Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળીમાં ૩ રૂમના તાળા તુટ્યા, ૧.૯ર લાખની મતા તફડાવાઈ

14 October




માલ ગાંધીધામના વ્યક્તિ પાસેથી લીધો હોવાની કબૂલાત અપાઈ



ભચાઉ : સામખિયાળીમાં આવેલી ગેલેન્ટ કંપનીની કોલોનીમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. અહીં આવેલા ત્રણ રૂમમાં રાત્રીના સમયે તાળા તોડી ચોરી કરવામાં આવી હતી. કુલ ૧.૯ર લાખની મતા તફડાવાઈ હતી. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી મૂળ બિહારના હાલે સામખિયાળીમાં રહેતા સમરેશકુમાર નિખલરંજનકુમાર ચોરસિયાના જણાવ્યા પ્રમાણે તેઓ સિક્યુરિટી ઓફિસર છે. તેમની સાથે કંપનીની કોલોનીમાં રહેતા અને કંપનીમાં કામ કરતા કર્મચારીઓના ઘરે ચોરી થઈ હતી. ઈ-બિલ્ડિંગના રૂમ નંબર ૧૬માં રહેતા અરવિંદકુમાર અને સુરજકુમારના મકાનના તાળા તોડી બી-બિલ્ડિંગમાં રૂમ નંબર ૭માં તાળા તોડી સુવ્રાજ્યોતિ પાંડાના રૂમમાં દિવાલના કબાટમાં રાખેલ ૪ નાકની સોનાની રીંગ, સોનાનું મંગલસુત્ર, બંગડી, રીંગ, ચાંદીની નાની - મોટી ઝાંઝરી, કળા, બ્રેસલેટ, સિક્કા વગેરે મળી ૧,૯ર,૪૮૦ની ચોરી કરવામાં આવી હતી. કંપનીની કોલોનીમાં ચોરીનો બનાવ બનતાં પરપ્રાંતિય કામદારોમાં ઉચાટ ફેલાઈ જવા પામ્યો છે. સામખિયાળી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 



 

Comments

COMMENT / REPLY FROM