશ્વાસ અપાવી સોગંદનામુ કરવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી લોન ભરપાઈ કરવામાં આવી નથી. તેમજ અન્ય એક અન્ય એક વ્યક્તિ અનિલભાઈ દેવરિયાની જાણ બહાર આરોપી ભાવેશે બેન્ક મેનેજર ભૂપેન્દ્ર સામત સાથે મળી તેમના નામે પણ ૯.પ૦ લાખની લોન મેળવી હતી. આ રૂપિયા પણ ભરપાઈ કરવામાં આવ્યા ન હતા. જેના કારણે બન્ને બેન્ક સિબિલ ખરાબ થવા સાથે ઠગાઈ કરવામાં 
આવી હતી.

Comments

COMMENT / REPLY FROM