Trending News
સ્થાનિક સમાચાર

ફરાદીમાં ગેરકાયદે બોક્સાઈટનું વહન કરતા બે ટ્રક અને જેસીબી પકડાયા

09 October



ફરાદી સીમમાં ડમ્પ કરેલા બોક્સાઈટમાંથી માલ ભરાતો હતો 

ભુજ : માંડવીના ફરાદી વિસ્તારમાં ગેરકાયદે બોક્સાઈટ વહનની પ્રવૃત્તિ પકડાઈ હતી. આ બાબતે મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના ફરાદીથી તુંબડી જતા રોડ પર ફરાદી સીમમાં બોક્સાઈટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં જેસીબી વડે ટ્રકોમાં ખનીજ ભરી પરિવહન કરવામાં આવતું હતું ત્યારે એલસીબીએ કાચા રોડ પર બે ગાડી અટકાવી હતી. જીજે૩૬ - વી - પ૭૪ર અને જીજે૧૬ - એયુ - ૭૯૪૧ મા બોક્સાઈટ ભરવામાં આવેલું હતું. પુછપરછ કરતા જેસીબી મશીનથી આ વાહનોમાં ખનીજ ભરવામાં આવ્યું હતું. ડ્રાઈવરને સાથે રાખી તપાસ કરતા શિવમ માઈન્સની બાજુમાં ટેકરા પર બોક્સાઈટના ઢગલા હતા. જ્યાંથી જેસીબી વડે ટ્રકમાં માલ ભરવામાં આવતો હતો. એક જેસીબી અને ટ્રકનો ડ્રાઈવર ભાગી ગયા હતા. જીજે૩૬ - વી - પ૭૪ર મા ૩પ ટન બોક્સાઈટ ભરેલું હતું. જેની કિંમત પર,પ૦૦ આંકવામાં આવી છે. ૪૦ લાખના વાહનો કબજે કરી કોડાય પોલીસ અને ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM