વિદેશી કોલસાકૌભાંડ : વાયોર PI ડાંગરની મહેનત સરાહનીય : હવે કોલસાના કાળા કારોબારી કરસનને પકડો : તો ઘણુ બહાર આવશે
અલટ્રાટ્રેક સિમેન્ટની કંપનીમાં ભેળસેળ યુકત હલ્કી ગુણવત્તાનો કોલસો ઘુસાડાતા પકડાયા બાદ વાયોર પોલીસે ગુનો દાખલ કરી આદરેલી તપાસમાં સ્થાનિકો કોલસા ગંગનો સુત્રધાર રફીક ઝડપાઈ ગયો, હવે સંઘનના કોલસાના મુખ્ય સુત્રધાર સમાન માસ્ટર માઈન્ડ કરસનને પકડવો બન્યો છે જરૂરી : આ કરસન લાંબા સમયથી કોલસા ચોરીના નેટવર્કમાં કડી રૂપ ભુંડી ભુમીકા ભજવતો રહ્યો છે
કચ્છ પોલીસ કરસન બાબતે ઉંડી ઉતરશે તો વાયોર વાળુ નહી પણ કચ્છમાં અન્ય કેેટકેટલાય આવા વિદેશી કોલસા કૌભાંડો આચરાયા છે તેના પણ ખુલાસા થશે : કસરન પર રાજસ્થાનમાં ફરીયાદો પણ થઈ હોવાની છે ચર્ચા : કરસન કચ્છથી લઈ અને રાજસ્થાન સુધી કોલસા સપ્લાયની મોટી લીંક ધરાવતો હોવાની છે ચકચાર
રફીકને નિયમ અનુસાર પકડયા બાદ કરસનનું નામ ખુલ્યુ છે, કરસનને નોટીસ ફટકારી હાજર થવાનુ કહેવાયું છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે :
શ્રી ડાંગર (પીએસઆઈ વાયોર)
ગાંધીધામ : અબડાસાના વાયોર પટ્ટામાં પોલીસતંત્ર દ્વારા ગાંધીધામ-કંડલાથી લઈ અને અબડાસા સુધી ફેલાયેલા વિદેશી કોલસાની ગુણવત્તાની હેરફેરના એક મોટા પ્રકરણનો ખુલાસો કર્યો હતો. અહીની કંપનીમાં જે માલ પહોચ્યો તે ઉચ્ચ ગુણવત્તાના બદલે હલકી ગુણવત્તાનો હોવાનુ ખુલવા પામ્યુ હતુ. તેમાં એક મોટી સિન્ડીકેટ હોવાની વાત પણ સામે આવવા પામી હતી. વાયોર પોલીસ દ્વારા ફરીયાદ લઈ અને સ્થાનિકના લોકોને ઝડપી પાડયા બાદ આદરેલી પુછતાછમાં રફીક લુહાર નામના શખ્સનું નામ બહાર આવ્યુ હતુ અને તેની પર વોચ રાખી અને આ રફીકને દબોચી લેવામા આવ્યો છે. વિદેશી કોલસાની ગાલભેલના આ કૌભાંડમાં પીઆઈ ડાંગરની ટીમની કાર્યવાહી પ્રસંસનીય જ કહેવાય તેમ છે પરંતુ હવે આ કેસ માત્રમાં જ નહી પરંતુ આખાય કચ્છમાં વિદેશી કોલસાની હેરફેરના પ્રકરણો જો ખુલ્લા પાડવા હોય તો રફીક દ્વારા જે નામ સંઘડ ગામના કરસનનું અપાયું છે તેને ઉઠાવવો જ રહ્યો છ.જાણકારો કહી રહ્યા છે કે, કરસન કોલસા ચોરીમાં કુખ્યાતી પામેલો શખ્સ છે. આજથી નહી અનેકવરસોથી કરસન કચ્છમાં કોલસાની હેરફેરના ધંધાઓ કરતો ફરી રહ્યો હોવાનુ મનાય છે. આ કરસન કંડલા ઝોન આસપાસમાં પણ કોલસાની હેરફેર કરવામાં ચકચારી રહી ચૂકયો છે. એટલુ માત્ર જ નહી પણ પૂર્વ્ કચ્છથી માંડી અને રાજસ્થાન સુધીમાં કોલસાના વાડાઓ સહિતના વેપલાનુ ખુબ મોટુ નેટવર્ક આ
કરસન ધરાવી રહ્યો હોવાનુ પણ સામે આવી રહ્યું છે. જો પોલીસ રફીના નિવેદનો બાદ સામે આવેલ આ કરસનને ઉઠાવશે તો વાયોર અલ્ટ્રાટેક કંપનીવાળા પ્રકરણ નહી કચ્છમાંથી અન્ય કેટકેટલીવાર કસરન આણી ટોળકીએ વિદેશી કોલસાની ગુણવત્તામાં હેરફેર કરીને કેટકેટલા કૌભાંડોને અંજામ અપાઈ ગયા છે તે સહિતની વિગતો સામે આવી શકે તેવી વકી જાણકારો દર્શાવી રહ્યા છે.
.................
રફીક ઝડપાયો, મોં ખોલ્યું, કરસનનું નામ આપ્યું :
કચ્છઉદયના અહેવાલને મળયું સમર્થન
વાયોરમાં વિદેશી કોલસાની તસ્કરીનુ પ્રકરણ સામે આવ્યુ ત્યારે જ આ પ્લેટફોર્મ પરથી તા. ર૭/૯/રપના રોજ પાના ન. ૮ પર કુખ્યાત કોલસાચોર કરસનનું ઝડપોના મથાડા સાથે સુચક અઅહેવાલ રજુ કર્યો હતો, હવે કરસનનુ નામ સત્તાવાર રીતે જ ખુલી જતા કચ્છઉદયના અહેવાલને સમર્થન મળવા પામ્યું છે.
......................
કિંમતી કોલસાના કૌભાંડમાં બરંદાના રફીકની ધરપકડ કરાઈ
કોર્ટના આદેશ બાદ આરોપી વાયોર પોલીસ સ્ટેશને હાજર થયો
ભુજ : કચ્છમાં બંદરો અને કંપનીઓના કારણે ઉચ્ચ ગુણવતાનો કોલસો આવતો રહે છે. આ ઉપરાંત વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ગાંડા બાવળમાંથી કોલસા બનાવવામાં આવે છે. કેટલાક વ્યક્તિઓ દ્વારા સાંઠગાંઠ રચીને કિંમતી કોલસો કાઢી હલકી ગુણવત્તાનો કોલસો ભેળસેળ કરવામાં આવે છે ત્યારે ગત જુલાઈ મહિનામાં સામે આવેલા મામલામાં બરંદાના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગત જુલાઈ મહિનામાં આયાતી કોલસામાં ભેળસેળ કરી અલ્ટ્રાટેક કંપનીમાં મોકલવામાં આવેલી ટ્રક પકડાયા પછી પોલીસે વિવિધ આરોપીઓની પુછપરછ કરી ટપ્પરના સૂત્રધાર સહિત ટ્રકના માલીક અને ચાલકને ઝડપી લીધા હતા. આ સમગ્ર કાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે બરંદાના રફીક લુહારનું નામ સામે આવ્યું હતું. જોકે, તેણે પોલીસ પકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા. જે મંજૂર ન
થતા હાઈકોર્ટ સુધી
ગયો હતો પરંતુ અદાલતે તેને વાયોર પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ આપ્યો હતો. આરોપી હાજર થતા પોલીસે તેનું નિવેદન લીધું હતું. જેમાં સંઘડ ગામના કરશન મ્યાત્રાનું નામ સામે આવ્યું છે. કંડલા પોર્ટમાંથી આયાત થતા કિંમતી કોલસાની ટ્રકમાંથી આયાતી કોલસો કાઢી ભારાપર નજીક વાડામાં ખાલી કરી આ કોલસો નાની
નાની કંપનીઓમાં સસ્તા ભાવે વેચી દઈ મોટો નફો મેળવવામાં આવતો હતો અને કંપનીઓમાં હલકી ગુણવત્તાનો મિક્સ મિલાવટમાં કોલસો મોકલાતો હતો. વાયોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments