ઝરપરાના વેરહાઉસમાંથી ૧૦.ર૮ લાખનો સામાન ચોરાયો
૧ર,૮ર૯ કિલો ચોખા અને ૧૧૦૦ કિલો વરિયાળી ઓછી જણાતા ચોરીની ફરિયાદ
ભુજ : મુંદરા તાલુકાના ઝરપરામાં આવેલા અંબાજી વેરહાઉસ ફેઝ-૧ના પ્લોટ નંબર ૬માંથી ચોરી થઈ હતી. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અહીં એકસ્પોર્ટ કરવા માટે રાખેલા અનાજની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી ભગીરથસિંહ ગુલાબસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા વેરાહાઉસમાં રાખવામાં આવેલ માલની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદીની દક્ષ શિપિંગ સર્વિસ દ્વારા અલગ અલગ પાર્ટીના ચોખા અને વરિયાળી અહીં રાખવામાં આવ્યા હતા. ૧-પ-ર૦રપથી આજદિન સુધી આ ચોરી થઈ હતી. વજન કરાવતાં ૧ર,૮ર૯ કિલો ચોખા કિ.રૂા. ૯,૧ર,૩ર૦ તથા ૧૧૦૦ કિલો વરિયાળી કિ.રૂા. ૧,૬૬,૬૦૦ મળી કુલ ૧૦,ર૮,૯ર૦ની ચોરી કરવામાં આવી હતી, જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુંદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments