Trending News
સ્થાનિક સમાચાર

લખપત CM ગૌમાતા પોષણ યોજના ગેરરીતી : કલેકટરશ્રી ધ્યાન રાખે, કોઈ નાના કર્મીનો ભોગ લઈને ફીંડલું ન વળી જાય!

10 October



સરકારી સબસીડીનો બે ઢોરવાડામાં ગેરઉપયોગ થયા સબબ વિવિધ તપાસ સમીતીઓ, ગાંધીનગરકક્ષાએથી તપાસ બાદ કચ્છ કલેકટરશ્રીના નિર્દેશ બાદ એલસીબી આદરી રહી છે ગુપ્ત તપાસ : આ કેસમાં કોઈ નાના કર્મચારીની સીધી એકમાત્ર ઈચ્છાશકિતથી રપ લાખ રૂપીયાની સબસીડી અપાઈ જ ન જાય..?

જેમણે પણ નાણાં લીધા છે તેના પર તો ફરીયાદ થવી જ જોઈએ, કારણ કે, તેને ગુન્હાહિત કાવતરૂં પૈસા મેળવવા જ કર્યુ છે અને ખોટા આધારો રજુ કર્યા હોય તો જવાબદાર ગણાય, બદ ઈરાદો જેનો હોય તે જ ગુન્હેગાર ગણાય..!


સ્થાનિકના કોઈ નાના કર્મચારી પર એફઆઈઆર થાય અને કેસ પુરો થઈ ગયો, તપાસ પતિ ગઈ તેમ માની લેવાના બદલે, જે તે વખતની તાલુકા કક્ષાની જે ટીમે આ ઢોરવાડાઓને મંજુરી આપી તે બધાયની સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ : કલેકટરશ્રી જાત તપાસ કરી રહ્યા છે ત્યારે આ કેસમાં કોઈ ગેરમાર્ગે ન દોરી જાય તે જોવુ અનિવાર્ય


ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના લાગુ કરી અને અબોલ જીવોના સરંક્ષણ માટેની સુચારૂ યોજના જાહેર કરાય છે. પરંતુ તેમાં કેટલાક ભેજાબાજ તત્વો સરકારી સબસીડીને ચાંઉ કરી જતા હોવાનુ અને તેમાં પણ કેટલાક સરકારી બાબુઓ પણ આંખ મીંચીને અનુસરી જતા હોવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. કચ્છમાં પણ છેવાડાના એવા લખપત તાલુકામાં આવા જ કિસ્સાઓ તપાસ થયા બાદ હવે સામે આવવા પામી ગયા છે. 
લખપતમાં ગૌમાતા સીએમ પોષણ યોજનાની સબસીડી અયોગ્ય રીતે અને નીતી નિયમોને નેવે મુકીને જ અપાઈ હોવાના અહેવાલો બાદ સ્થાનિકે તપાસ ટીમો ત્રાટકીહતી જે સંતોષ કારક તપાસ ન કરતા તેનો પડઘો ગાંધીનગરકક્ષાએ પડયો હતો અને ગાંધીનગર પશુપાલન વિભાગની ત્રણ સદસ્યોની ટીમ ઓંચિતી તપાસમાં ત્રાટકી હતી. જેના અહેવાલમાં ઘણા ભોપાળાઓ બહાર આવવા પામયા હાવેાનુ કહેવાય છે જે બાદ કચ્છ કલકેટરશ્રીએ પણ આ બાબતે ગંભીરતા દાખવી અને પોલીસવિભાગથી સંકલન કરી એલસીબી મારફતે આખાય પ્રકરણની ગુપ્ત રાહે તપાસ ચલાવાઈ રહી છે. એલસીબીનો તપાસનો દોર ચાલુમા છે જે તપાસ અહેવાલ એસપીશ્રી મારફતે કલેકટરને સોપવામા આવી શકે છે. પરંતુ અહીજાણકારો દ્વારા લાલબત્તી એવી ધરવામા આવી રહી છે કે, કચ્છના તટસ્થ અને પ્રજાભીમુખ કલેકટરશ્રી ખાસ ધયાન રાખે કે આટઆટલા મોટા પ્રકરણમાં કોઈ સ્થાનિકના નાના કર્મચારીનો ભોગ લઈ અને આખેઆખા કેસનું ફીંડલુ ન વળી જાય. કારણ કે રપ લાખની રકમના ચુકવણા કરવા એ સ્થાનિકના લખપતના કેાઈ નાના કર્મચારી એકમાત્રથી ન થઈ જાય. જો એફઆઈઆર અથવા તો એકશન કે પગલા લેવાના થાય તો તે વખતે આવા ઢોરવાડા મંજુર કરનાર તાલુકા લેવલની જે કમીટી બની હોય તે બધાય પર લેવા જોઈએ. બધાય સમાંતર રીતે જવાબદાર બની રહ્યા છ? જે કમીટી બની હશે તેમાં તે વખતના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સ્થનિક પશુપાલન અધિકારી, અને એક જાહેર પ્રતિનિધી સહિતનાઓનો સમાવેશ થયો હશે અને આ બધાય જે સાચો-ખોટો અહેવાલ આપ્યો હશે તેને તે વખતના જિલ્લા પશુપાલન અધિકારીએ ચકાસીને પોતાની સમજણ અનુસાર આ રકમ ચુકવવાનો ઓર્ડર કરાવ્યો હતો એટલે તે વખતના જિલ્લા પશુપાલન અધિકારી કે જેમની સહીથી આ સબસીડી વાળા બે ઢોરવાડાઓ મંજુર કરવામા આવ્યા હતા તે પશુપાલન અધિકારીને પણ આ કેસમાં ફીટ કરવો જોઈએ. કચ્છ કલકેટર વિશાળ કોઠાસુજ અને આવડતવાળા છે એટલે કોઈ નાનો કર્મચારી માત્ર ફસાઈ જાય કે તેની સામે માત્ર એફઆઈઆર દાખલ કરીને બાકીનાઓ છુટી-છટકી જાય તેવુ તો નહી જ થવા દે તેવુ પણ બીજી તરફ જાણકારો કહી રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM