રાપરના પદમપરમાં પોણા ત્રણ લાખના બિયર પકડાયા
વાડામાં વેચાણ માટે જથ્થો છુપાવ્યો હતો, આરોપી ન મળ્યા : એલસીબીએ આડેસર પોલીસમાં નોધાવ્યો ગુનો
રાપર : તાલુકાના પદમપર ગામથી કીડિયાનગર જતા રસ્તા પર આવેલા વાડામાં એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં પોણા ત્રણ લાખનો દારૂ પકડાયો હતો. જોકે આરોપી મળ્યા ન હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ બાતમીના આધારે પદમપરના સંજય વિશનભાઈ લોદરિયાના કબજા ભોગવટાના વાડામાં તપાસ કરવામાં આવતા બિયરની પેટીઓ મળી આવી હતી. કુલ ૧ર૪૪ બિયર કિંમત રૂા.ર,૭૩,૬૮૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો. આડેસર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે મહત્ત્વનું છે કે, જિલ્લામાં દારૂબંધી હોવા છતા અવાર-નવાર લાખોનો શરાબ પકડાય છે. તહેવારના દિવસોમાં આ પ્રમાણ વધી જાય છે. દારૂની બદીના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે ત્યારે કડક કાર્યવાહી જરૂરી બની રહે છે.

Comments