Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-આદિપુર સંકુલમાં ભેદી ધડાકાથી ફેલાયો ભય

15 October



લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા : સોશિયલ મીડિયામાં ભેદી ધડાકા અંગેના સંદેશ થયા વહેતા : બપોરે ૧ર વાગ્યાના અરસામાં એકાએક જ ગેબી ધડાકો થતા મચી હલચલ : જો કે કારણોનુ રહસ્ય હજુય અકબંધ 

ગાંધીધામ  :  વાતાવરણમાં વિષમતાઓ જોવાઈ રહી છીે, કચ્છમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે બીજીતરફ પૂર્વ કચછના જાડેીયાનગરમાં ભેદી ધડાકાએ લોકોમાં આંતરીક રીતે કૌતુક સાથે ભયનો માહોલ સર્જી દીધો હોવાનો વર્તારો પણ સામે આવી રહ્યો છે. આજે બપોરે ગાંધીધામ-આદિપુર સંકુલ વિસ્તારમાં અચાનક સાંભળાયેલા ભેદી ધડાકાના જોરદાર અવાજથી શહેરમાં એક ક્ષણ માટે દહેશતનો માહોલ સર્જાયો હતો. ધડાકાની તીવ્રતા એટલી હતી કે અનેક વિસ્તારોમાં રહેવાસીઓ ઘરોમાંથી બહાર આવી ગયા હતા, જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનદારો અને ઓફિસ સ્ટાફ પણ રોડ પર આવી ગયા હતા.
ધડાકા કયા વિસ્તારમાં થયા અને તેનો સ્ત્રોત શું છે તે અંગે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી, પરંતુ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ વિવિધ મેસેજ અને વીડિયો ફરતા થયા છે, જેમાં લોકો ધડાકાનો અવાજ ક્યારે અને કયા વિસ્તારમાં સાંભળ્યો તે જણાવી રહ્યા છે. હાલ સુધી કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન અંગે કોઈ વિગતો સામે આવી નથી.

 

Comments

COMMENT / REPLY FROM