ભુજમાં ન્યુ સ્ટેશન રોડ પર આવેલી રિયલ ફૂટવેરની દુકાનમાંથી એમડી ડ્રગ્સ પકડાયું
એસઓજીએ ૭પ હજારના ડ્રગ્સ સાથે યુવકને પકડ્યો’
ભુજ : શહેરમાં ન્યુ સ્ટેશન રોડ પર પંજાબ બેન્કની સામે આવેલ રિયલ ફૂટવેર નામની દુકાનમાંથી એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે મળતી વિગતો મુજબ એસઓજીના નરેન્દ્રસિંહ ઝાલા અને રઘુવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, ન્યુ સ્ટેશન રોડ પર રિયલ ફૂટવેર નામની આરોપીના કબજાની દુકાનમાં એમડી ડ્રગ્સ રાખેલું છે. બાતમીના આધારે તપાસ કરીને આરોપી સુરલભીટ રોડ પર રોયલ સિટીમાં રહેતા ર૯ વર્ષિય અબ્દુલગની અકબરઅલી મેમણને ઝડપી લીધો હતો. તેની પાસેથી ૭પ હજારનું ૭.પ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું.
આ સાથે ત્રણ મોબાઈલ, રોકડા ૧પ હજાર તેમજ સીસીટીવી ડીવીઆર વગેરે મળી ૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીએ બુટના બોક્સ વચ્ચે માચીસની અંદર ડ્રગ્સની પડીકી છુપાવી હતી. આરોપીએ બુધવારે ર૭ હજારમાં સલુ શેખડાડા અને ઉમરશા શેખ ડાડા પાસેથી ૧૧ ગ્રામ ડ્રગ્સ લીધું હતું. જેમાંથી સાડા સાત ગ્રામ પકડાયું અને બાકીનું સેવન કર્યાની કબૂલાત આપી છે. આ કામગીરીમાં પીઆઈ કે.એમ.ગઢવી, પીએસઆઈ આર.એલ. ચૌધરી તથા સ્ટાફના રજાકભાઈ સોતા, ભાવેશભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, પવનબેન ચૌધરી, મહિપતસિંહ સોલંકી સહિતના જોડાયા હતા. એ-ડિવિઝન પોલીસમાં નાર્કોટીક્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments