Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપા કમિશનર : દબાણમુક્ત શહેર માટે મનપા સજ્જ  આજે પણ ૧૨૦થી વધુ દબાણો હટાવાયા

09 October


આજે ઝંડાચોકથી લઈને સાંઈબાબા મંદિર તથા ઝૂલેલાલ મંદિર વિસ્તાર સુધી દબાણો હટાવાયા

ગાંધીધામ : ગાંધીધામ શહેરને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે મનપા દ્વારા શરૂ કરાયેલ દબાણમુક્તિ અભિયાન સતત ગતિશીલ છે. શહેરના મુખ્ય માર્ગો, માર્કેટ વિસ્તાર અને રહેણાંક ઝોનમાં માર્ગની સીમા બહાર આવેલા કાચા-પાકા દબાણો સામે મનપાએ કડક પગલા લીધા છે.આજના દિવસે પણ મનપા દબાણમુક્તિ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી ચાલુ રાખી હતી. કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહી દરમ્યાન ૧૨૦થી વધુ રોડ વિથ પર આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા.કાર્ય દરમિયાન મનપાના દબાણ ઇન્સ્પેક્ટર, એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ, જીઇઝ્ર વિભાગના પ્રતિનિધિઓ અને સ્થાનિક પોલીસ દળ પણ 
ઉપસ્થિત રહ્યા હતા.મનપા કમિશનરે જણાવ્યું કે, “શહેરમાં સૌ માટે સમાન અને સલામત માર્ગ વ્યવસ્થા રહે તે માટે દબાણમુક્તિ અભિયાન નિયમિત રીતે ચાલુ રહેશે. કોઈપણ વ્યક્તિએ રોડ અથવા જાહેર જગ્યાઓ પર કબજો ન કરે, તે માટે જનજાગૃતિ પણ કરવામાં આવશે. દબાણો દૂર કરવા મનપા બલપ્રયોગ કરતા પહેલાં નોટિસ આપે છે અને સહકાર આપનાર નાગરિકોને ખાસ ધન્યવાદ આપીએ છીએ.”મનપા તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે, દબાણો દૂર થવાથી માર્ગવ્યવસ્થા સુધરશે, ટ્રાફિકમાં રાહત મળશે અને શહેરની સૌંદર્યમાં વધારો થશે.
 ગાંધીધામને દબાણમુક્ત બનાવવા મનપા કમિશનરની કડક નીતિ સતત કામગીરી ચાલુ રહેશે.

 

Comments

COMMENT / REPLY FROM