ગાંધીધામ મનપાનું દબાણમુક્તિ અભિયાન યથાવત
આદિપુરના વિનય સિનેમા સામે ૬ વાડી વિસ્તારમાં ૧૦૦થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ સુરક્ષામાં શરૂ
ગાંધીધામ : મહાનગર પાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે હાથ ધરાયેલા વિશાળ દબાણમુક્તિ અભિયાન અંતર્ગત આજે આદિપુરના વિનય સિનેમા સામે આવેલ ૬ વાડી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.આ કામગીરી દરમિયાન મનપાના દબાણ વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સવારે વહેલી શરૂઆત કરી અને ૧૦૦થી વધુ કાચા તથા
પાકા દબાણો પર કાર્યવાહી હાથ ધરી. પોલીસની ઉપસ્થિતિમાં દબાણમુક્તિની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.મનપાના દબાણ ઇન્સ્પેક્ટર, એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ, જીઇઝ્રના પ્રતિનિધિઓ, અને પોલીસ દળ હાજર છે. ગાંધીધામ છ ડિવિઝન
પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર વિસ્તારોને દબાણમુક્ત બનાવી નાગરિકોને સુરક્ષિત, સ્વચ્છ અને વ્યવસ્થિત શહેર આપવામનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “શહેરમાં જ્યાં પણ અનધિકૃત દબાણો હશે ત્યાં તબક્કાવાર કામગીરી ચાલુ રહેશે. કોઈપણ પ્રકારના રાજકીય કે વ્યક્તિગત દબાણ વિના પ્રશાસન પોતાની ફરજ નિભાવશે. દબાણમુક્ત શહેર બનાવવું એ મનપાનો સંકલ્પ છે.”મનપા નાગરિકોને
અપીલ કરે છે કે, જાહેર માર્ગો પર કોઈપણ પ્રકારના દબાણ ન કરે, મનપાની સૂચનાઓનું પાલન કરે અને શહેરની સ્વચ્છતા તથા વ્યવસ્થિતતા જાળવવામાં સહકાર આપે.
.................
આદિપુરમાં સ્વૈચ્છાએ દબાણ હટાવની કામગીરી
દીશા સુચક : અન્યોએ શબક લેવો ઘટે
ગાંધીધામ : આજ રોજ ગાંધીધામ મનપા દ્વારા આદિપુર વિનય સિનેમા સામેના દબાણો હટાવાવની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ અહી લોકોએ પ૪ જેટલ દબાણો ખુદ ત્રણ જેસીબી મંગાવી અને સ્વયં ભુ રીતે જ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દબાણ હટાવની કામગીરી નેત્રદીપક બની રહી છે. અહીના સ્થાનિકના લોકોએ ગત રોજ મીટીંગ બોલાવી હતી અને સ્વચેછાએ દબાણો દુર કરવાનુ નકકી કર્યુ હતુ. જે અનુસાર આજે સ્વેચ્છાએ જ દબાણો હટાવાયા હતા. મનપાની ટીમ માત્ર નિર્દશન માટે જ હાજર રહી હતી. અહીના લોકોએ શહેર-સંકુલના અન્ય દબાણકાર વિસ્તારોને અપીલ કરી હતી કે શહેરને સ્વચ્છ અને સંદર તથા ટ્રાફિક મુકત બનાવવા માટે સૌ સ્વેચ્છાએ જ દબાણો હટાવે.
..................
ગાંધીધામમાં દબાણ હટાવમાં વહાલા-દવાલા : ભાજપ આગેવાનનું
દબાણ ન તુટયું : કમિશ્નરશ્રી ધ્યાન આપે, પ્રજા વિશ્વાસ ડગમગશે
જો આદિપુરમાં ભાજપના જ મહિલા આગેવાનનું સેકડો ફુટ લાંબુ દબાણ ધરાશીય કરી શકાતુ હોય તો ગાંધીધામમાં ભરબજારમાં ભાજપના બની બેઠેલ આગેવાનનું દબાણ કેમ ન તુટે?
ગાંધીધામ : ગાંધીધામમાં દબાણ હટાવની કામગીરી દરમિયાન માનવતાની નીતિ હેઠળ છૂટછાટઅપાય છે પરંતુ તેનો કેટલાક બની બેઠલા આગેવાનો દ્વારા ગેરલાભ ઉઠાવાતા વેપારી વર્ગમાં આંતરીક કચવાટ સર્જાવવા પામી ગયો છે.ગાંધીધામ મહાનગર પાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા અભિયાન દરમિયાન તંત્ર દ્વારા માનવતાના ધોરણે કેટલીક જગ્યાએ દબાણકારોને પોતે સ્વચ્છ રીતે દબાણ હટાવવાની તક આપવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, આવા જ એક કિસ્સામાં ભાજપના સ્થાનિક આગેવાનને પણ મનપા તરફથી પોતાના દબાણને સ્વેચ્છાએ દૂર કરવાની મુદત આપવામાં આવી હતી. આજથી પાંચેક દીવસ પહેલા સવારે ૧૧ વાગ્યે મળેલી સમયમર્યાદા મુજબ તે જ દીવસે સાંજે ૩ વાગ્યા સુધી દબાણ દૂર કરવાનો સમય અપાયો હતો. તેમ છતાં, અઠવાડિયાથી વધુ સમય વીતી જતા પણ સંબંધિત દબાણ યથાવત રહેતા માર્કેટ વિસ્તારના વેપારીઓ અને નાગરિકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રે ન્યાયસંગત રીતે સૌ સામે સમાન પગલાં લેવાની જરૂર છે, જેથી “દબાણ હટાવ” અભિયાન પ્રત્યે જન વિશ્વાસ અડગ રહે.
લોકો કમિશ્નરશ્રીને પણ ટકોર કરી રહ્યા છે કે તમારી કામગીરીમાં લોકેને અપાર વિશ્વાસ છે પણ જો આવા બની બેઠલા નેતાઓના દબાણો દુર નહી કરાય અને વ્હલાદવલા રખાશે તો પ્રજાનો તમારામા રહેલો વીશ્વાસ ડગમગતા વાર નહી થાય.

Comments