Trending News
સ્થાનિક સમાચાર

હરિયાણાથી ગાંધીધામ આવતો  ૬ર લાખનો દારૂ એસએમસીએ પકડયો

10 October




અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરાના છાણી નજીક કાર્યવાહીમાં નાગાલેન્ડ પાર્સિંગની ટ્રક સહિત બે ઝડપાયા : ગાંધીધામના રિસિવર સહિત ચાર ફરાર : એસએમસીની કાર્યવાહીથી મચી ચકચાર


ગાંધીધામ : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર જીએસએફસી બ્રિજ પાસે છાણી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૬૨.૧૯ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ મામલે બે આરોપીની ધરપકડ કરીને દારૂ સહિત ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર જીએસએફસી બ્રિજ પાસે નાગાલેન્ડ પાસિંગના એક કન્ટેનરમાં લાકડાના ભૂસાની થેલીઓની આડમાં દારૂની પેટીઓ છુપાવવામાં આવી છે. આ દારૂનો જથ્થો હરિયાણાથી ગાંધીધામ લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે દરોડો પાડી કન્ટેનર સાથે ટ્રક ડ્રાઈવર સતવીરસિંહ વાલ્મિકી (રહે. હરિયાણા) અને મનજીત શર્મા (ટ્રકનો સહ-ડ્રાઈવર, રહે. હરિયાણા)ને ઝડપી પાડ્યાં હતાં. ટ્રકની તપાસ કરતા તેમાંથી ૬૦.૧૯ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હરિયાણાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરી, ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. વોન્ટેડ આરોપીઓમાં ઋષિરાજ ઝજ્જર (સપ્લાયર), રહે. હરિયાણા, રાકેશ જાટ (સપ્લાયર), અજાણ્યો વ્યક્તિ (રિસિવર), રહેઃ ગાંધીધામ, કચ્છ) અને ટ્રક માલિકનો સમાવેશ થાય છે.

Comments

COMMENT / REPLY FROM