Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છના કુખ્યાત તેલચોર ભરત સામે ગુજસીટોક તળે જ કરો લાલઆંખ 

11 October


છાડવારા સરપંચના પુત્ર ભરતની ધરપકડ વખતે સુચક ગર્ભિત ઈશારો : ભરતની સામે અગાઉ કેટકેટલા તેલચોરીના કેસો થયેલા છે? શું આ ભરત ટોળકીના તેલના અડ્ડાઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલ, સીઆઈડી ક્રાઈમ, સહિતની એજન્સીઓ ત્રાટકી ચુકી છે? જો વાત સાચી જ હોય તો, આયોજનબદ્ધ ષડયંત્રઓ રચીને જ તેલચોરીને ભરત ટોળકી આપે છે અંજામ

સુનિયોજીત કાવતરાના ભાગરૂપે જ તેલચોરીની ઘટનાઓને અંજામ અપાતો હોય તો ગુજસીટોકની કલમોનો ઉમેરો કેમ ન કરવો? માત્ર અને માત્ર શંકાસ્પદ જથ્થાઓ દેખાડતી ૪૧/૧ ડી કરી અને પાછળથી બીલો રજુ કરવાની આરોપીઓને સગવડ આપતી કલમો જ લગાડવાની પ્રથા હવે દુર થવી જોઈએ..!ઃ સીઆઈડી ક્રાઈમને આ તેલચોરી કેસની સોપવી જોઈએ તપાસ


આ તેલચોર ટોળકી ગાડીઓમાં ડ્રાયવરોને લલચાવી-ફેાસલાવી કે ધમકાવીને માલ કાઢી આવે છે તેનો ભોગ ટ્રાન્સપોર્ટર બને છે

છાડવરાના સરપંચના પુત્ર તેલચોર ભરત સામે વધુ એક ફરીયાદ દાખલ : ર૦ લાખની  તેલચોરીની ફરીયાદ તાજેતરમા કરવામા અવી છે તે બાદ હવે વધુ ૧૪ લાખનું તેલ અન્યત્ર હેરફેર કરી દીધુ હોવાની ભરત સામે થઈ ફરીયાદ : આફ્રીકાના સુદાન પહોચતા માલમાં ઘટ્ટ હોવાનુ ખુલ્યા બાદ ભરત કરસન જરૂએ તેલચોરી કરી અને સગેવેગ કરાવ્યુ હોવાની થઈ વધુ એક ફરીયાદ : ભરત સામે હવે આવા તો કઈક અલગ અલગ કિસ્સાઓ સામે આવે તો નવી નવાઈ નહી : કંડલા-અંજાર-ભચાઉ સહિતના પોલીસ મથક વિસ્તારમાં ભારત તેલચોરી બેફામ કરતો હતો.!

આવી કલમોનો પોલીસને ઈચ્છા હોય તો જ અમલ થાય અથવા તો પછી કોઈ નબળો વ્યકિત ઝપ્ટે ચડી ગયો હોય ત્યારે થાય પરંતુ પૈસાવાળા કે લાગવગ વાળાઓ પર ગમે તેટલા ગુના હોય કે અનેક એજન્સીઓ રેડ કરી ગઈ હોય પછી પણ ગુજસીટોક જેવી કલમો લગાડવાના પગલા નથી લેવાતા? તેની પાછળનું રહસ્ય શું?


ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ કંડલામાં અનેકવિધ કિમંતી ચીજવસ્તુઓની આયાત નિકાસ થાય છે. અહી આવતા કેમીકલ-ઓઈલ-તેલની અલગ અલગ રીતે ચોરીઓ કરવામા આવત હોય છે તેમાં વાહનોમાથી તેલચોરી કરી અને મોટાપાયે ગેરકાયદેસર નેટવર્ક જ ચાલતુ હોવાની ઘટનાને તાજેતરમાં જ છાડવરા ગામના સરપંચનો પુત્ર ભરત પોલીસના હાથે દબોચાઈ જવા પામતા સામે આવવા પામી રહી છે. ભરતની સામે તો છેતરપીંડીનો ભોગ બનનાર કંપની આગળ આવી, ફરીયાદ કરી ત્યારે કાર્યવાહી થવા પામી છે નહી તો આ ભરત તો લાંબા સમયથી આવા તેલચોરીના અડ્ડાઓ ચલાવતો હોવાની ચર્ચા છે. જાણકારો કહી રહ્યા છે કે હવે જયારે ભરતને પકડી લીધો છે ત્યારે તેની સામે શંકાસ્પદ તેલના જથ્થાની ૪૧/વનડી જેવી હળવી કલમો તળે કેસ દાખલ કરવાના બદલે સરકારની તિજોરીને આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચી અને નુકસાન પહોચાડ માની તેની સામે તો ગુજસીટોક જેવી ભારે ભરખમ કલમોનો જ ઉમેરો કરવો ઘટે. ૪૧ વન ડી એટલે શંકાસ્પદ મુદામાલ, જેમાં હકીકતમાં ગુનેગારોને પછીથી બીલો રજુ કરી દેવાની જ સગવડ કરી દેવાતી હોય તેવો તાલ થઈ જાય છે. આજે પકડાય અને કાલે તો ફરીથી એનો એ જ ગુનેગાર એ જ ધંધામાં મોટાપાયે ધમધમાતો જ થઈ જતો હોય છે. 
જાણકારો કહી રહ્ય ાછે કે, આ ભરતના કડક રીમાન્ડ લેવાય તો આસપાસની કંપનીઓમાં પણ તેનો દાદાગીરીભર્યો ત્રાસ કેટલો વકરી ગયો હતો, કંપનીઓને કેવા પરેશાન કરીને આ ભરતે રાખેલા છે, કઈ કઈ કંપનીઓમાં આ ભારતના ઠેકાઓ ચાલી રહ્યા છે કે પછી ગાડીઓ ચાલી રહી છે તે સહિતના ભોપાળાઓ ખુલી શકે તેમ છે. ટુંકા સમયમાં આ ભારત પાસે આટલી બધી ગાડીઓ પણઆવી કયાંથી? તે પણ બહાર આવવા પામી શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે, ખરેખર આ ભરતના પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઈમને સોપવાની જરૂર છે, તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે. કચ્છના કેટલાય ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓના નામો પણ આ ભરતની સાથે કનેકશનમાં બહાર આવવા પામશે તેવુ પણ 
મનાય છે.

Comments

COMMENT / REPLY FROM