Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં જાબાંઝ-નીડરતા-દીલેરીપૂર્વક ફરજ નિભાવનાર  કુલદીપ શર્મા કોઈ કિન્નાખોરીનો ભોગ તો નથી બનતા ને?

12 October

૮૦ના દાયકામાં કુલદીપ શર્માની કામગીરી હતી કાબીલેદાદ


વરસો જુના કેસમાં કાર્યવાહી ટાંકણે કચ્છના પ્રબુદ્ધ-રાષ્ટ્રપ્રેમી વર્ગમાંથી ઉઠયા તરેહ તરેહના સવાલો 

અદાલતે આપેલા આદેશની સામે કોઈ જ ટીકા-ટીપ્પણીઓ ન કરાય, પરંતુ કુલદીપ શર્માએ કચ્છમાં કરેલી કાર્યવાહી બાદ ભલભલા ચમબરબંધીઓ-દાણચોરો ભોંય ભેંગા થઈ ગયા હતા, તેમની બદલી વખતે કચ્છમાં થોકબંધ સંસ્થાઓએ ખુલ્લી તલવારની ભેટ આપીને કુલદીપ શર્માના કેરલા સન્માન તેની પ્રતિતિ કરવા માટે પુરતા જ કહેવાય 

ખુલ્લી તલવારથી સન્માન એ કુલદીપ શર્માના સાહસીક-નીડર-દિલેર સ્વભાવ-છબીની ઓળખ છે, જે તે વખતે કુલદીપ શર્માએ કરેલી કાર્યવાહી બદલ તેમનુ સન્માન કરવા ધક્કામુક્કી કરતી સંસ્થાઓ હાલમાં તેમની વહારે આવવામાં કેમ કયાંય નથી ડોકાતા? : કુલદીપ શર્માએ ૮૦ના દાયકામાં કરેલી કાર્યવાહી ન થઈ હોત 
તો કચ્છ આજે બીજું પાકિસ્તાન બની ગયુ હોત..! : કુલદીપ શર્માનું તે વખતે જાજરમાન-ભવ્ય અનેકવીધ સંસ્થાએ કેરલુ સન્માન શું ખોટુ હતુ? તેઓ તે માટે યોગ્ય ન હતા? જો યોગ્ય જ સન્માન કરાયુ હતુ તો હાલમાં આવા નીડર-જાબાજ આઈપીએસ અધિકારીની તરફેણમાં નિવેદન આપતું કેમ કોઈ આગળ આવતુ નથી જણાયું? જાણકારવર્ગમાથી ઉઠતા તીખા સવાલો



તે વખતે અમુક અખબારવાળા તો તેમના પિતા જ થતા હોય તેમ તે વખતે વર્તતા હતા, હાલમાં આવા બની બેઠેલા કચ્છના મોટભાઈ સમાન અખબારની પીપુડી કેમ બંધ થઈ ગઈ છે? કેમ સાચુ બોલતા કે ઉજાગર કરતા તેમને લાજ-શરમ આવે છે ? શું રાજયસભાની ટિકિટ લેવી છે એટલે તો કયાંક મોઢુ સિવીને બેઠા નથી ને?



ગાંધીધામ : ભારતનો સોથી મોટો ક્ષત્રુ દેશ પાકીસ્તાન સીધી જંગમાં તો કદાપી ભારત સામે જીતી શકે તેમ નથી પરંતુ વરસોથી ભારતની આર્થિક કમર ભાંગવા માટે છુપા ખેલ ખેલતુ રહે છે. આજે આ ભીખમંગુ પાકીસ્તાન આતંકીસ્થાન તરીકેની ઓળખ વિશ્વભરમાં પામી ચુકયુ છે. કચ્છની સરહદને અડીને આવેલા આ નાપાક મુલકમાથી વરસોથી દાણોચરી, ડ્રગ્સ ડીલીંગ, ઘુસપેઠ જેવા કૃત્યો એક પછી એક સતત અજમાવતા જ રહેતા હોય છે. પરંતુ કેટલાક સરહદી ક્ષેત્રના અનુભવી-રાષ્ટ્ર પ્રેમી હદય ધરાવતા આઈપીએસ અધિકારીઓએ આ કચ્છની સરહદોને ટાંચા સાધનો અને ઓછી સગવડો તથા મહેકમની પણ મર્યાદાઓ વચ્ચે એકલપંડે જડબેસલાક રીતે સીલ રાખી અને સામેપારના આકક્કાઓને કડકમાં કડક સંદેશ આપવાની કામગીરી કરી છે. આવા જ એક અધિકારી ૮૦ના દાયકામાં કચ્છમાં ડીએસપી તરીકે સેવારત રહી ગયા હતા. જી હા, આપણે અહી વાત કરી રહ્યા છીએ આઈપીએસ કુલદીપ શર્માની કે જેઓના નામ માત્રથી ન માત્ર કચ્છના દાણચોરો બલ્કે સામેપાર પણ ભારે ફફડાટ ફેલાઈ ગયેલ હતો. ૮૦ના દાયકામાં કુલદીપ શર્માએ એસપી તરીકે સરહદી વિસ્તારમાં કરેલી કામગીરી કાબીલેદાદ જ રહી હતી અને તે માટે જ તેમની બદલી વખતે કચ્છ આખાયમાથી ઉમળકાભેર કુલદીપ શર્માનું જાજરમાન-ભવ્ય સન્માન ખુલ્લી તલવાર જે સાહસ-નીડરતાનુ પ્રતિક છે તેની ભેટો આપી અને કર્યુ હતુ. કેટલાક તો આજે પણ કહેતા સંભાળય છે કે, કુલદીપ શર્માએ કરેલી કાર્યવાહી જો ન કરાઈ હોત તો આજે કચ્છ બીજું પાકીસ્તાન કદાચ બની ગયુ હોત..! ખેર આજે અહી વાત આ બધી નથી કરવાની, કારણ કે કુલદીપ શર્મા અને તેઓએ કચ્છ સહિતમાં કરેલી કાર્યવાહી કોઈ પરીચયને મોથાજ નથી, અહી તો વાત કરવાની છે, આવા જાબાંજ-નીડર-દિલેરીપૂર્વક કચ્છમાં ફરજ નિભાવનાર અધિકારીનું મોરલ એક યા બીજી રીતે કોઈ કિન્નાખોરી દાખવીને તોડવાનુ કૃત્યુ નથી થયુ ને? પ્રબુદ્ધવર્ગ આ બાબતોને લઈને ભારે ચર્ચાઓ કરી રહ્યો છે. વાત સહેજ વિગતે કરીએ તો  કુલદીપ શર્મા, જે કચ્છના 
પૂર્વ એસ.પી. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તેમના કાર્યકાળ દરમિયાન કચ્છમાં ગ્ુાનાહ્રિત 
પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહ્રી માટે જાણીતા રહ્યા હ્રતા. ખાસ કરીને કચ્છના સરહ્રદી વિસ્તારોમાં ચાલતી તસ્કરી, દાણચોરી અને અન્ય ગુનાહ્રિત 
પ્રવૃત્તિઓ સામે તેમણે કડક 
પગલાં લીધા હ્રતા, જેના કારણે અનેક દાણચોરોેને 
પકડવામાં સફળતા મળી હ્રતી.તેમની કામગીરીને લઈને કચ્છની અનેક સંસ્થાઓએ તેમનો જાહેરમંચથી સન્માન પણ કર્યો હ્રતો. તેમનો અભિગમ નિડર, દ્રઢ અને કાયદાની અમલવારી માટે પ્રતિબદ્ધ રહ્યો હ્રતો.
દરમ્યાન જ તાજેતરમાં ૧૯૮૪ના એક જૂના કેસમાં, થયેલા વિવાદમાં નામદાર અદાલતશ્રી દ્વારા કુલદીપ શર્માને દોષી ઠેરવી અને હવે ધરપકડ વોરન્ટ પણ ઈશ્યુ કરવામાં આવ્યો છે.  અહી નામદાર અદાલતે જે આદશો આપ્યા હોય તે શિરોમાન્ય જ ગણવાના હોય તેમાં કોઈ ટીપ્પણી થઈ જ ન શકે,  પરંતુ અહી તો વાત જે કરવાની છે એટલી જ છે કે, કુલદીપ શર્માની તે વખતની એટલે કે ૮૦ના દાયકામાં કરેલીકાર્યવાહીને કચ્છની અનેકવીધ સંસ્થાઓએ બિરદાવી હતી, જાહેરમંચથી તેમનુ સન્માન કરવામા આવયુ હતુ, ન માત્ર એટલુ બલ્કે તેમનુ સન્માન કરવા માટે ધક્કામુક્કી અને પડાપડી થતી હતી એટલી બધી સંસ્થાઓ ઉમટી પડી હતી, આજે એ જ કુલદીપ શર્મા છે કે જેઓને કચ્છમાં કઠહરામાં ઉભા રાખવામા આવ્યા છે? તો આ બધી જ સંસ્થાઓ હવે આ જાબાંજ, નીડર, દિલેર, કચ્છ હિતની ધાક બેસાડતી કાર્યવાહી કરવાનારા અધિકારીની તરફેણમાં કેમ એક શબ્દ પણ ઉચ્ચારવા માટે આગળ  આવતી નથી જણાતી ? શુ આ સંસ્થાઓનો રાષ્ટ્રપ્રેમ કે કુલદીપ શર્મા પ્રત્યેનો આદર ૮૦ના દાયકા પુરતો જ સીમીત હતો? શુ તે વખતે કુલદીપ શર્માનુ થયેલ સન્માન યોગ્ય ન હતુ? કુલદીપ શર્માએ જાબાંજી સાથે કચ્છની કરેલી સેવાઓ, દાણચોરી યુગને ડામી દેવામાં મહત્વની ભુમીકા ભજવી તે બદલ જ સન્માન કર્યુ હતુ,  તોપછી હાલમાં આ સંસ્થાઓએ કુલદીપ શર્માની તે દાયકામાં કરેલી કામગીરીને જોતા તેમના સમર્થનમાં બોલવા માટે આગળ આવવુ જોઈએ કે નહી?કુલદીપ શર્માની કામગીરી કચ્છ માટે 
મહ્રત્વપૂર્ણ રહ્રી છે. તેમનો અભિગમ કાયદાની અમલવારી માટે પ્રતિબદ્ધ રહ્યો છે. 
જૂના કેસમાં મળેલી સજા પછી પણ તેમનું યોગદાન ભૂલવા જેવું નથી તેવુ રાષ્ટ્રપ્રેમી પ્રબુદ્ધવર્ગ ચોકકસથી હાલના સમયે પણ તીખી ટકોર કરી રહ્યો છે.

..........



કચ્છની તે વખતની સંસ્થાઓ સામે પ્રશ્નો ઉઠાવતા મુદ્દા..!


ગાંધીધામ : શું ૮૦ના દાયકામાં કુલદીપ શર્માના સન્માન યોગ્ય હ્રતા? શું સંસ્થાઓ આજે પણ તેમનો સમર્થન કરે છે?આ મુદ્દા પર પ્રબુદ્ધ વર્ગમાં ચર્ચા ચાલી રહ્રી છે કે, જો કુલદીપ શર્મા એ કચ્છમાં તસ્કરી દાણચોરી અને ગ્ુાનાહ્રિત પ્રવૃત્તિઓ સામે યોગદાન આપ્યું હ્રોય, તો આજે તેમનો તિરસ્કાર કરવો યોગ્ય છે કે નહ્રીં?તેમના કાર્યકાળ દરમિયાન કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં તેમનું યોગદાન મહ્રત્વપૂર્ણ રહ્યું છે. જો તેઓ ન હ્રોત, તો કદાચ કચ્છમાં ગ્ુાનાહ્રિત પ્રવૃત્તિઓ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકી હ્રોત  આ વાત અનેક લોકો માની રહ્યા છે. તો તે વખતની તેમની કામગીરીને લઈને સન્માન કરનારી સંસ્થાઓ આજે કેમ તેમના સમર્થનમાં બહાર નથી આવતી?


.........


કુલદીપ શર્મા કરેલી કામગીરીની ઝલક


*કચ્છમાં ફરજ બજાવતી વખતે તસ્કરો, હ્રથિયાર તસ્કરી દાણચોરી, ડ્રગ્સ અને અન્ય ગ્ુાનાહ્રિત 
          પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહ્રી કરી હ્રતી.
*ખાસ કરીને સરહ્રદી વિસ્તારોમાં પાકિસ્તાનથી આવતી હ્રથિયાર અને ડ્રગ્સ સહિતની ચીજવસ્તુઓની 
    તસ્કરી સામે તેમણે અનેક ઓપરેશન ચલાવ્યા હ્રતા.
*તસ્કરો સામે દરોડા  અને સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને અનેક દરોડા પાડ્યા હ્રતા. 
* પાકિસ્તાનથી આવતી હ્રથિયાર તસ્કરીને રોકવા માટે ખાસ ઓપરેશન હ્રાથ ધર્યા. 
*કચ્છમાં કાર્યરત ગુનાહ્રિત ગેંગો સામે કાર્યવાહ્રી કરીને શાંતિ સ્થાપિત કરી.

...........

Comments

COMMENT / REPLY FROM