Trending News
સ્થાનિક સમાચાર

શિવલખાની કરોડો રૂપિયાની જમીન અન્ય વારસદારોની જાણ બહાર વેચાઈ ગઈ?

13 October




 કહેવાથી ખોટી વારસાઈ અને સોગંદનામુ અધિકારીઓએ પૂરતી તપાસ વગર પ્રમાણિત પણ કરી નાખ્યું : ૨૦૧૨માં થયેલા સોદા અંગે ૨૦૨૫માં અન્ય વારસદારોને જાણ થતાં કાનૂની નોટીશ અપાતાં ભાંડો ફૂટ્યો : સગા જ સગાની જમીન સ્વાહા કરી ગયા..?  : જર, જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરૂની કહેવત સાચી પડી


ઈ-ધરામાં નોંધ પડે, સર્કલ ઓફીસર મંજુર કરે છે, મારા ધ્યાને ફરીયાદ નથી, છતાં તપાસ કરાવીશ : ભચાઉ મામલતદારશ્રી



ભુજ :  કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ થતાં આસમાને ગયેલા જમીનના ભાવની સાથે સાથે લે વેચમાં થતા ગોટાળા પણ આસમાને ગયા છે. જમીનની લે વેચમાં અને દસ્તાવેજ  બનાવવામાં મોટાપાયે ગરબડ અને ગોટાળા કરી અને અન્યની જમીન અથવા સરકારી જમીન અથવા અન્ય વારસદારોની બીજા વારસદાર દ્વારા ચૂપચાપ પચાવી પાડી કરોડો રૂપિયામાં કંપનીઓને કે પ્રાઇવેટ પાર્ટીઓની વેચી નખાતી હોવાની ફરિયાદો વચ્ચે જો મુંબઈ વસતા કચ્છી લોકો પોતાના વતનમાં પોતાના બાપદાદાઓની જમીન અંગે તપાસ કરે તો ઘણી હકીકતો બહાર આવી શકે છે તેવા "કચ્છઉદય"માં થોડા દિવસો જ પહેલાં જ પ્રગટ થયેલા અહેવાલોને જાણે સચોટ સમર્થન આપતી હોય તેવી ફરિયાદ ભચાઉ તાલુકાના શિવલખા ગામની સીમમાં આવેલી જમીનના ૧૩ વર્ષ પહેલાં અન્ય વારસદારોને અંધારામાં રાખી અને બીજા વારસદારો દ્વારા થયેલા સોદા અંગેની ચોકાવનારી વિગતો બહાર આવી છે. આ પ્રકરણથી રેવન્યુ ખાતાના અધિકારીઓ સામે પણ અનેક પ્રશ્નાર્થ થયા છે. ઘણી મોંઘી મનાતી જમીન ખોટી વારસાઈ અને ખોટું સોગંદનામુ કરી અને કંપનીને તથા અન્ય લોકોને ૧૩ વર્ષ પહેલાં ૨૦૧૨માં વેચી દેવાયેલી  જૂની ઘટનાની  ફરિયાદ ૨૦૨૫માં બહાર  આવી છે. છેલ્લા એક દાયકાથી આ જમીન ઉપર ઊભી થઈ ગયેલી કંપની પણ ધમધમી રહી છે. મૂળ શિવલખાના પણ મુંબઈમાં વસવાટ કરતા સ્વ.ચાંપશી માડણ નિશર નામના પૂર્વજની તેમના વતન ભચાઉ તાલુકાના શિવલખા ગામમાં રહેલી જમીન તેમના ચાર પુત્ર અને ચાર પુત્રી મળીને કુલ આઠ જેટલા સીધી લીટીના વારસદારો પૈકી ફક્ત એક જ વારસદાર વણવીરભાઈ નિશરના વારસદારોએ, સ્વ. વણવીરભાઈ એક જ વારસદાર છે અને તે મૃત્યુ પામ્યા હોવાથી  તેમના વારસદાર માત્ર પોતે જ છે, તેવુ ખોટું સોગંદનામુ અને ખોટી વારસાઈ કરી અને આજથી ૧૩ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૨માં આ જમીનના સોદા કરી અને બાકીના વારસદારોનો હક છીનવી લીધો હોવાથી તે સોદાઓ અને સોગંદનામાં જો રદ્‌ નહીં કરવામાં આવે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવી બીજા વારસદારોએ તેમના એડવોકેટ દ્વારા નોટિસ આપી છે
શિવલખા ગામની સીમ મધ્યે આવેલી રેવન્યુ સર્વે નંબર ૯૦૬,/૧, ૯૩૦ ,૯૩૬ ,૯૫૦/૧ ,૯૬૭/૧ની અંદાજિત આઠ હેક્ટરથી વધુ ખૂબ જ કિંમતી મનાતી જમીન પચાવી પાડી મૂળ ચાપશી માંડણ નિશરની માલિકીની જમીન અન્ય વારસદારોને અંધારામાં રાખી અને ખોટું પંચનામુ તથા ખોટી વારસાઈ કરી અને એમાં નામફેર કરી નાખ્યો હોવાનું જણાવીને મુંબઈ રહેતા ખેતશીભાઈ વણવીર નિસર, વણવીર નિસરના પુત્રીઓ વાલીબેન દામજીભાઈ ગડા તથા કુંવરબેન શામજી ગડા, કેશરબેન હંસરાજ કારીયા તથા અન્ય ૧૦ વ્યક્તિઓને કાનૂની નોટીસ આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે આ ૧૦ જણાએ સાથે મળી અને જમીનના મૂળ માલિકના અન્ય વારસદારોના હક ઉપર તરાપ મારીને અન્ય પરિવારજનો કે જે પણ ચાંપશી માંડણ નિસરના સીધી લીટીના વારસદારો હોવા છતાં અન્ય વારસદાર સાથે છેતરપિંડી કરી હોવાથી કાનૂની નોટીસ આપવામાં આવી છે તેવું નોટિસમાં જણાવાયું છે. આ નોટિસમાં જણાવાયું છે કે અમૃતબેન દામજી નિશર તથા નયનાબેન દામજી નિશર વગેરે જૈફ વયના હોવાથી તેમજ ભાવિક પદમશી શાહ, ધનજી કાનજી શાહ, ચીમન ગાંગજી શાહ, મનોજ ગાંગજી શાહ, વગેરે મુંબઈ રહે છે એટલે તેમણે પ્રવીણ હિરજી ગડાની તરફેણમાં જનરલ પાવર ઓફ એટર્ની કરી આપી છે
શ્રી પ્રવીણ હિરજી ગડા વતી આ તેમના વકીલ દ્વારા આ કાનૂની નોટિસ આપવામાં આવી છે. આ નોટીશમાં જણાવાયું છે કે શિવલખા ગામની આ જમીન અમૃતબેન દામજી નીસરના સસરા તથા દામજી નીસરની પુત્રી અને નિલેશ શાહની પત્નીના દાદા સ્વર્ગસ્થ ચાંપશી માંડણના નામે હોવાની નોંધ ભચાઉ તાલુકાના શિવલખા ગામના રેવન્યુ દફતરે ગામ નમુના નંબર ૬, હક્કપત્રકે નોંધ નંબર ૧૭૫થી નોંધાયેલ છે ત્યારબાદ ચાંપશી માંડણ નિસરનું અવસાન થતાં  તેમના ચાર પુત્રો વણવીરભાઈ, દામજીભાઈ, ગાંગજીભાઈ અને પદમશીભાઈ અને ત્રણ  પુત્રીઓ કોરઇબેન, લખમીબેન અને વીરાબેન અવસાન પામ્યા છે જ્યારે એકમાત્ર વિદ્યમાન વારસદાર વિજયાબેન જે ચાંપશીભાઈ નિસરના પુત્રી અને પ્રેમજીભાઈ ગડાના પત્ની છે તે સર્વ સીધી લીટીના કાયદેસરના વારસદારો છે. તેવું આ નોટિસમાં જણાવાયું છે. સર્વે વારસદારો પૈકી સ્વ. વણવીરભાઈના વારસદારોએ સ્વર્ગીય ચાંપશીભાઈ માડણ નિસરના પુત્ર તરીકે અને વારસદાર તરીકે એકમાત્ર ફક્ત સ્વ. વણવીરભાઈ માંડણનું જ નામ દર્શાવી અને ભચાઉ મામલતદાર સમક્ષ ખોટી વારસાઈ સોગંદનામુ કરી અને મામલતદાર સમક્ષ ખોટી માહિતી રજૂ કરી અને અધિકારીઓની જરૂરી પ્રમાણિત પણ કરાવી અને કોઈપણના ધ્યાનમાં ન આવે તેવી રીતે જેમતબેન વણવીર નિસર દ્વારા શિવલખાના તલાટી સહમંત્રી સમક્ષ શિવલખા ગ્રામ પંચાયતમાં હાજર રહી અને પોતે ગુજરનાર ચાંપતી નિસર માંડણના વારસદાર હોવાની કબુલાત આપી હતી અને ગેરકાયદેસરનું પંચનામું રોજ/કામ કર્યું હતું તેવી ચોકાવનારી ફરિયાદ આ નોટિસમાં કરવામાં આવી છે. રેવન્યુ ખોટા સોગંદનામાં તથા પંચનામાના આધારે નોંધ નંબર ૨૨૩૮થી આ  આ વિગતો શિવલખા ગ્રામ પંચાયતમાં નોંધાઇ છે. આ નોટિસમાં જણાવવાનું છે કે સુલેમાન ઉપર સુલીમ ઈબ્રાહીમ રાઉમાનને બીજી જુલાઈ ૨૦૧૨નાદસ્તાવેજ અનુક્રમ નંબર ૨૯૩૨ થી અઘાટ વેચાણ પણ કરી નાખવામાં આવી છે અને તેની નોંધ પણ રેવન્યુ દફતરે શિવલખા ગ્રામ પંચાયતમાં ગામનમુના નંબર છ હક્કપત્રકે નોંધનંબર ૨૯૦૪થી નોંધાઇ છે. અને આવી જ રીતે જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી જમીન વેચી નાખવામાં આવી છે. જેમાં સર્વે નંબર ૯૩૬ વાળી ખેતીની જમીન સોલાર સેમીકંડકટર સોલાર પાવર કંપની ઇન્ડિયા વતી ઓથોરાઇઝ સિગ્નેચર વેંકટ જલસાણી શિવલખા સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડને જુલાઈ ૨૦૧૨ના વેંચી દેવાઇ છે અને પછી આ જમીન બિનખેતી પણ કરી દેવાઇ છે. આ બધી જ ખોટી વિગતો આધારિત વારસાઈ ગણાવીને પંદર દિવસમાં રદ કરાવી દેવા ધારાશાસ્ત્રી શ્રી જયદીપ ડી. વરુ અને હંસાબેન જયદીપ વરુ મારફતે ખોટી વારસાઈના સોગંદનામાં કરનારા મનાતા ચાર વારસદારો ઉપરાંત તેમાં એક યા બીજી રીતે જવાબદાર આક્ષેપિત એવા ચમનસંગ મદારસંગ સોઢા, લાકડીયા ટોકરશી સાંગા ગડા, લાકડીયા, ઠાકરશી જગત જાટાવડીયા, રહેવાસીઅં લાકડીયા, સુલેમાન ઉર્ફે સલીમ ઈબ્રાહીમ રાઉમા ભચાઉ, વિરજીભાઈ ઉર્ફે હિરેનભાઈ અધેરા અને પ્રદીપકુમાર બાબુલાલ ઢોલરીયા, બંન્ને રહેવાસી ઉપલેટા, જીત મુકેશભાઈ પટેલ રહેવાસી સોલા અમદાવાદ, અનિરુદ્ધસિંહ શંભુભા ચુડાસમા રહેવાસી બાવલીયારી તાલુકો ધંધુકા જીલ્લો અમદાવાદ, લાભશંકર મ્યાજર ગામોટ- લાકડીયા, મેસર સોલાર સેમી કંડકટર પાવર કંપની ઇન્ડિયા પ્રા. લિ. શિવલખાને કાનૂની નોટીસ આપી છે. 
આ બાબતે ભચાઉ મામલતદાર શ્રી રાજપુતને પુછતા તેઓએ કહ્યું હતું કે આવી કોઈ રજુઆત - ફરીયાદ મારા ધ્યાને નથી, છતાં ઈ-ધરા - સર્કલ ઓફીસરથી તપાસ કરાવીશું તેવી ખાત્રી તેઓએ ઉચ્ચારી હતી. 

Comments

COMMENT / REPLY FROM