Trending News
સ્થાનિક સમાચાર

માંડવીમાં બની શર્મશાર ઘટના : ડીડીઓશ્રીએ જનપ્રતિનિધીઓ સાથે કર્યુ અણછાજતું વર્તન : મચ્યો હોબાળો : ગાંધીનગર કક્ષાએ પડઘો..!

09 October



તાલુકા પંચાયતમાં સતાધિસોને ધરણા પર બેસવું પડ્યુંઃ ભાજપના તાલુકાના નેતા ઓ સામે પોલીસ પ્રોટેક્સન સાથે ડ્ઢર્ડ્ઢં ને બહાર લઇ જવા પડ્યા

માંડવી : તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ડી.ડી.ઓ. ઉત્સવ ગૌતમ દ્વારા વિકાસ કામોની સમીક્ષા માટે સરપંચો અને તલાટીઓની મીટીંગ બોલાવી હતી જેમાં આજે ડી.ડી.ઓ. ઉત્સવ ગૌતમ માંડવી તાલુકા પંચાયત કચેરી મધ્યે પધારી ટી.ડી.ઓ. ઈશ્વર માજીરાણા ની ઓફિસમાં બેસતા ની સાથે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી અને કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજાએ તેઓને વેલકમ કરવા ટી.ડી.ઓ.ની ચેમ્બરમાં જતા ડી.ડી.ઓ.એ તરત જ તેઓને ગેટ આઉટ કર્યા હતા. આ પ્રથમ અપમાન બાદ મીટીંગ હોલ માં સરપંચો અને તલાટીઓની મીટીંગ શરૂ કરાઈ હતી જેમાં ડી.ડી.ઓ.એ તરત જ સરપંચ પ્રતિનિધિઓને બહાર જવાનું કહેતા આ બીજું અપમાન થયું હતું જ્યારે સરપંચો લેડીઝ હોય તો તેમનાપતિઓ સહયોગી બનતા હોય છે તેમજ સરપંચ ન હોય તો ઉપ સરપંચ ગામનું પ્રતિનિધિત્વ કરતા હોય છે જેથી તેઓને બહાર જવા રવાના કરતાની સાથે અપમાન જનક સ્થિતિમાં તેઓ પ્રમુખની ચેમ્બરમાં આવ્યા હતા જ્યાં પ્રમુખ અને કારોબારી ચેરમેનનો પણ અપમાન થયું હોઇ તરત જ ચાલુ મિટિંગમાં તમામ સરપંચોને વોક આઉટ કરી અને નીચે બેશી ધરણા શરૂ કર્યા હતા અને ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા લગાવ્યા હતા અને ડી.ડી.ઓ.ને માફી માંગવા જણાવ્યું હતું પણ આ પરિસ્થિતિ ન વળશે તે માટે અધિકારીઓ દ્વારા 
પોલીસ પ્રોટક્શન બોલાવાઈ હતી જેમાં બપોરે અઢી કલાકે માંડવી 
પીઆઇ વી.વી.ભોલા અને તેમની ટીમ દ્વારા કડક બંદોબસ્ત સાથે ડી.ડી.ઓ. ને ગાડી માં બેસાડી મોકલી દેવાયા હતા જ્યારે તરત જ અપમાન જનક સ્થિતિને લઈ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા  પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી, કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, સત્તા પક્ષના નેતા દેવાંગભાઈ ગઢવી,તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મીશંકર જોષી, સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી, સરપંચ સંગઠનના પૂર્વ પ્રમુખ કનુભા જાડેજા,કિર્તીભાઈ ગોર,મિતભાઈ ગઢવી સાથે તમામ સરપંચોએ વિરોધ સાથે ઘરણા કર્યા હતા, અને આ અપમાન જનક સ્થિતિ ની રજૂઆત જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચન, સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી ધારાસભ્ય અનિરુદભાઈ દવે,જિલ્લા સંગઠનના શક્તિસિંહ જાડેજા,ને રજૂઆત કરેલ હતી અને તેઓએ આ ઘટનાને વખોડી અને આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી આ સાથે બપોર બાદ ૪ઃ૦૦ કલાકે માંડવી ધારાસભ્ય અનિરૂદધભાઈ દવે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહી સમગ્ર ઘટનાનું તાગ મેળવી યોગય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, આ તકે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે લોકશાહી અને પ્રજાના મતથી અને બંધારણ મુજબ અમે પદાધિકારી બન્યા છીએ જ્યારે અમો પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા બંધાયેલા હોઈએ છીએ જ્યારે અમારું અપમાન થયું છે એ માંડવી તાલુકાનાનું અપમાન છે અમો ભાજપના કાર્યકર તરીકે શિસ્તમાં રહેવા વાળા છીએ તેમજ આ લોકશાહીનો અપમાન ગણાવ્યું હતું, જ્યારે કોઈપણ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેનનું અપમાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના હતી આ સંદર્ભે તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવીએ ચૂંટાયેલા પદા ધિકારી ઓનો અપમાન થતા તેનો પડઘો ગાંધીનગર સુધી પડ્યો છે અને મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ પણ ટેલીફોનિક વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને સરકાર પણ જન પ્રતિનિધિઓ ની પડખે ઉભી રહેશે, અધિકારીની ભૂલ હશે તો જરૂરી પગલા માટે ખાતરી દર્શાવી છે..આજે માંડવી થી ચૂંટાયેલા પદ અધિકારીઓ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ જનકસિંહ જાડેજા સાથે બેઠક બેઠક કરશે અને પોતાની સમસ્યાઓ અને સમગ્ર પ્રકરણ જે બન્યું છે તેનાથી વાકેફ કરશે.



................



કલેકટરશ્રી તપાસ કરે : નવા નિશાળીયો કયાંક મોટી મુસીબતો ઉભી ન કરે !

પ્રજાભિમુખ શાસન ચલાવવા જાહેરજીવનના પદાધિકારીઓ 
સાથે વીવેક-વીનયપૂૃર્વક વર્તન કરવુ જોઈએ


અમુક નવા નિશાળીયોને પદ-ખુરશીનો પાવર વધુ આવી ગયો છે કે શું? જો એમ જ હોય તો કલેકટરશ્રીએ પણ તપાસ કરે કે તેમની પાસે પ૦ હજારની મોંઘીદાટ ખુરશી આવી છે કયાંથી? ૩૦થી પ૦ લાખના ફર્નિચરો બંગલે લાગી ગયા છે? સરકારી મોભાદાર પદ પ્રજાની સેવા માટે અપાયેલા છે, નહી કે કોઈ પણ દમન કરવા માટે..?



ગાંધીધામ : કચ્છ જિલ્લા કલેકટર ડો. આનંદ પટેલ સરહદી જિલ્લાની સાર-સંભાળ ખુબજ સારી રીતે રાખી રહ્યા છે. 
સૌનો સાથ સૌનો વીકાસના સુત્રને તેઓ સારી રીતે સાર્થક કરતા જોવાઈ રહ્યા છે પરંતુ કયાંક ને કયાંક તેમના તાબાના અમુક રૂઆબદાર બની બેઠલા અધિકારીઓ પોતાના પદના મદમાં આ સારી નીતીના ધજાગરા ઉડાળતા હોય તેવી ઘટનાઓ બની રહી છે. જાણકારો કલેકટરશ્રીનું ધ્યાન દોરતા કહી રહ્યા છે કે, આવા રૌફ દેખાડનારાઓને કલેકટરશ્રી નશ્યત કરે, આવા તત્વોની હરકતો 
પર ધ્યાન આપે નહી તો કયાંક ને કયાંક આવા નવા નિશાળીયો મોટી મુસીબતો ઉભી કરી દેશે. આવા નવા નિશાળીયાઓને ખુરશીનો પાવર આવી ગયો છે કે શુ? આમ હોય તો કલેકટરશ્રી તપાસ કરાવે કે આ નવા નીશાળીયા પાસે પ૦ હજારની ખુરશી આવી છે કયાંથી? ૩૦થી ૪૦ લાખના ફર્નિચરો મોંઘાદાટ કોને વર્ધીઓ આપીને આવી ગયા છે? કલેકટરશ્રી વહેલાસર જ આવા નવા નિશાળીયાને પ્રજા અને પ્રજાપ્રતિનિધીઓ સાથે વાતકરવાનો વિવેક કેળવતા શીખવાડે, કડક ટકોર કરે તે જ સમયની માંગ બની રહી છે.

Comments

COMMENT / REPLY FROM