અશ્વિની વૈષ્ણવે અમદાવાદ મંડળની મુલાકાત કરી
ગુજરાતમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે બે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
વડનગર સ્ટેશન, હાઇ સ્પીડ રેલવે (HSR ) સાબરમતી સ્ટેશન અને ડીપોનું કર્યું નિરીક્ષણ
માનનીય રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે, ૦૯ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની મુલાકાત લીધી હતી. તેમણે મહેસાણામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં ભાગ લીધો હતો.
ગાંધીનગર : માનનીય રેલવે મંત્રીજી એ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે, “રેલવે આપણા દેશની લાઇફલાઇન છે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને ગ્રીન લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવા માટે તે સૌથી મોટું માધ્યમ છે. ખૂબ આનંદ થાય છે જ્યારે રેલવેના નવા પ્રોજેક્ટો દેશભરમાં શરૂ થાય છે.” ગુજરાતમાં ફ્રેટ કોરિડોરનું કામ પૂર્ણ થયું છે અને તેનો મોટો લાભ દેશને મળી રહ્યો છે. જ્યાં કોઈ કન્ટેનર ટ્રેનને આવવામાં ૩૦-૩૦ કલાક જેટલો સમય લાગતો હતો, તે કન્ટેનર ટ્રેન આજે ૧૦-૧૧ કલાકમાં પહોંચી જાય છે. આજ ફ્રેટ કોરિડોર પર દરરોજ આશરે ૪૦૦ ટ્રેનો ચાલી રહી છે. અને છેલ્લા ૧૧ વર્ષોમાં ગુજરાતમાં ૨,૭૬૪ કિ.મી.નો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે, જે ડેનમાર્કના કુલ રેલ નેટવર્કના બરાબર ટ્રેક ગૂજરાતમાં ૧૧ વર્ષોમાં બન્યા છે. ગુજરાતમાં રેલવેનું કુલ રોકાણ ૧ લાખ ૪૬ હજાર કરોડ છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમ્યાન ગુજરાતમાં મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવા ઉદ્દેશ્ય માટે કુલ ૧૨,૮૭૭.૩૫ કરોડના બે મહત્વપૂર્ણ રણનીતિક ભાગીદારીની સમજૂતી (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
પ્રથમ સમજૂતી ભારતીય રેલવે (પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ) અને ઉદ્યોગ આયુક્તાલય, ગુજરાત સરકાર વચ્ચે કરવામાં આવી. આનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ સમજૂતી હેઠળ રેલવે અને બિન-રેલવે જમીન પર ‘ગતિ શક્તિ મલ્ટી કાર્ગો ટર્મિનલ’, ‘મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક’ અને ‘એકિકૃત લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાર્ક’ વિકસિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટો ગુજરાત ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સિટી લોજિસ્ટિક્સ પ્લાન મુજબ હશે. આ સિવાય માલ પરિવહન સંબંધિત ડેટાનું નિયમિત આદાનપ્રદાન ગુજરાત લોજિસ્ટિક્સ ડેશબોર્ડ દ્વારા કરવામાં આવશે, જેથી રાજ્યમાં લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક નિર્ણય વધુ સચોટ અને પ્રભાવી બની શકે.બીજી સમજૂતી ભારતીય રેલવે અને ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) વચ્ચે કરવામાં આવ્યો. તેના અંતર્ગત રાજ્યના પ્રમુખ ૮૭ મુખ્ય રેલવે સ્ટેશનોને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસિત કરવામાં આવશે. આ હબમાં રેલ અને બસ સેવાઓનું એકીકૃત સંચાલન થશે, જેથી મુસાફરોને નિર્બાધ, સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા સુનિશ્ચિત થશે. આ હબ્સમાં આધુનિક સુવિધાઓ, લોજિસ્ટિક્સ કોઓર્ડિનેશન સેન્ટર અને યાત્રી સેવાઓનું એકીકરણ રહેશે, જેનાથી રાજ્યમાં આવાગમન તેમજ માલ પરિવહન બંને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે.તેમની મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે વડનગર સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું, જ્યાં તેમણે યાત્રી સુવિધાઓનું કાળજીપૂર્વક અવલોકન કર્યું અને સ્ટેશનના પુનર્વિકાસ અંગે ચર્ચા કરી. સાથે જ તેમણે સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી અને તેમની ટ્રેનોની માંગ અંગે પણ ચર્ચા કરી.માનનીય રેલવે મંત્રીજી એ સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું તથા સ્ટેશનના મોડલનું અવલોકન કર્યું તથા સાબરમતી હાઇ સ્પીડ રેલ સ્ટેશન અને હાઇ સ્પીડ રેલ ડીપોનું પણ વિગતવાર નિરીક્ષણ કર્યું. તેમણે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી. NHSRCL ન્ના અધિકારીઓએ પ્રેઝન્ટેશન મારફતે પ્રોજેક્ટ હેઠળ થયેલા વિવિધ વિકાસાત્મક કાર્યો તથા તાજેતરની પ્રગતિ અંગે માહિતી આપી.
નિરીક્ષણ દરમિયાન માનનીય રેલ મંત્રીજી ની સાથે શ્રી વિવેકકુમાર ગુપ્તા, મહાપ્રબંધક, પશ્ચિમ રેલવે; શ્રી વેદ પ્રકાશ, મંડલ રેલ પ્રબંધક, અમદાવાદ; પ્રમુખ અધ્યક્ષ પશ્ચિમ રેલવે મુખ્યાલય અને અમદાવાદ મંડળના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા.
.............

Comments