ગાંધીધામ DRI નો સપાટો : હવે NIA ત્રાટકે તે જરૂરી
રોકસાલ્ટમાં ગાંધીધામના ઝડપાયેલા શખ્સ સામે દેશદ્રોહ તળે જ કેમ ન ચાલે કેસ?
કેન્દ્ર સરકાર વધારે ડયુટી ઝિંકે છે તેનો અર્થ સરકારને બધાયમાં કમાઈ લેવુ નથી હોતુ, પાકીસ્તાન ઓરીજીનેટની વસ્તુઓપર ટેક્ષ પુલવામાં હુમલાના જવાબમાં લગાવાયો છે, આ બધુય જાણતા હોવા છતા પણ જો કેાઈ પાકીસ્તાન ઓરીજીનની વસ્તુઓ ભારતમાં મંગાવે તો તેની સામે દેશવિરોધી પ્રવૃતીનો જ કેસ કરવો જોઈએ દાખલ
કુશાલ નાગર કડીમાં અમદાવાદની બે પેઢીઓના નામો ચર્ચામાં : ડીઆરઆઈએ આદરી વધુ તપાસ : રોકસોલ્ટમાં કુશાલની સાથે રહેલા ગાંધીધામના અમુક તત્વો ભણી પણ તપાસ જરૂરી : સીએચએ-સર્વેયરની ભુમિકામાં કોણ હતા?
પાકિસ્તાનથી રોક સોલ્ટ લાવનાર ગાંધીધામનો ઇમ્પોર્ટર જેલ હવાલે : - ૨૦ કરોડની ડ્યુટી ચોરી ખુલીઃ ૪ વર્ષથી કરતો હતો આયાત
ગાંધીધામ : ભારતના કાશ્મીરમાં પુલવામામાં દેશના સપુતો સૈનિકા પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો તે બાદ પાકીસ્તાનની આર્થિક કમર તોડી પાડવા માટે ભારત સરકાર દ્વારા તેની ચીજવસ્તુઓની આયાત પર ર૦૦ ટકા ડયુટીનો મોટો ધુમ્બો જ ફટકારી દીધો હતો જેથી તેની નિકાસ ઘટે અને તેને આર્થિક રીતે મોટી સમસ્યાઓ .ભી થવા પામી જાય. પરંતુ આજે પણ ભારત અને કચ્છ-ગુજરાતમાં કેટલાક એવા તત્વો પાકીસ્તાનથી વસ્તુઓ બેફામ રીતે ડયુટીચોરી કરીને મંગાવી રહ્યા છે. આવુ એટલા માટે કહી શકાય કે, ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા આવા જ એક આયોજનબદ્ધ ષડયંત્રનો પર્દાફાશ કરી લીધો છે. અને હકીકતમાં ગાંધીધામના જે શખ્સને પકડાયો છે તેને અને તેની સાથે સંકળાયેલી આખીય ટોકળની સામે દેશદ્રોહ તળે જ કેસ ચલાવો ઘટે તેવી પણ માંગ અને અભ્યાસપૂર્વકની વાત જાણકારો કરી રહ્યા છે.
વાત સહેજ વિગતે કરીએ તો ગાંધીધામ ડીઆરઆઈએ ધાક બેસાડતી કાર્યવાહીને અંજામ આપીને પાકિસ્તાનથી મીસ ડિક્લેરેશન કરીને રોકસોલ્ટ ઈમ્પોર્ટ કરતા ગાંધીધામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ છેલ્લા ચાર વર્ષથી રોકસોલ્ટને ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટ ડિક્લેર કરીને ઈમ્પોર્ટ કરતો હતો. ભારત પર પાકિસ્તાન પ્રેરીત પહેલગામના કાયરતાપુર્ણ આતંકવાદી હુમલા બાદથી તમામ પ્રકારના વેપારી સબંધોને તોડી લખાયા છે. તે પહેલા પણ પાકિસ્તાનના કાર્ગો પર ભારતે ૨૦૦% ડ્યુટી નાખીને એક રીતે બ્રેક મારીજ દીધો હતો. પરંતુ હવે સીધો કે પરોક્ષ કોઇ પ્રકારના વેપાર, આયાત કે નિકાસ પાકિસ્તાન સાથે કરવા પર પ્રતિબંધ છે.ત્યારે ગાંધીધામના ટ્રેડર કુશાલ પ્રમોદકાંત નાગર છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાનથી રોક સોલ્ટનું ઈમ્પોર્ટ કરતા હતા, જેને ઓન પેપર “ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટ’ ડિક્લેર કરાતું હતું. ઉપરાંત કંટ્રી ઓફ ઓરીજન પણ ખોટુ દર્શાવાતું હતું. જેને ગાંધીધામની ડિરેક્ટ્રોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સે ઝડપી પાડીને જુલાઈ મહિનામાંજ કેસ કર્યો હતો. જે સંદર્ભે તેની ધરપકડ કરીને જ્યુડીસીશલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. અત્યાર સુધી ૨૦ કરોડથી વધુની ડ્યુટીચોરી કરી હોવાનું સપાટી પર આવ્યું છે ત્યારે વધુ તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ ડીઆરઆઇએ ૪૭ જેટલા કન્ટેનર રોક સોલ્ટના ઝડપી પાડ્યા હતા. જેનું કન્ટ્રી ઓફ ઓરીજન અલગ દર્શાવાયું હતું. હવે આગળની તપાસમાં ઘણા ખુલાસા થશે. પરંતુ સૌ પ્રથમ આ ટોળકીની સામે દેશદ્રોહ તળે જ કલમોનો ઉમેરો કરી અને ધાક બેસાડતી કાર્યવાહી કરવી ઘટે.

Comments