Trending News
સ્થાનિક સમાચાર

મેઘપર (કુંભારડી)માં ૧૧ કિલો ગાંજા સાથે આધેડની અટકાયત કરાઈ

13 October

ગાંજો ખરીદનારા ત્રણ ગ્રાહકો અને મુદ્દામાલ આપનારના નામ ખુલ્યા 

અંજાર : તાલુકાના મેઘપર (કુંભારડી)માં ૧૧ કિલો ગાંજા સાથે આધેડની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસઓજીએ બાતમીના આધારે મેઘપર (કુંભારડી)માં આવેલા નેન્સી પાર્ક-૬ મા દરોડો પાડ્યો હતો. મૂળ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના હાલે અહીં રહેતા મહેન્દ્રસિંહ ભૂપાલસિંહ ઉર્ફે ભૂપતસિંહ પરમારને પકડી તપાસ કરતા તેના ઘરમાંથી ૧૧.૪૦૦ કિલો ગાંજો કિંમત રૂા.૧.૧૪ લાખ તથા બે વજન કાંટા, મોબાઈલ, કોથડી પેકિંગ કરવાનું મશીન મળી આવ્યું હતું. આરોપીએ વિરમ ગામના વ્યક્તિ પાસેથી ગાંજો ખરીદ્યો હતો અને છુટકમાં વેચાણ કરતો હતો. અંજારના વિજય ગઢવી, તેના ભાઈ રામ ગઢવી, દાઉદ નામના શખ્સો ગાંજો લેતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો છે. એસઓજી પીઆઈ ડી.ડી.ઝાલાની આગેવાનીમાં ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી 
હતી.

Comments

COMMENT / REPLY FROM