Trending News
સ્થાનિક સમાચાર

ખારોડા (ખડીર) - ધોળાવીરા વિસ્તારમાં ૫૦ કરોડ નું સરકારી જમીન કૌભાંડ? ૨૭ ગ્રામજનોનો મુખ્યમંત્રી અને કલેકટરને ચોકાવનાર પત્ર

13 October



દિવાળી પહેલાં જ ખડીરના કહેવાતા જમીન મહાકૌભાંડના ધડાકાથી ધ્રુજી ઉઠતું વાગડ

ધોળાવીરા પાસે ૫૦ કરોડની સરકારી જમીન સરકારના “કાળાવીરાઓ”એ વેચી અને મહાકૌભાંડ કર્યાના ગ્રામજનોના ગંભીર આક્ષેપ

કૌભાંડ માટે ભ્રષ્ટાચારનો લાંબો અનુભવ ધરાવતા મનાતા નિવૃત્ત અધિકારીઓની મદદ લેવાઈ ?

ભચાઉના નાયબ કલેક્ટર અને મામલતદાર તથા નાયબ મામલતદાર દ્વારા કાળા કૌભાંડના કાદવમાં હાથ બગાડ્યા હોવાના ગંભીર આક્ષેપો કરતા ખડીરના ખારોડ ગામના ૨૭ ગ્રામવાસીઓ...

રેકર્ડમાં ચેડા કરી અને જુના અધિકારીઓની ડુપ્લીકેટ સહી કરી અને બોગસ ઓર્ડર કરી અને સરકારી જમીન ખાનગી જમીન તરીકે બતાવાઈ હોવાના અતિ ગંભીર આક્ષેપો


સમગ્ર પ્રકરણની કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ દ્વારા કરવામાં આવે અને અધિકારીઓની તપાસ એન્ડ ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઇડી દ્વારા કરવામાં આવે તો અધિકારીઓ અથવા ગ્રામવાસીઓ, જે સાચું હોય તેને ન્યાય મળે


જો સરકાર દ્વારા તપાસ નહીં થાય તો લોકો સમજશે કે ભ્રષ્ટાચારની કેનાલ ગાંધીનગર સુધી તો નથી જતી ને...?


ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ થતા જમીનના ભાવ વધી ગયા અને સરકારી અધિકારીઓને મહાકૌભાંડ” કરવાનું મન થયું...?


રેવન્યુ ખાતાના અધિકારીઓ અને જમીન માફિયાઓ ,“હમ સાથ સાથ હૈ...?”


ફરીયાદ આવી છે, ગંભીરતાથી વિષયને લીધો છે, રીવીઝનમાં મુકયુ છે, તમામ પક્ષકારોને નેાટીસ આપી છે, આક્ષેપીતોને પણ આધારા-પુરાવાઓ આપવા જણાવાયુ છે, તે બાદ જે સામે આવશે અનુસારની ચોકકસથી કાર્યવાહી કરવામા આવશે : ડો. આનંદ પટેલ (કચ્છ કલેકટરશ્રી)



ભુજ : ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના ખારોડા ગામના ૨૭ જેટલા પ્રતિષ્ઠિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખાયેલા પત્રમાં ભારે આક્ષેપો કરાયા છે કે ખારોડા તથા ધોળાવીરા ગામની આસપાસ સરકારની જમીન રેકર્ડમાં ખોટા હુકમો કરી ખાનગી નામે ફેરવી દેવાનો મોટો કૌભાંડ થયો છે.
પત્ર અનુસાર, ખારોડા (ખડીર) અને ધોળાવીરા વિસ્તાર વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયા બાદ ત્યાં પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવતા જમીનના ભાવ અનેકગણાં વધી ગયા છે. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કેટલાક ભૂમાફીયાઓએ રેવન્યુ વિભાગના તાલુકા કક્ષાના અધિકારીઓની મદદથી જૂની તારીખના ખોટા હુકમો બનાવી અને ખોટી સહીઓ સાથે સરકારી જમીન ખાનગી ખાતેદારોના નામે ચડાવી હોવાનું આક્ષેપિત થયું છે.
આ રીતે ખારોડા ગામના ખાતા નંબર ૧૧૩ની અંદાજિત ૧૨૫ થી ૧૩૦ એકર જેટલી જમીન — જેની કિંમત રૂ. ૪૦ થી ૫૦ કરોડ જેટલી મનાય છે — સરકારના ખાતામાંથી કમી કરીને કેટલાક વ્યક્તિઓના નામે દાખલ કરાઈ હોવાનું પત્રમાં જણાવાયું છે.ગ્રામજનોના આક્ષેપ મુજબ, અપીલ નંબર ૩, ૪, ૫, ૬, ૮, ૯, ૧૦ અને ૧૧ તારીખ ૧ થી ૯ જાન્યુઆરી વચ્ચે દાખલ થઈ અને ૧૨ માર્ચે તેના નિકાલના ખોટા હુકમો કરવામાં આવ્યા. આ હુકમોમાં સરકારની જમીન ખાનગી માલિકીની ઠેરવવામાં આવી. કેટલાક કેસોમાં તો 
મૃત વ્યક્તિઓના નામે પણ રેકર્ડ બનાવી વારસાઈ બતાવી જમીન વેચી નખવામાં આવી હોવાનું આક્ષેપ છે.પત્રમાં કેટલાક ખાતેદારોના નામ સાથે વિગત પણ આપી છે, જેમાં દર્શાવાયું છે
કે જુની તારીખોમાં બનાવટી સહીઓથી ખોટા હુકમો કરી જમીન નિર્મળાબેન અશોકદાન ગઢવી, ખીમજી વેલજી છાંગા અને જયદેવ ભવાનજી અયાચી જેવા લોકોના નામે ચડાવવામાં આવી હોવાનું જણાવાયું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, આ પ્રક્રિયામાં રિટાયર્ડ તલાટી અને નાયબ મામલતદારની મદદ લેવામાં આવી અને તેમના જૂના હસ્તાક્ષરોની નકલ કરીને ફોરજરી કરાઈ. કહેવાય છે કે કેટલાક વર્તમાન અધિકારીઓ - ભચાઉના નાયબ કલેક્ટર, મામલતદાર, સર્કલ ઓફિસર વગેરે - પણ આ મામલામાં સંડોવાયેલા હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે.પત્રમાં વધુમાં જણાવાયું છે કે આ કૌભાંડના કાળા નાણા વડે સંબંધિત લોકોએ મોંઘી લક્ઝરી ગાડીઓ પણ ખરીદી છે. ગ્રામજનોએ માગ કરી છે કે આ સમગ્ર મામલે સીબીઆઇ અને એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક તપાસ થાય, ખોટા હુકમોની ફોરેન્સિક ચકાસણી કરવામાં આવે અને બધા રેકર્ડ સીલ કરી કલેક્ટરશ્રીની કસ્ટડીમાં લેવામાં આવે.જો આક્ષેપો ખોટા સાબિત થાય તો સંબંધિત અધિકારીઓને બદનામ થવાથી ન્યાય મળવો જોઈએ, અને જો આક્ષેપો સાચા હોય તો જવાબદાર અધિકારીઓ અને માફીયાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, તેવી પણ ગ્રામજનોએ માગણી કરી છે.કચ્છમાં હાલમાં નિષ્ઠાવાન અને લોકવિશ્વાસ ધરાવતા કલેક્ટર શ્રી આનંદ પટેલ કાર્યરત હોવાથી પ્રજાને આશા છે કે આ મામલે ત્વરિત અને પારદર્શક તપાસ થશે.
ખારોડા ગામના ૨૭ પ્રતિષ્ઠિત ગ્રામજનોના હસ્તાક્ષર સાથેના આ 
પત્રથી સમગ્ર પ્રશાસન તંત્રમાં હલચલ મચી ગઈ છે. આ સંબંધિત ફરિયાદ અંગે ભચાઉ મામલતદાર શ્રી 
રાજપુત ને પૂછતા તેઓ થયો હતો કે આ કેસ અને વિગત બચાવો ઉપરાંત અધિકારી કક્ષાએ આવશે મારી સામે થયેલા આક્ષેપો 
પાયાવિહોણા  છે તો વળી ભચાઉ પ્રાંત અધિકારી શ્રીમતી જ્યોતિ ગોહિલ નો ફોન સતત નો રીપ્લાય થવાથી તેમને પ્રતિકીયા જાણી શકાય નથી.




 

Comments

COMMENT / REPLY FROM