Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રાના પ્રાગપર ચોકડી આશાપુરા મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિકૃષિ મહોત્સવ ઉજવાયો

14 October

 



મુન્દ્રા : “આશાપુરા માતાજીનુ મંદીર પ્રાગપર ચોકડી, મુંદ્રા-કરછ” ખાતે તાલુકા કક્ષાનુ રવિ કૃષિ મેળાનું આયોજન સાંસદ સભ્યશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા અમલિકરણ સમિતિ, મુંદ્રા દ્વારા કરવામાં આવેલ. 
જે અંતર્ગત રવિ પાક વાવેતર તેમજ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે તાલુકા કક્ષાના કૃષિ મેળા ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માન. સાંસદ સભ્યશ્રી, શ્રી વિનોદભાઇ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અને ન્યાય સમિતિ ચેરમેનશ્રી, જિલ્લા-તાલુકાના સદસ્યશ્રીઓ, અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ, મદદનીશ ખેતી નિયામકશ્રી તથા તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, ગ્રામ સેવકશ્રીઓ અને આત્મા સ્ટાફ હાજર રહેલ. તેમજ વિવિધ ગામોમાંથી બહોળી સંખ્યામાં ૫૩૯ જેટલા ખેડૂતો ભાઈ - બહેનો હજાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખેતીવાડી, બાગાયત, ૈંઝ્રડ્ઢજી, આત્મા કચેરી, આરોગ્ય, ખારેક સંશોધન કેંદ્ર, જેવા સરકારી વિભાગો સાથે પ્રાઇવેટ કંપનીઓના સ્ટોલ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવેલ હતા તથા કૃષિ વૈજ્ઞાનિકશ્રી નિલેશ પટેલ દ્વારા રવિ ઋતુ માટે વાવેતર કરવામાં આવતા પાકોનું આયોજન અને પાક સંરક્ષણ અંતર્ગત માહિતી તથા કૃષિ વૈજ્ઞાનિકશ્રી શ્રી દેવશીભાઈ આહીર દ્વારા ખારેકની ખેતી, તેની મૂલ્ય વર્ધન અને કૃષિ સંલગ્ન શિક્ષણ અંગે વિગતે માહિતી આપવામાં આવેલ. સ્થાનિક ખેડૂત શ્રી જીવરાજભાઇ ગઢવી અને શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન તેમજ પોતાના જાત અનુભવો વર્ણવ્યા, કાર્યક્રમમાં આવેલ શ્રી વિનોદભાઈ ચાવડા- માન.સાંસદસભ્યશ્રી (લોકસભા), શ્રી રમેશભાઇ મહેશ્વરી- પુર્વ ધારાસભ્યશ્રી, શ્રી મહેંદ્રભાઇ નારણભાઇ ગઢવી- જિ.પં.સદસ્યશ્રી, શ્રી શક્તિસિંહ.એમ.જાડેજા-તાલુકા ભાજપ પ્રમુખશ્રી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરેલ. ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને વિવિધ ખેતીના સાધનો માટે સહાયના પેમેન્ટ ઓર્ડરનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ તથા રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલ જીવંત પ્રસારણ સૌ એ નિહાળ્યું, કાર્યક્રમની આભારવિધી શ્રી સી. ડી. ઠાકોર દ્વારા કરવામાં આવેલ.   
વધુમાં કૃષિ પ્રદર્શન અંતર્ગત સરકારશ્રીના વિભાગો અને ખાનગી સંસ્થા દ્વારા ૧૦ જેટલા સ્ટોલનું પ્રદર્શનનું કરેલ, 

 

Comments

COMMENT / REPLY FROM