Trending News
સ્થાનિક સમાચાર

મોખા ટોલનાકા નજીક ૨.૮૦ લાખના દારૂ સાથે ૨ યુવક પકડાયા

14 October




માલ ગાંધીધામના વ્યક્તિ પાસેથી લીધો હોવાની કબૂલાત અપાઈ


ભુજ : જિલ્લામાં દારૂબંધી હોવા છતાં અવારનવાર લાખોનો શરાબ પકડાય છે ત્યારે મુન્દ્રા તાલુકાના મોખા નજીક ૨.૮૦ લાખનો દારૂ પકડાયો હતો આ સાથે ૨ યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
આ બાબતે પ્રાગપર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મોખા ગામથી પીસીબીએલ કંપની વચ્ચે નર્મદા પાણીની કેનાલ પર આ બનાવ બન્યો હતો પોલીસે બાતમીના આધારે સ્વીફ્ટ ગાડી અટકાવી હતી જેમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. ગણતરી કરતા રૂ.૧૫,૬૨૦ના હેવર્ડના ૭૧ બિયર, રોયલ સ્ટેગ સુપિરિયર વહીસ્કીની ૧,૫૪,૭૦૦ની દારૂની ૧૧૯ બોટલ, રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વહીસ્કીની ૭૬,૭૦૦ની ૫૯ બોટલ, ઓલ સિઝન ગોલ્ડન વહીસ્કીની ૩૩,૬૦૦ની ૨૪ બોટલ મળી કુલ ૨,૮૦,૬૨૦નો શરાબ કબ્જે કરવામાં આવ્યો હતો.આ સાથે વાહન, મોબાઈલ મળી ૫.૧૦.લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસે ગાંધીધામ ગણેશ નગર સેકટર ૬ ના રવિ રામજીભાઈ ઉર્ફે બુધાભાઈ રોલા (મહેશ્વરી) અને સેકટર ૧૪ના નીતિન ઉર્ફે ભાવેશ ગોવિંદભાઈ ધોરીયાની અટક કરી હતી.આ દારૂ ગણેશ નગરના શૈલેષ અર્જુન કન્નરે આપ્યો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM