કચ્છમાં હાઇવે પરથી પસાર થતા વાહનોમાં ચોરી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો : તેલિબીયા પાકની કરતો ચોરી
ગાંધીધામઃ હાઇવે પર માલસામાન ભરીને પસાર થતા ટ્રેઈલર માંથી માલ સામાનની ચોરી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધારને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો છે, આરોપી સામે મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ બી, ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે.
.........
આ કેસમાં ઝડપાયેલ અન્ય
આરોપીની શોધખોળ પોલીસે કરી શરૂ
જે દરમિયાન આરોપી યોગેશ ભીમ બજારમાં આવેલ બદનોર સર્કલ પાસે હોવાની બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચીને
આરોપીની ધરપકડ કરી હતી, હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, પોલીસ તપાસમાં ચોરીના ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી ખુલી છે, પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી યોગેશએ તેના સાગરીતો ત્રિલોકસિંગ ઉર્ફે સોનું અને હુકમ સિંગ નૈન સિંગએ સાથે મળીને ૪૦ લાખના ઇસબગુલના
પાવડરની ચોરી સગેવગે કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા,
આરોપીએ ગાંધીધામ અને મુન્દ્રા હાઇવે પરથી પસાર થતાં ટ્રેઈલમાંથી મગફળી ,તલ તેમજ ઇસબગુલ કાઢી લઈને કુલ ૬૦ લાખના મુદામાલની ચોરીને અંજામ આપ્યો હતો, હાલ પોલીસે ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
...........
આરોપીને ઝડપવા એક ટીમ રાજસ્થાન પહોંચી હતી
ઝડપાયેલો આરોપી યોગેન્દ્ર સિંહ ઉર્ફે યોગેશ ઉદાવતએ ડ્રાઇવરોની ગેંગ બનાવીને ટ્રેઈલરમાંથી માલસામાનનીચોરીને અંજામ આપતા હતા, સીલ મારેલા કન્ટેનરને તોડવામાં આરોપીની માસ્ટરી હતી, આરોપી હાઈવે પરથી પસાર થતા કન્ટેનરમાંથી તલ, મગફળી, ઇસબગુલ જેવા ખેત પેદાશોના પાકોની ચોરીને અંજામ આપતો હતો, આરોપી સામે મુન્દ્રા ,અંજાર અને ગાંધીધામ બી ડિવિઝન
પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે અને ચોરીના ગુનામાં ફરાર આરોપી યોગેશ ઉદાવતની પોલીસે શોધખોળ હાથ ધરી હતી, આરોપીને પકડવા માટે મુન્દ્રા પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી.
..............

Comments