માનવજ્યોતને ૮૧ હજારનું અનુદાન અપાયું
ભુજ : અચલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. કલાપ્રભસાગર સૂરીશ્વરજી મ. સા.નાં સંયમ જીવનનાં દીક્ષા પ્રયાયનાં ૫૬ માં વર્ષ નિમિત્તે કચ્છ દેવપુર આત્મોઉપાસના ચાતુર્માસ સંઘ પરિવાર દ્વારા ભુજની માનવ જ્યોત સંસ્થાને રૂ. ૫૬ હજારનું અનુદાન અપાયું હતું. અચલ ગચ્છાધિપતિ શ્રમણવૃંદની નિશ્રામાં માનવજ્યોતને અનુદાન અપાયું હતું. આ પ્રસંગે દેવપુરવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાર્શ્વનાથ આરાધક મંડળ માટુંગા દ્વારા રૂ. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું. આ પ્રસંગે દેવપુર જૈન મહાજન પ્રમુખ નવીનભાઇ તથા ભાઇલાલભાઇ અને દેવપુર મહાજન, ચાતુર્માસ સંઘ પરિવાર તથા દાતા પરિવારનો પ્રબોધ મુનવરે આભાર માન્યો હતો.
----------

Comments