Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ એલસીબીએ રાજસ્થાનથી ચાર આરોપીને પકડ્યા 

15 October


ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર, ગાંધીધામ બી-ડિવિઝન અને સામખિયાળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ ચાર ગુના કામે નાસતા ફરતા ચાર આરોપીને એલસીબીએ રાજસ્થાનથી ઝડપી લીધા હતા. એલસીબી પીઆઈ એન.એન. ચૂડાસમાએ જણાવ્યું કે, રાજસ્થાનના બાડમેરના અશોકકુમાર લાધુરામ બિશ્નોઈ, જાલોટના ભગીરથ ઉર્ફે ભગરાજ તુલસા રામજી બિશ્નોઈ, જયપુરના વિજયકુમાર રૂપનારાયણ શર્મા અને બાડમેરના પુનમારામ ઈશરારામ જાટની ધરપકડ કરવામાં આવી છે. નાસતા-ફરતા આરોપીઓને શોધવાની ડ્રાઈવ અંતર્ગત આ કામગીરી કરવામાં આવી છે. આરોપીઓને જે-તે પોલીસને હવાલે કરવામાં આવ્યા છે.

Comments

COMMENT / REPLY FROM