Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ પોલીસ-ડીઆરઆઈ-કસ્ટમ સહિતની એજન્સી કેમ ન બોલાવે તવાઈ?ગાંધીધામ-મુંદરા-અંજાર પટ્ટામાં ડિઝલ દાણચોરના અડ્ડાઓ પર પણ ત્રાટકો

13 October

કચ્છ કલકેટરશ્રી આ બાબતે ગંભીર બને : ડીએસઓ પણ સફળ દરોડા પાડી દેખાડેે



અમિત આણી ટોળકીનો એમએચઓના નામે ડિઝલનો માલ કંડલા-મુંદરા તો જહાજમાં અટકવાયો છે, પરંતુ એથી પહેલા ઉતરી ગયો અને ગાંધીધામથી લઈ અને મુંદરા સુધીના ગોડાઉનોમાં ખકડાયેલો આ થોકબંધ માલ કોણ સીલ કરશે?

ખાટલે મોટી ખોટ : પીપાવાવ-મુંદરા-કંડલા સહિતના બંદરો પર એમએચઓની આડમાં આવતો ડિઝલનો જથ્થો અટકી ગયો, એજન્સી કડક બની ગઈ છે તો સ્થાનિકે માલની શોર્ટેજ ઉભી થઈ જવા પામી છે અને તેના લધીે પણ અમિત-ભ્રષ્ટ પીઆઈ આણી ટોળકીને બખ્ખા થઈ ગયા છે : ડીમાન્ટ એટલી જ છે, માલ ઓછો થયો હોવાથી હવે સંગ્રહ કરેલા માલના ૧૦ રૂપીયા ઉંચા મળતા થઈ ગયા હોવાની છે ચર્ચા



ગાંધીધામ : ગાંધીધમાના બહુચર્ચિત અમિત અને ભ્રષ્ટ પીઆઈ દ્વારા કચ્છના બંદરો પરથી લાખો-કરોડો નહી પણ અરબોનું ડિઝલ દાણચોરીયુકત રીતે ઠાલવાઈ રહ્યુ હોવાની વાત સતત સંકુલમાં ચર્ચામા આવી રહી છે. અખબારી અહેવાલો અને તે પછી મુંદરા-કંડલામાં દિલ્હી ડીઆરઆઈ ત્રાટકી અને ૭૦૦ જેટલા કન્ટેનરો અટકાવી દેવાયા છે ત્યારે આ દાણચોર ભ્રષ્ટ ટોકળીમાં ફફડાટ વ્યાપેલો જોવાઈ રહ્યો છે. પરંતુ બીજીતરફ જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, કંડલા-મુદરા-પીપાવવામાં કન્ટેઈનરો અને જહાજો અટકાવાયા છે તે તો સારી વાત છે પરંતં આ પહેલા માલ ઠલવાઈ ગયો, કસ્ટમથી કલીયર થઈ ગયો, એ તો ઠેર ઠેર કચ્છમાં પણ અલગ અલગ જગ્યાએ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે જ સંગ્રહાયેલો પડયો છે. કસ્ટમ તેના વિસ્તારમાં કાર્યવાહી કરી જ રહી છે, ડીઆરઆઈ પણ તેના કાર્યક્ષેત્રમાં લાલઆંખ ભરી કાર્યવાહી કરી રહી છે પરંતુ કચ્છમાં ગાંધીધામ, અંજાર, મુંદરા સહીતના હાઈવે વિસ્તારોમાં માટા મોટા ગોડાઉનમાં અમિતના સાગરીતોના અડ્ડાઓ પર સંગ્રહવામાં આવેલો ડીઝલનો મોટો જથ્થો છે તેના પર કોણ તવાઈ બોલાવશે? પૂર્વ્‌ પશ્ચીમ કચ્છ એસપીશ્રી, પોલીસ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પુરવઠા નાયબ મામલદાર સહિતનાઓએ સંયુકત રીતે આ બાબતે ઘનિષ્ઠ ઝુંબેશ હાથ ધરવી જોઈએ અને તેના પર લાલઆંખ કરતી કડક કાર્યવાહી કરી દેખાડવી જોઈએ. કચ્છ કલેકટરશ્રી ડો.આનંદ પટેલ ખુદ આ બાબતે ગંભીર બને, વિગતો અંકે કરાવે અને બીજીતરફ ડીએસઓશ્રી પણ આવા અડ્ડાઓ પર દરોડા પાડી સફળતાથી સરકાર હિતની કાર્યવાહી કરી દેખાડવી જોઈએ.



................


અંજારના અજાપર રોડ પર બજરંગ બલીના પરચાથી 
અમિતનો દિલ્હીનો બોસ રાજેશ છે બેફામ!




અમિત આ કાર્ગો કલીયરીંગ કરાવવાનુ કામ કરે છે, જહાજોના જહાજો આ દિલ્હીની રાજેશ જ મંગાવી રહ્યો છે, તેનો મોટો સંગ્રહસ્થાન દાણચોરીયુકત ડિજલનો ધમધમે છે, એજન્સી કરે વક્રદ્રષ્ટી.?


દિલ્હીના રાજેશનો ઝા નામનો શખ્સ કચ્છમાં સાચા ખોટા ધંધાઓનો છે ફોલ્ડરીયા, આ ઝા નામના શખ્સને ઉઠાવાશે તો પણ દિલ્હીથી કચ્છ સુધી વકરેલા આ ડિજલ દાણચોરીના મોટા કૌભાંડના કઈક રાઝ ખુલશે



ગાંધીધામ : અમિત આણી ટોળકીનો માલ હાલના સમયે કંડલા-મુંદરા પોર્ટ પર જહાજમાં તો અટકી જવા પામ્યો છે પરંતુ આ જહાજમાં અમિત આટલો બધો ડિજલ ગેરકાયદેસર રીતે મંગાવવા સક્ષમ છે ખરો? જવાબ છે ના. જહાજના જહાજ તો અમિતનો દીલ્હી બેઠેલ બોસ રાજેશ જ મંગાવી રહ્યો છે. અમિત તો માલ કલીકયર કરાવવાની બધી ગોઠવણો કરતો ફરે છે. અને એ પણ ગામના લોકોની ડીપોજિટથી. અમિત પોતાની મુડી તો બહુ આવા ધંધામાં રોકતો જ ન હોવાનુ કહેવાય છે. ખરેખર તપાસ કરવી જોઈએ કે અંજારના અજાપર રાડ પર બજરંગ બલીના પરચાથી અમિતનો દિલ્હીનો બોસ રાજેશ ખુલેઆમ દાણચોરીયુકત ડીઝલનો વિશાળ જથ્થો સંગ્રહ બેઠેા છે તો ેતેની સાથે કોણ કોણ સંડાગેાલેલ છે. કહેવાય છે કે આ રાજેશ તો દિલ્હી જ રહે છે, તેનો ઝા નામનો શખ્સ ફોલ્ડરીયો છે જે કચ્છમાં બધી જ હેરફેરનું કામ સંભાળી રહ્યો છે.


..............


અમિતનો પાર્ટનર દિપક કોણ? માથક રોડ પર
માં શકિતના આર્શીવાદથી મોટો અડ્ડો ધમધમે છે?

ગાંધીધામ : એમએચઓની આડમાં ડિઝલની દાણચોરીમાં બહુચર્ચીત અમિત કઈકની સાથે ભાગબટાઈ અને ભાગીદારી કરીને બેઠો હોવાનુ મનાય છે. ત્યારે હાલમાં ગાંધીધામ સંકુલમાં દાણચોરી યુકત ડિઝલમા જો કોઈ મોટામાં મોટો વેપારી અથવા તો મોટુ માથુ ગણાતો હોય તો અમિતનો પાર્ટનર દીપક છે. કહવાય છે કે, આ અમિતનો દાણચોરીયુકત જેટલા પણ માલ આવે છે તે ડિજલ આ દીપકના માથક રોડ પર આવેલા ગોડાઉનમાં સંગ્રહ કરવામા આવ્યો છે. માં શકિતના આર્શીવાદથી અહી મોટો અડ્ડો અમિત-દીપકનો ધમધમતો હોવાનુ ચર્ચાય છે. માટા પ્રમાણમાં અમિતનો માલ અહી સંગ્રહ કરી ગાડીઓમાં ઠાલવવામા આવી રહ્યો હોવાનુ ચર્ચાય છે.



...............


મુંદરા પ્રાંત, મામલતદાર, કસ્ટમ કેમ અંધારામાં?


નાના કપાયામાં અમિતના સાગરીત ભરતના 
વેરહાઉસમાં દાણચોરીવાળા ડિઝલનો છે સંગ્રહ!


અહીથી દાણચોરીયુકત ડિઝલનો જથ્થો ઉપાડી અને ઝરપરા પટ્ટામાં મોટો પોઈન્ટ ભ્રષ્ટ પીઆઈની છત્રછાયાથી ચલાવનાર ગોવિંદ કોણ?


ગાંધીધામ : ગાંધીધામ-અંજાર જ નહી પરંતુ મુંદરા વિસ્તારમાં પણ આવેલા મોટા મોટા ગોડાઉનોમાં અમિત દાણચોરીયુકત ડીઝલનો સંગ્રહ કરાવી રહ્યો છે. કહેવાય છે મોટાકપાયામા પણ આવા જ એક ગોડાઉન માલીક ભરત કે જે અમિતનો જોડદાર છે તેને ત્યા પણ મોટી માત્રમાં આવુ એમએચઓ દર્શાવી અને ઉતરેલ ડીઝલ પડયુ છે. અમિતનો સાગરીત આ ભરત કોણ છે? તેના બીજા કેટકેટલા ધંધાઓ છે? આ ભરત અમિતનું દાણચોરીયુકત ડિજલ સંગ્રહી રહ્યો છે તો તે બીજા કયા કયા ખોટા કામો એન સંગ્રહ તેના ગોડાઉનમાં નહી કરતો હોય? કહેવાય છે કે અહીથી જ દાણચોરીયુકત ડીઝલ લઈ અને ઝરપરા આસપાસના પટ્ટામાં ભ્રષ્ટ પીઆઈની છત્રછાયા સાથેનો એક પોઈન્ટ ચાલી રહ્યો છે અને તે ગોવિંદ નામનો શખ્સ સંચાલન સંભાળી રહ્યો હોવાનુ ચર્ચાય છે. આ બાબતે જો તપાસ થાય, મુંદરા પ્રાંત, પુરવઠા, મામલતદાર સહિતનાઓ પોલીસ સાથે વોચ રાખી ત્રાટકે તો મોટુ ભોપાળુ બહાર આવે તેમ છે.

 

Comments

COMMENT / REPLY FROM