મુંદરા-માંડવી વિધાનસભામાં બોરરીચાર્જ-જળસંચયના કામોમાં કૌભાંડની તપાસ શરૂ : સિંચાઈ વિભાગ એકશનમાં
શું કચ્છના બચુ ખાબડો ખુલ્લા પડશે ખરા? રાજકીય જમાઈ ટોળકીમાં ચિંતા વધી!
તાબાના વિભાગ પાસેથી માહીતીઓ મેળવાઈ રહી છે, ક્રોસ વેરીફીકેશન ચોકકસથી કરવામા આવી રહ્યુ છે, જો કૌઈ ચુક કે ગેરરીતી હશે તો ચોકકસથી કાર્યવાહી કરવમા આવશે : શ્રી એસ ટી ચૌધરી
(ઈન્ચાર્ઝ નોડેલ અધિકારી, સિંચાઈ વિભાગ-કચ્છ)
રાજકીય સબંધ ધરાવનારાઓ દ્વારા જ માત્ર કાગળ પર કામો કરીને બીલો ઉધારી લેવાયા હોવાની ઉઠી છે ફરીયાદ : ૧ના એક બોરને વીવિધ સરકારી એજન્સી, એનજીઓ સહિતનાઓએ રીચાર્જ કર્યાના બીલો ઉધારાયા ગયાની ચકચાર
જિલ્લા સિંચાઈ વિભાગના જાગૃત અધિકારી દ્વારા માંડવી-મુંદરામાં જ આટલા બધા બોર રીચાર્જના કામો કેમ થયા? ત્રણથી ચાર લાખમાં બની જતા બોર માટે ૧૧થી ૧પ લાખના ચુકવણા કેવી રીતે કરાયા? કયા બોર રીચાર્જના ચુકવાયેલા બીલોમાં કામો કોણે કોણે કર્યા છે? તે સહિતની આંકડાકીય માહીતીઓ સબંધિત એકસીએનથી મંગાવાતા આતંરીક રીતે કૌભાંડકારી લોબીમાં મચી ગયો છે ગભટરા’
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયભરના છેવાડાના વિસ્તારોમાં પણ જનસુખાકારી-સમૃદ્ધી વધે તે દીશામાં ચિંતા સેવી અને ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. કચ્છ જેવા અછતગ્રસ્ત ગણાતા રહેતા જિલ્લાને પણ પાણીથી નંદનવન બનાવવા માટે સરકારી રાહે કુવા-બોર રીચાર્જ કરવા સહિતના અનેકવિધ જળસંચયના કામો સરકાર તબક્કે અનુદાન-ગ્રાન્ટ મારફતે કરવાની પણ યોજનાઓ અમલી બનાવાયેલી છે પરંતુ આ યોજનાઓમાં કયાંક ને કયાંક સરકારના જ અમુક બની બેઠેલા મંત્રીઓ, પ્રધાનો, પદાધિકારીઓ દ્વારા અધિકારીઓને સાથે રાખી કે કટકી આપી અને આવી યોજનાઓમાં ધુમ ઘોટાળાઓ આચરવામા આવી રહ્યા હોય તે વાતની પુષટી દાહોદના સુજલામ સુફલામ યોજના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ અને તેમના પુત્રની ૭૦કરોડથી વધુના કૌભાંડનો સત્તાવાર રીતે થયેલો ખુલાસો જ કરી રહ્યા છે.
આવામાં બીજીતરફ કચ્છનો જાણકારવર્ગ પણ કહી રહ્યો છે કે, અહી પણ ખાસ કરીને માંડવી-મુંદરા વીધાનસભા વિસ્તારમાં પણ આવા જ બચુ ખાબડો સમાન કૌભાંડો આચરાઈ ગયા હોવાની ફરીયાદ થોડા સમય પહેલા ઉઠવા પામી હતી. જેમાં હવે તપાસનો દોર તંત્ર શરૂ કરવાના મુડમાં જણાઈ રહ્યું છે. વાત સહેજ વિગતે કરીએ તો કચ્છમાં જો તપાસ કરવામા આવશે તો કુવા-બોર રિચાર્જ કરવા પેટેના કામોનો આંક સૌથી વધુ મુંદરા-માંડવી વિધાનસભા વિસ્તારમાં જ જોવા મળી આવશે? તેના પાછળનું રહસ્યુ શું? માંડવી-મુંદરામાં જ શું કચ્છમાં દરીયો છે કે અહીના કુવાઓ જ ક્ષારવાળા થઈ ગયા અને રીચાર્જ કરવાની જરૂર પડી? જો આ જ કારણ હોય તો ભચાઉમાં પણ દરીયો તો લાગુ પડે જ છે? ત્યાં કેમ માંડવી-મુંદરાના પ્રમાણમાં એટલા કામો ન થયા? જાણકારો કહી રહયા છે બે બચુ ખાબડ મંત્રીશ્રીના પુત્રો જે રીતે કૌભાંડ આચર્યુ તે જ રીતે અહી પણ રાજકીય જમાઈરાજને માલેતુજાર બનાવવા માટે આવા અઢળકખોટા કામો થઈ ગયા છે. તો વળી જિલ્લા પંચાયતમાં પણ મોભાદાર પદ ભોગવી ચૂકેલા મુંદરા વિસ્તારના એક રાજકીય આગેવાને પણ બોર-રીચાર્જના કામો પોતાના પટ્ટામાં મુંદરા વિસ્તારમાં કાગળ પર ઘણા કર્યા કરાવ્યા હોવાની ફરીયાદ સામે આવી હતી. એટલુ જ નહી પણ સરકાર, સિંચાઈ વિભાગ, સ્ટેટ સિંચાઈ, તથા વીવિધ એનજીઓ અને સ્થાનિકની મોટી કંપનીઓના સીએસઆરમાથી એકનાએક બોર રીચાર્જ કરવામા અવ્યા હોવાનુ પણ જો તપાસ કરવામા આવશે તો ખુલશે તેવી વકી જાગૃત વર્ગ દ્વારા દર્શાવવામા આવી હતી. આ પ્રકારની જાગૃત રજુઆત બાદ હવે આ કામોના જિલ્લાકક્ષાના નોડેલ અધિકારીશ્રી જેઓ હાલમાં ઈન્ચાર્જ છે તેઓ પણ એકશનમા આવ્યા હોવાનુ સામે આવ્યું છે. આ બાબતે શ્રી એસ ટી ચૌધરીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ મુજબની વાતો માધ્યમોથી ધ્યાનમા આવતા તાબાના વીભાગો અને અધિકારીઓ પાસેથી આ સબબની વિગતો, યાદી મંગાવવામા આવી છે, જેનુ ક્રોસ વેરીફીકેશન કરવામા આવશે અને જો તે બાદ કઈ પણ નિતીનિયમ વિરૂદ્ધનુ ધ્યાને આવ્યુ તો ચોકકસથી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવી શ્રી ચૌધરીએ ખાત્રી આપી છે. બીજીતરફ આ પ્રકારની કાર્યવાહી તથા સ્થાનિક કચેરીઓ અને એકસીએન કક્ષાએ જિલ્લાસ્તરેથી પુછાણા લેવામા આવતા રાજકીય જમાઈ રાજ કે જેઓએ વધુમાં વધુ આ રીતે ગેરલાભ લઈ લીધો હોવાનુ કહેવાય છે તે ટોળકીમાં ભારે આતંરીક હલચલ સર્જાયેલી જોવા મળી રહી છે. જો કે, હવે તંત્રની કાર્યવાહી ભણી પણ નજર રહેશે, કે તેઓ હકીકતમાં દુધનું દુધ કરી શકે છે કે પછી રાજકીય જમાઈ રાજના દબાણ તળે દબાઈ જાય છે?

Comments