Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ કંડલા સહિત ત્રણ પોર્ટને  ‘‘ગ્રીન હાઈડ્રોજન હબ’’ની માન્યતા 

11 October


કેન્દ્રીય શિપિંગ મંત્રાલયનું મોટું પગલું

ભારતના ત્રણ મુખ્ય પોર્ટ  ડીપીએ  (કંડલા), વી.ઓ. ચિદમ્બરનર (તમિલનાડુ) અને પેરાદીપ (ઓડિશા) ને “ગ્રીન હાઇડ્રોજન હબ” તરીકે માન્યતા મળી : સ્વચ્છ ઊર્જા તરફ ભારતનો મહત્વનો પગલું 

ભારતના સમુદ્રી ક્ષેત્ર માટે ગૌરવનો ક્ષણ : ઊર્જા મંત્રાલય દ્વારા ડીપીએ કંડલા પોર્ટ (ગુજરાત), વી.ઓ. ચિદમ્બરનર પોર્ટ (તમિલનાડુ) અને પેરાદીપ પોર્ટ (ઓડિશા) ને “ગ્રીન હાઇડ્રોજન હબ” તરીકે માન્યતા આપવામાં આવી

આ પગલું ભારતને ૨૦૭૦ સુધી નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા અને સ્વચ્છ, ટકાઉ ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ ધપાવશે


ચેરમેન ડીપીએ  કંડલા સુશીલકુમારસિંગની આગવી દિર્ગદ્રષ્ટિ સાથેની કોઠાસૂઝ ભરી મહેનત રંગ લાવી



નવી દિલ્હી : ઊર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ દેશના ત્રણ મુખ્ય પોર્ટોને — દિનદયાલ પોર્ટ ઓથોરિટી (ગુજરાત), વી.ઓ. ચિદમ્બરનર પોર્ટ ઓથોરિટી (તમિલનાડુ) અને પેરાદીપ પોર્ટ ઓથોરિટી (ઓડિશા) — ને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.આ નિર્ણય ભારતને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ તબક્કો ગણાય છે.રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનનો હેતુ ભારતને ગ્રીન હાઇડ્રોજન અને તેના ઉપજોનાં ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. મિશન હેઠળ દેશભરમાં મોટા હાઇડ્રોજન હબ વિકસાવવામાં આવી રહ્યા છે, જે ઉત્પાદન અને વપરાશના કેન્દ્ર તરીકે કાર્ય કરશે.પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે આ માન્યતાને ભારતના સમુદ્રી ક્ષેત્ર માટે “પરિવર્તનકારી ક્ષણ” ગણાવી.તેમણે જણાવ્યું “આ માન્યતા ભારતના સમુદ્રી ક્ષેત્રને વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જાય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ અમે ટકાઉ વિકાસના એવા ઈકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છીએ, જે ૨૦૭૦ સુધી ‘નેટ ઝીરો’નું લક્ષ્ય હાંસલ કરવામાં સહાયરૂપ બનશે. પોર્ટો હવે સ્વચ્છ ઊર્જાના કેન્દ્રો તરીકે નવી ઉર્જા આપશે અને વૈશ્વિક લોજિસ્ટિક્સમાં ટકાઉ પરિવર્તન લાવશે.”લાંબા અંતરે હાઇડ્રોજન પરિવહનના ટેકનિકલ અને લોજિસ્ટિકલ પડકારોને ધ્યાનમાં રાખીને મિશન ક્લસ્ટર આધારિત વિકાસ મોડેલ અપનાવ્યું છે. આ મોડેલ પ્રારંભિક તબક્કામાં પ્રોજેક્ટની વ્યવહાર્યતા વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકીકરણ સુનિશ્ચિત કરવા અને મોટા પાયે ઉત્પાદન માટે અર્થતંત્રિક ફાયદા પ્રાપ્ત કરવામાં મદદરૂપ રહેશે.૨૭ જૂન ૨૦૨૫ના રોજ જારી કરાયેલા સુધારિત માર્ગદર્શિકાઓ હેઠળ, સ્દ્ગઇઈ એ એવા વિસ્તારોને માન્યતા આપી શકે છે, જ્યાં હાઇડ્રોજન સંબંધિત પ્રવૃત્તિઓના વિશાળ પાયે વિકાસની ક્ષમતા છે.ર્ઝ્રદ્બર્હીહં મ્૨ હેઠળ, આવી માન્યતા મેળવેલા વિસ્તારોને સીધી નાણાકીય સહાય વિના પણ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય યોજનાઓના લાભ મળી શકશે.
આ મુજબ દેન્દ્રદયાલ, વી.ઓ. ચિદમ્બરનર અને પેરાદીપ પોર્ટ ક્ષેત્રોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે માન્યતા આપવામાં આવી છે.આ માન્યતાથી ઉદ્યોગિક ભાગીદારી વધશે, ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ આકર્ષાશે, તથા સ્વચ્છ ઇંધણ ટેકનોલોજીમાં નવીનતા પ્રોત્સાહિત થશે — જે ભારતને ઊર્જા આત્મનિર્ભરતા અને ૨૦૭૦ સુધી નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય તરફ આગળ ધપાવશે.

Comments

COMMENT / REPLY FROM