કચ્છનું શિક્ષણતંત્ર રામભરોસે : DPEO નું રાજીનામુ, ઈન્ચાર્જનું કાર્યભાર સંભાળવાથી ઉં..હું.ઃ જાયે તો જાયે કહાંની સર્જાઈ સ્થિતી.!
નધણિયતી અવસ્થામાં આવી ગયેલ શિક્ષણતંત્રમાં ઉચ્ચ અધિકારીના ખાલીપાથી અનેકવિધ વહીવટી-શૈક્ષણિક કાર્યો થઈ રહ્યા છે ઠપ્પ
ખાટલે મોટી ખોટ : કચ્છના શિક્ષણજગતમાં શિક્ષકોની ઘટ્ટ-ખોટ તો પુરી નથી કરાવી શકતા, સ્પેશ્યલ ભરતીની જાહેરાતો કરાવી અને નામ પુરતા માત્ર જ ભરતી કરી લીંબડજશ ખાટી લેનારા ઝભ્ભાલેગાધારીઓ, ૧ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી તો મુકાવી દયો..!
કે એટલુ પણ હવે સરકાર તબક્કે ઉપજતું બંધ થઈ ગયુ છે..?
ડીપીઈઓના અચાનક રાજીનામા પાછળનું રહસ્ય શું? : રાજીનામામાં દર્શાવેલા કારણો જ કારણભુત છે કે પછી અન્ય કોઈ મોટી પડદા પાછળની રહલચલ રહી છે જવાબદાર? ડીપીઈઓ પાસેથી કયા વિષયની તપાસ આચકી લઈ અને ડીડીઓને સોપાઈ હતીો ડીડીઓએ તે તપાસમાં ઉચ્ચ કક્ષાએ સરકાર સમક્ષ શું રજુ કર્યુ હતુ? રાજીનામા સ્વીકારના ઓર્ડરમાં પણ ડીપીઈઓએ દાખવેલી કોઈ ફરજ ચુકનો ઉલલેખ છે કે નહી? : શિક્ષણ જગતમાં જામ્યા છે તરેહ તરેહના આંતરીક પ્રશ્નો..!
ટીએડીએમા ઘોટાળા સંદર્ભેની ચાલતી તપાસ પર પણ લાગી ગયો બ્રેક : મોટા ઉપાડે પાંચેક સદસ્યોની કમિટી રચાઈ, પંદર દિવસમાં આ સમીતીને રીપોર્ટ સોપવાનુ કહી દેવાયુ, આજે આ વાતને દોઢમાસથી વધુનો સમય વીતી ગયો, સમિતીએ દુધનું દુધ અને પાણીનું પાણી કરી દીધુ હોવાનુ પણ ચર્ચાય છે, તે ઉપરાંત પણ સરકારની સાથે આર્થીક ચેડા કરનાર સબંધિત કર્મચારી પર પગલા લેવા કે ધાક બેસાડતો આદેશ કરવામાં જોવાઈ રહ્યુ છે શુભમુૃર્હતની રાહ.!
ભુજ : કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગમાં હાલ ભારે વહીવટી ખાલીપો અને અનિશ્ચિતતા ફેલાઈ છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ અચાનક એક વર્ષ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેતા સમગ્ર શિક્ષણ તંત્ર વડાવિહોણું બની ગયું છે. તેમની નિવૃત્તિ બાદ કચ્છનો વધારાનો હવાલો રાજ્ય સરકાર દ્વારા છેક પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી એન.બી. ચાવડાને સોંપાયો છે. પરંતુ તેઓ કચ્છનો હવાલો સંભાળવા માટે રાજી નથી, અને અત્યાર સુધી કચ્છ પહોંચ્યા પણ નથી.શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ભૂપેન્દ્રસિંહ વાઘેલા પોતાના કાર્યકાળ દરમિયાન અનેક અનિયમિતતાઓ અને બોગસ હિસાબનીશ કૌભાંડ ઉઘાડું મૂકી સરકારની અંદર ચર્ચાનો વિષય બન્યા હતા. આના પગલે ગાંધીનગરથી તેમના ઉપર માનસિક દબાણ લાવવામાં આવ્યું હોવાની ચર્ચા છે. સાથે જ, જિલ્લા પંચાયતમાં તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉદ્વત વર્તન થતા તેમણે મન દુઃખી થઈ સ્વૈચ્છિક નિવૃત્તિનો નિર્ણય લીધો હોવાનું પણ કહેવાય છે.હાલમાં કચ્છના શિક્ષણ વિભાગમાં વડા અધિકારીની ગેરહાજરીને કારણે અનેક દૈનિક કાર્યો અધૂરાં રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં પગાર મંજૂરી, શાળા સુધારણા યોજના, નવા શિક્ષકોની નિમણૂક અને ટ્રાન્સફર જેવી પ્રક્રિયાઓ અટકી ગઈ છે. શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ જણાવે છે કે, અધિકારી વિના ફાઈલ ચલાવવામાં અતિશય વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે તળે તાલુકા અને શાળાઓ સુધી અસર પડી રહી છે.પાટણના અધિકારી એન.બી. ચાવડાએ કચ્છનો વધારાનો હવાલો સંભાળવા માટે રાજી ન હોવાનું જણાવ્યું છે. તેમનું કહેવું છે કે પાટણથી ભુજનું અંતર આશરે ૨૭૦ કિલોમીટર છે, જેના કારણે સતત આવાગમન મુશ્કેલ છે. ઉપરાંત તેમની તબીયત પણ નાદુરસ્ત હોવાને કારણે તેમણે સરકારને કચ્છના વધારાના હવાલાથી મુક્તિ આપવા લેખિત અરજી કરી હોવાનું જાણવા મળે છે. કચ્છ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના સભ્યો તથા સ્થાનિક શિક્ષણપ્રેમીઓએ સરકારને તાત્કાલિક સ્થાયી જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારીની નિમણૂક કરવાની માંગણી કરી છે. તેઓ કહે છે કે કચ્છ જેવો વિસ્તાર વિશાળ અને દુરસ્ત છે, ત્યાં માટે દૂરના જિલ્લા અધિકારીને હવાલો આપવો વહીવટી રીતે અયોગ્ય નિર્ણય છે. જિલ્લા શિક્ષણ વર્તુળોમાં હવે ચર્ચા છે કે જો આગામી દિવસોમાં કચ્છમાં નવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિમણૂક નહીં થાય તો શૈક્ષણિક કાર્યક્રમો, શાળા વિકાસ યોજના અને શિક્ષકોની પ્રશાસનિક પ્રક્રિયાઓ વધુ પડતી અસરગ્રસ્ત બનશે.

Comments