Trending News
સ્થાનિક સમાચાર

દિવાળી પહેલા શેરહોલ્ડર્સ નવાજુની કરી કઈકના ફટાકડાં ફોડશે

11 October


એસઆરસીની ચૂંટણીની નવી તારીખો જાહેર  :૧૬થી ૧૮ યોજાશે ચૂંટણી : ૧૯મીએ ફેસલો

ગેરરીતીઓના આક્ષેપો સહિતના વિષયોને લઈને અગાઉ ચૂંટણી રદ કરવી પડી હતી : ૧૯મીએ એજીએમ બાદ વિજેતા ઉમેદવારોની યાદી થશે જાહેર

મુંબઈની કંપની કરાવશે ચૂંટણી : સ્કુરટીનાઈજરમાં પણ કરાયો ફેરફાર : હવે ચૂંટણી વધુ પારદર્શિતા સાથે થવાની શકયતાઓ વધી 



ગાંધીધામ : કચ્છ માત્ર જ નહી પણ દેશ-દુનીયામાં પ્રતિષ્ઠીત એવી સંસ્થામાં મોખરાના સ્થાને આવતી સિંધુ રીસેટલમેન્ટ કાર્પોરેશન એસઆરસીની ચૂંટણીની નવી તારીખો જાહેર થવા પામી ગઈ હોવાના એહવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. એસઆરસીની ચૂંટણી પ્રક્રીાયઓને લઈને ઉચ્ચ કક્ષાએ થયેલી ફરીયાદો તથા પારદર્શિતાના અભાવ અને ગેરરીતીના આક્ષેપોને લીધે જે ચૂંટણી મોકુફ રાખવાની ફરજ પડી હતી તે ચુંટણી હવે નવી તારીખો પર યોજાવવાનું નીશ્ચિત થવા પામી ગયુ છે.આગામી ૧૬-૧૭-૧૮ના હવે આ ચૂંટણી યોજવામા આવશે. અને ૧૯મીએ સાંજે એજીએમ મળવા પામશે અને તે બાદ પરીણામો જાહેર કરવામા આવશે. મુંબઈની કંપની હવે આ ચૂંટણી યોજશે. ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ ફરીથી સંકુલમાં આતંરીક હલચલ વધી જવા પામી ગઈ હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.



.....................

ગદ્વાર ના સાંધામેળ કરી લેવાના સ્વપ્ના રોળાયા


ગદ્વાર આણી ટોકળી આ ચૂંટણી ત્રણ મહીના સુધી પાછી ઠેલવા આદરી રહી હતી અધમપછાડા : ગદ્વાર અને તેની પેનલની છબી સંકુલમાં ખરડાઈ ગઈ, કારનામાઓ ખુલલા પડી ગયા, તે બધાયને વ્હાઈટ વોશ કરી, ગદ્વાર મનામણા રીસામણાઓ કરી અને આ ચૂંટણી પોતાની છબી સુધારી લઈ બાદમાં કરવા ઈચ્છતો હતો, હવે ટુંકાગાળામાં આ ચૂંટણી ફરીથી યોજાતી હોવાથી ગદ્વાર આણી ટોળકીની છાતીના પાટીયા બેઠા...!


ગાંધીધામ : ગદ્વાર આણી ટોળકી આ કંપનીમાં કેવા કેવા મનસ્વી વહીવટ અને કરીયાણાની દુકાનની જેમ ચલાવે છે તેનો મોટો ખુલાસાઓ સંકુલમાં થવા પામી ચુકયા છે. ગદ્વાર હાળ ભાળી ચુકયો હતો એટલે જ અનેકવીધ ઘોટાળા પણ ચૂંટણી પ્રક્રીાયમાં કરાવ્યા હતા. જે મોકુફ રહી ગયા બાદ આ ચૂંટણી આગામી ૩ માસ સુધી ન યોજાય તે માટે ગદ્વાર આણી ટોળકીએ ખુબ અધમપછાડા કર્યા હતા. કહેવાય છે કે, ગદ્વારની ગેગની છબી ખરડાઈ ગઈ છે, મતદારો-શેરહોલ્ડર્સ તેનાથી વિમુખ થાય તેવી સ્થીતી છે, બધી રીતે આ ગદ્વાર ખુલ્લો પડી ગયો હતો, એટલે ત્રણ માસ સુધી તેને વ્હાઈટ વોશ કરી લેવુ હતુ, બધાયના મનામણા રીસામણાઓ ને પુરા કરીલેવાની ગદ્વારની ઈચ્છા હતી અને પછી ચુંટણી યોજાય તો તેનુ પરીણામ થોડુ ધણુ તેની ફેવરમાં આવે તેમ ગદ્વાર ત્રણ માસ બાદ ચૂંટણી યોજવા માંગતો હતો પરંતુ હવે ચૂંટણી મોકુફ થયા બાદ ગણતરીના દિવસોમાં યોજાઈ રહી હોવાથી ગદ્વારની છાતીના પાટીયા બેસી ગયા હોવાનો વર્તારેા દેખાઈ રહયો છે.

Comments

COMMENT / REPLY FROM