Trending News
સ્થાનિક સમાચાર

નકલી માવો-ઘી-પનીર-દુધનો કચ્છવ્યાપી કાળો - કારોબાર : ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોમાંમાં : ભેળસેળીયાઓને છુટોદોર!

12 October

દિવાળી પહેલાં ખાદ્ય ઔષધીય નિયમન વિભાગની નિષ્ક્રિયતા ચિંતાજનક






સુરતના અમરોલીથી ગીર સોમનાથના કોડીનારથી માંડી અને ભુજના નાગોર ફાટક સુધીમાં શંકાસ્પદ ઘીના જથ્થા ઝડપાયા છે, પરંતુ પકડાયેલા કિસ્સાઓ તો પાસેરામાં પુણી સમાન જ છે, આખાય જિલ્લામાં આ તમામ બાબતે ઝુંબેશરૂપ હાથ ધરાવી જોઈએ તપાસ : ઠેર-ઠેર નકલી ખાદ્યચીજવસ્તુઓના થઈ રહ્યા છે ધૂમ વેપલા : જન આરોગ્ય સાથે ચેડાં છતા તંત્ર નિષ્ક્રીય.કેમ?


નકલી ઘીમાં સોયાબીન-પામતેલ- ઘી ફલેવર સહિતની થાય છે બેફામ ભેળસેળ : સસ્તું ઘી ખરીદતા પહેલા સો વાર વિચાર કરજો


ભુજમાં નાગોર રોડ પરથી કલાપૂર્ણામાંથી ઝડપાયેલા શંકાસ્પદ ઘી કાંડ સાથે ઈરફાનના લ્યો કડક પુછાણા : 
કોના કહેવાથી ભેળસેળ યુકત ઘીના ચાલતા હતા ધંધા? કેટલા સમયથી ધમધમતી હતી ફેકટરી? કયા કયાં સપ્લાય કરવામાં આવતુ હતુ? સ્થાનિકે રેટીલમાં આ ભેળસેળ યુકત ઘી કેટકેટલાના ઘરો સુધી વેંચાઈ ગયુ?



ગાંધીધામ : દિવાળીના તહેવાર નજીક આવતા જ બજારમાં માવા અને દેશી ઘી જેવી ખાદ્ય વસ્તુઓની માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. 
પરંતુ આ માંગનો લાભ ઉઠાવી કેટલાક ભેળસેળિયા વેપારીઓ દ્વારા વનસ્પતિ તેલ, રિફાઈન્ડ તેલ તેમજ અન્ય હાનિકારક 
પદાર્થો ભેળવીને નકલી માવો અને ઘી તૈયાર કરી ગ્રાહકોને 
પૂરું પાડવામાં આવી રહ્યા હોવાની ગંભીર આશંકા વ્યક્ત થઈ રહી છે.આ ભેળસેળવાળા પદાર્થો ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ બની શકે છે. ખાસ કરીને 
પેટના રોગો, લિવર ડેમેજ તેમજ અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તહેવારના આ માહોલમાં પણ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન તરફથી ગાંધીધામ-ભચાઉ-માંડવી- મુંદરા- ભચાઉ-નખત્રાણા સહિત કચ્છ જિલ્લાના વિસ્તારોમાં કોઈ સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી નથી, જે પ્રશ્નાર્થ ઊભો કરે છે.જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ, જેટલો માવો અને ઘીનું ઉત્પાદન થાય છે, તેનાથી દસગણું વેચાણ બજારમાં થઈ રહ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે ભેળસેળનો કાળો કારોબાર ચાલે છે. લાખો રૂપિયાની કમાણી માટે કેટલાક વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.જાહેર હિતમાં તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. 
આવી પરિસ્થિતિમાં ફૂડ વિભાગે તાત્કાલિક ધોરણે કચ્છવ્યાપી સઘન તપાસ હાથ ધરવી અનિવાર્ય છે. 
સામાન્ય બજારથી લઈને મીઠાઈ દુકાનો તથા માવો સપ્લાયર્સ પાસેથી 
પૂરતા પ્રમાણમાં સેમ્પલ લેવામાં આવી તેનું ઝડપી લેબોરેટરી 
પરીક્ષણ કરવું જોઈએ. જો સેમ્પલમાં ભેળસેળ સાબિત થાય, તો ફક્ત દંડ પૂરતો નથી પરંતુ કાયદા મુજબ ફોજદારી કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જરૂરી છે. ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મુકનારા આવા વેપારીઓ સામે કડક પગલાં લઈ ફૂડ વિભાગે 
પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. દિવાળીની મીઠાશ ભેળસેળના ઝેરથી ન બગડે તે માટે કચ્છ વ્યાપી ચેકિંગ તાત્કાલિક હાથ ધરવાની તાકીદ છે.

............

Comments

COMMENT / REPLY FROM