ચિત્રોડમાં નકલી કોલગેટ બનાવવાનું કૌભાંડ : નલિયા ટીમ્બોના ચાર જણા સામે કાયદાકીય શસ્ત્ર ઉગામાયું
ગાગોદર પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા નકલી કોલગેટ બનાવાતી હોવાનું આવ્યું હતું સામે : કંપનીના જવાબદારોએ આવીને તપાસ કરતા હકીકતો ખુલી : ૯.૪૩ લાખનો મુદ્દામાલ કરાયો કબજે : કોપીરાઈટના ભંગ સાથે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની વિવિધ કલમો તળે નોંધાઈ ફોજદારી
ગાંધીધામ : રોજ સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ તો પરંતુ તેમાં વપરાતી ટુથપેસ્ટ જ નકલી હોય તો સવાર સવારમાં સ્વાસ્થને હાની પહોંચવાની શક્યતાઓ રહેલી છે. બજારમાં વિવિધ ટુથપેસ્ટ મળે છે. જેમાં કોલગેટ એક નામચીન બ્રાન્ડ છે. જોકે, નકલીના આ દોરમાં રાપર તાલુકાના ચિત્રોડ ગામે નકલી કોલગેટ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રવૃત્તિ લાંબો સમય ચાલી નહીં અને ગાગોદર પીઆઈ વી.એ.સેંગલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા નકલી ફેકટરી પકડાઈ છે. આજે કંપનીના જવાબદાર સામે ચાર લોકો સામે નકલી ફેકટરી અને કોપીરાઈટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગાગોદર પોલીસ દ્વારા ચિત્રોડ ગામે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. અહીં નકલી કોલગેટ બનાવવામાં આવતી હતી. જે-તે સમયે બે લોકોને પકડી પુછપરછ કરવામાં આવી હતી અને શંકાસ્પદ મુદ્દામાલ તરીકે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. બાદમાં કંપનીને જાણ કરી સ્થળ નિરીક્ષણ માટે બોલાવાયા હતા. જેમાં આ ઉત્પાદન નકલી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ રહેતા કંપનીના ઈન્વિસ્ટિગેશન એન્ડ ડિટેક્ટીવ ટીમના લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્માએ ગાગોદર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓએ કોલગેટ કંપનીની ટુથપેસ્ટની નકલી કોલગેટ બનાવી હતી. સરકારી દવાખાનાની બાજુમાં આવેલ ૧૦ શટરના શોપિંગ સેન્ટરમાં રવેચી લાઈટ ડેકોરેશનના પ્રથમ રૂમમાં નકલી ટુથપેસ્ટનું ઉત્પાદન કરી નકલી કોલગેટ બનાવવા માટે સાધન સામગ્રી રાખી હતી. કુલ ૯,૪૩,પ૭૪ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ડુપ્લીકેટ માલ બનાવી માનવ શરીરને નુકસાન કારક વસ્તુઓનું વેચાણ અર્થે ઉત્પાદન કરી કોલગેટ કંપની નામનો ઉપયોગ કરી કંપની સામે ઠગાઈ તેમજ કોપીરાઈટનો ભંગ કરવામાં આવતા ગાગોદર પોલીસમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામા આવ્યો હતો. જેમાં ચિત્રોડ ગામના રાજેશભાઈ ડાયાભાઈ મક્વાણા, નલિયા ટીમ્બોના સુરેશભાઈ મહેશભાઈ ઉમટ, નટવરભાઈ અજાભાઈ ગોહિલ અને નરપત ઉર્ફે નરૂ ડાયાભાઈ મક્વાણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ રાજેશ અને સુરેશને ઝડપી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.
ગાગોદર પીઆઈ વી.એ.સેંંગલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, અગાઉ ફરિયાદ મળતા ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે નકલી કોલગેટ બનાવાતી હોવાનું સામે આવતા કંપનીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. કંપની દ્વારા આવીને તપાસ કરી ફરિયાદ આપવામાં આવી છે. જેથી આરોપીઓની ધરપકડ કરી કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવતા ? ક્યાંથી વિચાર આવ્યો તે સહિતની દિશામાં તપાસ ક
રવામાં આવશે.

Comments