Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ નગરપાલિકાનું દબાણમુક્તિ અભિયાન ચાલુ

10 October


ગાંધીધામ : આજે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમા મનપા દ્વારા દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં અંદાજે ૬૦ થી ૭૦ ફૂટ રોડ વિથના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.નગરપાલિકા કમિશનરશ્રીએ જણાવ્યું કે શહેરને દબાણમુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જાહેર રસ્તા અને માર્ગો પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરી, શહેરમાં સરળ વાહન વ્યવહાર અને સુંદરતા વધારવાનો હેતુ છે.મનપા ટીમ, દબાણ 
ઇન્સ્પેકટર અને સંબંધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં કામગીરી ચાલુ છે.


......................



કમિશ્નરશ્રી ગુરવાણી સ્વચ્છ ગાંધીધામના નિર્માણ માટે કટિબદ્ધ


વન વિક-વન રોડનુ સુત્ર આપી અને ગાંધીધામને સ્વચ્છ શહેર બનાવવા કામે લાગેલા ગાંધીધામ મનપાના કમીશ્નરશ્રી મનીષ ગુરવાણી આજ રોજ આદિપુર મુંદરા સર્કલ વિસ્તારથી લઈ અને બસ સ્ટેશન સહીતના વિસ્તારોમાં ચાલી રહેલા સફાઈ-સ્વચ્છતાના કામોનું જાત નિરિક્ષણ કર્યુ હતુ. 


.................

રોડ-રસ્તાના આધુનિકરણની દીશામાં ગાંધીધામ મનપાની
આગે કદમ : વિવિધ વિકાસકામો માટે પણ તંત્ર સજજ


૭ કરોડથી વધુના ખર્ચે રોડ-રસ્તાનું કરાશે રીસર્ફેશીંગ,પ૦થી વધુ માર્ગોનું કરાશે રીસર્ફેશીંગ : ૩ કરોડના ખર્ચે સાર્વજનિક સ્મશાન, ત્રણ કરોડના ખર્ચે તળાવનો વીકાસ, ચાર કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરી અને ર૦ કરોડના ખર્ચે આધુનિક મોડલ ફાયર સ્ટેશન બનાવાશે


ગાંધીધામ : ગાંધીધામ મનપા દ્વારા શહેર-સંકુલના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ છે.મનપા દ્વારા કરોડોની માતબર રકમ દ્વારા વિવિધ વિકાસકામો હાથ ધરવામા આવનાર છે. આ બાબતે નગરપાલીકાની જાહેર કરવામા આવેલી યાદી અનુસાર ગાંધીધામ મનપા દ્વારા રૂ.૨૦.૦૦ કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન જરુરી વાહનો સાથે બનાવવામાં આવશે. જેમાં જુદા જુદા વાહનો/સાધનો જેવા કે, વોટર બાઉઝર, એમ્બ્યુલન્સ, ડીવોટરીંગ પંપ, રેસ્ક્યુ બોટ વિથ ઈન્જીન, મીની ફાયર ટેન્ડર, રેસ્ક્યુ વિથ ટુલ્સ, મેકેનીકલ ફોમ ટેન્ડર, કોન્વે વેહિકલ સાથે આધુનિક ફાયર સ્ટેશન બનાવવા માટે પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી તાંત્રિક/સૈધાંતિક/વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે જેની છેલ્લી મુદત તા.૦૪/૧૧/૨૦૨૫ છે. સ્માર્ટ લાયબ્રેરી જે ૪.૦૦ કરોડના ખર્ચે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા છ.ઝ્ર, સોલાર પેનલ સહિત સીનીયર સીટીઝન માટેની અલગ વ્યવસ્થા, તેમજ યુવા વર્ગ માટે કોમ્પેટીવ પરીક્ષા માટેની તમામ સુવિધા સાથેની સ્માર્ટ  લાઈબ્રેરી બનાવવા પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી તાંત્રિક/સૈધાંતિક/વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેની છેલ્લી મુદત તા.૦૪/૧૧/૨૦૨૫ છે. ગાર્ડન ડેવલોપમેન્ટમાં પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી તાંત્રિક/સૈધાંતિક/વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેની છેલ્લી મુદત તા.૦૩/૧૧/૨૦૨૫ છે. રૂ.૧.૧૭ કરોડના ખર્ચે રવીન્દ્રનાથ ટાગોર પાર્કને ડેવલોપમેન્ટ કરવાની કામગીરી. રૂ.૧.૧૨ કરોડના ખર્ચે છત્રપતિ શિવાજી પાર્કને ડેવલોપમેન્ટ કરવાની કામગીરી. રૂ.૧.૦૦ કરોડના ખર્ચે હેમુ કાલાણી પાર્કને ડેવલોપમેન્ટ કરવાની કામગીરી. તળાવ ડેવલોપમેન્ટમાં  રૂ.૩.૦૦ કરોડના ખર્ચે વોક વે, લાઈટીંગ ગાર્ડન સાથે અંતરજાળ તળાવને ડેવલોપમેન્ટ કરવાની કામગીરી માટે રાજય સરકારશ્રી દવારા પ્રથમ તબક્કામાં રૂ.૩.૦૦ કરોડ મંજુર કરવામાં આવેલ છે જેના પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી તાંત્રિક/સૈધાંતિક/વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેની છેલ્લી મુદત તા.૦૪/૧૧/૨૦૨૫ છે.  આઇકોનિક પ્રવેશ દ્વાર  રૂ.૧.૦૫ કરોડના ખર્ચે એરપોર્ટ રોડ પર આઇકોનિક પ્રવેશ દ્વાર બનાવવા માટે પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી તાંત્રિક/સૈધાંતિક/વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેની છેલ્લી તા.૨૯/૧૦/૨૦૨૫ છે. સાર્વજનિક સ્મસાન । રૂ.૩,૦૦ કરોડના ખર્ચે સાર્વજનિક ઈલેક્ટ્રીક સ્મસાન બનાવવા માટે પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી તાંત્રિક/સૈધાંતિક/વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. 


.................


ગુડ ગર્વનન્સની દીશામાં ગાંધીધામ મનપાતંત્ર..! : બેઠા બેઠા પગાર નહીં, હવે કામ પર ફોકસ”

ગાંધીધામ મનપામાં કમિશનરની કડક કામગીરીની અસર : અમુક
કામચોર તત્વોમાં ફફડાટ : સમયપાલન-શિસ્ત બન્યું ફરજીયાત.!



માત્ર હાજરી પુરતી જ નોકરી કરનારા અમુક બની બેઠલાઓને હવે સવારે નવથી રાત્રે ૧૦-૧૦ વાગ્યા સુધી કામગીરી કરવાની આવી નોબત


કમિશ્નરશ્રી ખુદ સવારે વહેલા જ કચેરીમાં આવી જાય છે, તો કર્મચારીઓને તો આવવુ જ પડે, કમિશ્નરશ્રી સંકુલ-પ્રજાજનો-સરકાર હિતની કામગીરીને પ્રાથમિકતા આપે છે, એટલે મનપા તંત્ર-સ્ટાફને પણ કામ તો હવે કરે જ છુટકો, કામ જેમનાથી નહી થાય, તેમને રાજીનામુ આપવા સિવાય વિકલ્પ નથી, પ્રજાહિતમાં અને સરકાર તરફી કામગીરીના ભોગે આ કમિશ્નરશ્રી કોઈનુ પણ ખોટું સાંભળી લેશે નહી.., કે ખોટું ચલાવશે નહી..ં! : બેઠા બેઠા પગાર લેવાની-માત્ર હાજરી પુરતી જ ફરજ બજાવાની પરંપરા 
હવે બદલાઈ રહી છે..!


અમુક જણાતો ફકત પગારના દીવસે જ નગરપાલિકામાં પગાર લેવા પુરતા જ દેખાતા, સેવા કરવા નહી..!




ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી કમિશનર દ્વારા કામકાજની પદ્ધતિમાં કડકતા લાવવામાં આવી છે. આ નવી શિસ્તબદ્ધ કામગીરીને કારણે અમુક હંગામી સ્ટાફ તથા કેટલીક કેટેગરીના કર્મચારીઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.માહિતી મુજબ, અગાઉ કેટલાક કર્મચારીઓ માત્ર હાજરી પૂરતી નોકરી કરતા હતા, પરંતુ હવે કમિશનર શ્રી દ્વારા સવારના ૯ વાગ્યાથી રાત્રિના ૧૦-૧૧ વાગ્યા સુધીની 
જવાબદારીપૂર્વક કામગીરી લેવાની શરૂઆત થયા બાદ કેટલાક બની બેઠલા કામચોર કર્મચારીઓ સ્વેચ્છાએ રાજીનામું આપતા કે દૂર જતા હોવાની ચર્ચાઓ તેજ બની જવા પામી રહી છે. કમિશનર દ્વારા 
ન.પા.ના તમામ વિભાગોમાં કામનો ડીસિપ્લિન, સમયપાલન અને જવાબદારીની વ્યવસ્થા લાવવામાં આવી છે. હવે દરેક કર્મચારીને તેમની ફરજ મુજબ નિયમિત હાજરી અને પરિણામકારક કામ 
આપવું ફરજિયાત બનાવાયું છે. સ્ત્રોતો જણાવે છે કે, અગાઉ મનપામાં બેઠા બેઠા પગાર લેવાની પરંપરા હવે બદલાઈ રહી છે. કમિશનરનું માનવું છે કે “શહેરની સેવા માટે નગરપાલિકાનું દરેક વિભાગ અસરકારક રીતે કામ કરે તે જરૂરી છે. જાહેર નાણાંનો દરેક રૂપિયા નાગરિકોના હિત માટે ઉપયોગી બનવો જોઈએ.”આ નવી કામગીરી સંસ્કૃતિથી મનપાના અનેક વિભાગોમાં પરિવર્તન જોવા 
મળી રહ્યું છે. તો વળી બીજીતરફ  “બેઠા બેઠા પગાર નહીં, હવે કામ પર ફોકસ”  મનપામાં કમિશનરની નવી સિસ્ટમથી કામચોર અમુક વર્ગમાં ભારે ખલબલી પણ મચેલી જોાવઈ રહી છે.



..................



મનપાતંત્ર એસઆરસીથી ફાયર બ્રીગેડના રિઝર્વ પ્લોટનો કબ્જો મેળવે

કમિશ્નશ્રી જાગતા રહે : કિમંતી પ્લોટ અમુક બની બેઠલાઓ કયાંક બીજે તબદીલ ન કરી જાય..?


ગાંધીધામ : ગાધીધામ મનપા કમિશ્નરશ્રી શહેર-સંકુલની સુખાકારી માટે ખુબજ ટુંકાગાળામાં વ્યુહાત્મક રીતે આગળ વધી સારા કામો આગળ ધપાવી રહ્યા છે.
 ફાયર બ્રીગેડ સટેશનને માટે પણ માતબર રકમ ફાળવાયેલી છે તો હવે મનપાતંત્ર અને કમિશ્નરશ્રી એસઆરસી પાસેથી  ફાયરસ્ટેશન માટે રીઝર્વ પ્લોટનો કબ્જો વેળાસર મેળવે અને તે માટેની 
જરૂરી તજવીજ અત્યારથી જ હાથ ધરી દે.  કારણ કે ફાયર માટે અનામત રખાયેલો આ પ્લોટ શહેરની વચ્ચોવચ્ચ રાખવામા આવેલ છે પણ તે પ્લોટ પર અમુક ભ્રષ્ટાચારીઓની નજર છે અને તે પ્લોટનો ગેરઉપયોગ કરવા માટે નકશામાં ફરેફાર કરવા માટે પણ જહેમત ઉઠાવી રહ્યા હોય તેવી ચર્ચા છે. 
આ બાબતે કમિશ્નરશ્રી જાગતા રહે કયાંક ફાજલ પ્લોટ બીજે તબદીલ ન થઈ જાય.?



 

Comments

COMMENT / REPLY FROM