Trending News
સ્થાનિક સમાચાર

ચોટીલા હાઈવે હોટલમાં બાયોડીઝલ  કાંડનો પર્દાફાશ : કચ્છ કડીની વકી

12 October

અંતરજાળ પાસે ભ્રષ્ટ PI  ના અડ્ડાથી થયું સપ્લાય ?



હોટેલની આડમાં બાયોડીઝલનો કાળો કારોબાર પકડાયો : ચોટીલામાં તંત્ર જાગ્યું, પૂર્વ કચ્છમાં પ્રાંત, મામલતદાર, પોલીસ હજુય કુંભકર્ણી નીંદ્રામાં

અંતરજાળ લખેલું ટેન્કર પકડાયું હોય તો તપાસ કરો કે, આ ટેન્કર કોની માલિકીનું છે ? : અંતરજાળ પાસે કોના દાણચોરીયુક્ત ડીઝલના રપ હજાર લીટરના ખાડીમાં સંગ્રહ કરાયેલ અડ્ડાથી ભરાયું ? 

ભ્રષ્ટ પીઆઈના જોરે કયો ‘સામજી’ દાણચોરી યુક્ત ડીઝલની કરે છે મોટી હેરાફેરી ? 



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અમિત અને ભ્રષ્ટ પીઆઈની ટોળકીનો દાણચોરી યુકત ડીઝલનો કાળો કારોબાર ખુબ ફુલ્યો ફાલ્યો છે. ચોટીલાની હાઈવે હોટેલ પાસે તંત્ર ત્રાટકયું અને તેમાં અંતરજાળ આસપાસની કડીઓ જોડાય તો નવી નવાઈ નહીં કહેવાય. ઓટીલામાં કાળો કારોબાર ખુલ્યો છે. પણ કચ્છમાં પોલીસ હજુય પણ કુંભકર્ણી નિંદ્રામાં જ જણાય છે. 
ચોટીલા - રાજકોટ હાઇવેની હોટેલમાં ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો થવાની બાતમીના આધારે બે હોટલોમાં ડેપ્યુટી કલેકટરે રેડ કરતા જમીન, દિવાલ, ગ્રાઉન્ડ અને રસોડામાં ભોંય તળે છુપાવેલા મસમોટા ટાંકામાંથી ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાતા બંને હોટેલ સીલ કરી બંને હોટેલના માલિક સામે કાર્યવાહી શરૂ કરી ડીઝલ, કચ્છ પાસીંગના ટેન્કર સહિત ૭૦.૭૦ લાખ રૂપીયાનો મુદમાલ જપ્ત કરી જમીન પણ શરતભંગ કરવાનું જણાવ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી પાણશીણા હાઇવે ઉપર અનેક હોટલોમાં ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો ચાલી રહયો છે ગેરકાયદેસર ઓવરલોડ ખનીજ ભરેલા નંબર પ્લેટ વગરના અનેક ડમ્પરો માતેલા સાંઢની જેમ દોડી રહયા છે ત્યારે ત્યાંની સ્થાનીક 
પોલીસની કામગીરી સામે અનેક શંકા કુશંકાઓ સેવાઇ રહી છે. એવામાં ચોટીલા હાઇવે ઉપરની મોટી મોલડી નજીક યુ.પી.બિહાર પંજાબી ઢાબા અને યુ.પી.બિહાર દરભંગા બંન્ને હોટલમાં ચોટીલા ડેપ્યુટી એચ.ટી.મકવાણાએ પોતાની ટીમ સાથે મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વગર રેડ કરી હતી. રેડ દરમ્યાન હોટલના રસોડા, હોટલની દિવાલો પાછળ, જમીનમાં અને હોટલના ગ્રાઉન્ડમાં ટાંકામાં ચારે તરફ ગેરકાયદેસર બાયોડીઝલ ભરેલુ ઝડપાયું હતું. અહી ૪૩૨૫૦ લીટર બાયોડીઝલ અને આ ઉપરાંત શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલું કચ્છ પાસીંગનું ટેન્કર (જીજે ૧ર. સીટી ૯ર૬૬) મળી કુલ ૭૦.૭૦ લાખ રૂપીયાની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન બંને હોટલમાંથી કુલ પાંચ જુદા જુદા ટાંકા મળી આવ્યા હતા. 
આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોટલ માલિકોના નામ જેઠુરભાઈ રામભાઈ ખાચર (રહે. ઠીકરીયાળા, તા. વાંકાનેર, જિ. મોરબી) અને વિક્રમભાઈ જોરૂભાઈ ધાંધલ (રહે. ખેરડી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર) તરીકે ઓળખાયા છે.જ્વલનશીલ પદાર્થનો આ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે પાકા બાંધકામ હેઠળ છુપાવવામાં આવ્યો હતો. ખુશ્બુ હોટલમાં તો રસોડાના પ્લેટફોર્મ નીચે બે ટાંકા બનાવીને બાયોડીઝલ રાખવામાં આવ્યું હતું. આ તમામ સ્ટ્રક્ચરને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. જ્વલનશીલ 
પદાર્થના નમૂનાને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM