Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ગોવાનો દારૂ વેચવા માટે આવતા બે યુવક ગાંધીધામમાં પકડાયા 

13 October



ગાંધીધામ : કચ્છમાં ટ્રેન મારફતે શરાબની હેરાફેરી થતી રહે છે ત્યારે ગાંધીધામમાં રેલવે પોલીસે ૮૬ હજારના દારૂ સાથે ભુજના બે યુવકની ધરપકડ કરી હતી. 
ગાંધીધામમાં રેલવે સ્ટેશને ભચાઉ તરફ જતા છેડા પરથી દારૂ સાથે યુવકની અટક કરવામાં આવી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ ભુજના એરપોર્ટ રોડ પર વૃંદાવન ગ્રીન સોસાયટીમાં રહેતા રોહિત જીતમલ બોહરા જૈનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના કબજામાં રહેલી અમેરીકન ટુરિસ્ટરની બેગમાંથી ૩૯ હજારનો દારૂ પકડાયો હતો. પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ દારૂ ગોવાના અલગ અલગ બારમાંથી લીધો હતો. ત્યાંથી મુંબઈ અને મુંબઈથી ભુજ ખાતે પહોંચી છુટકમાં આ શરાબનું વેચાણ કરવાનો હોવાની કેફીયત અપાઈ હતી. રોહિત સાથે બીજો યુવક પણ  પકડાયો છે. જેમાં ભુજના જ 
વૃંદાવન ગ્રીન સોસાયટીમાં રહેતા મૃંદગ બિપિનકુમાર ગોરની અટક કરવામાં આવી હતી. તેની પાસે રહેલી બેગમાંથી ઓલ્ડમક રમની ૩૬ બોટલો કિમંત રૂા.૪૬,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગોવાથી માલ લાવ્યાની કબુલાત આપવામાં આવી છે. બન્ને યુવકો ટ્રેન મારફતે અલગ અલગ દારૂ લાવ્યા હતા. રેલવે પોલીસે બન્ને સામે અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે. 

Comments

COMMENT / REPLY FROM