Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-કંડલામાં MHO ના નામે ડિઝલ પર એજન્સી ત્રાટકી : ૭૦૦થી વધુ કન્ટેઈનર્સ પર બ્રેક : ગાંધીધામ સંકુલમાં ફફડાટ

09 October

દાણચોર અમિત થકી કઈકની દિવાળી બગડવાના ભણકારા.!






મીણબત્તી તથા લુબ્રીકેન્ટસ-ગ્રીસ ઈન્ડસ્ટ્રીઝ માટે રો મટીરીયલ્સમાં વપરાતુ પેરાફીન વેકસ-રેસીડયુ વેકસ જે નાના ડ્રમ-ડબ્બામાં આયાત થાય છે, તે પૈકી ડ્રમમાં આયાત કરાયેલા આ જથ્થાના કન્ટેઈનરોમાં એમએચઓ-ડીઝલ હોવાની આશંકાએ આદરાઈ મોટી તપાસ : મુંદરમાં ૩૦૦થી ૪૦૦ તો કંડલામાં પણ ર૦૦થી વધુ કન્ટઈનર કરાયા સાઈડમાં : અનેકવિધ પેઢીઓ-સીએચએ-સર્વેયર સહીતનાઓના નામો ખુલવાની સેવાતી વકી : સેમ્પલીંગ સહિતની કામગીરીનો ચાલતો ધમધમાટ


ગાંધીધામ : કચ્છના મહાબંદરો પર કુખ્યાત અમિત અને ભ્રષ્ટ પીઆઈની ટોળકી દ્વારા મોટા પ્રમાણમાં એમએચઓની આડમાં ડિજલની દાણચોરી કરવામા આવી રહી હોવાના સચોટ અહેવાલો 
ઉજાગર થવા પામી રહ્યા હતા અને હવે જાણે કે અખબારી માધ્યમોની વાતને સીધુ જ સમર્થન મળી રહ્યુ હોય તેમ પાછલા ત્રણ દીવસથી મુંદરા-કંડલા પોર્ટ પર આવા થોકબંધ કન્ટેઈનરો અટક્યા હોવાની વાત સામે આવી રહી છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીન્જસ દ્વારા કંડલા-મુંદરામાં પરમ દીવસ મોડી રાત્રીથી મળેલી ચોકકસ બાતમીના આધારે તપાસ કરી અને બન્ને મળી અંદાજીત ૭૦૦ જેટલા કન્ટેઈનરોને બ્રેક મારી દેવામા આવી છે. આ કન્ટેઈનરો ઈરાનથી આવેલા હોવાનુ સામે આવી રહ્યુ છે. એમએચઓ પણ મોટાભાગે ઈરાનથી જ આવતો હોવાથી અને આવેલા કન્ટેઈનરમાં ડ્રમમાં કેમીકલ હોવાથી તે તમાકમ કન્ટેઈનરને બાજુમા મુકાવી અને ડીકલેર કરેલ ગુડસ્‌ સાથે મળેલ મટીરીગલ મેચ કરવાનો મોટો વ્યાયામ હાથ ધરવામા આવ્યો છે. આ સેમ્પલોના પૃથકરણ કરવામા આવ્યા બાદ સચોટ માહીતી વધારે બહાર આવી શકશે પરંતુ એમએચઓની આડમાં ડિજલની દાણચોરી રીતસરની કેન્સરના રોગની જેમ વકરી ચુકી હોય તેમ આ અટકાવેલ કન્ટેઈનર પરથી કહી શકાય તેમ છે. ઘણા બધા કન્ટેઈનર છે, એટલે ધણી બધી પેઢીઓ, તથા જાણકારો કહી રહ્યા છે કે, મુંદરા હોય કે, ગાંધીધામ-કંડલા હોય અમિત ડીજલ દાણચોરીમાં પાછલા લાંબા સમયથી બહુચર્ચિત રહ્યો છે અને હવે તેના લીધે એજન્સીઓ કઈકની દિવાળી બગાડે તો નવી નવાઈ નહી કહેવાય.

........


પોલીસ તપાસ કરે : આ કન્ટેઈનરો ઉતર્યા હોત તો
ભ્રષ્ટ પીઆઈ થકી બજારમાં જ ઠલવાઈ ગયા હોતને?


ભ્રષ્ટ પીઆઈ તો કહેતો ફરે છે કે સાહેબથી વાત થઈ ગઈ છે, ચિંતા કરવાની જરૂર નથી, મારો માલ જયા ઉતરે છે ત્યાં ઉતરવા દયો!
ગાંધીધામ : કંડલા-મુંદરામાં એમએચઓની આડમાં ડિજલની આયાતની શંકાઓના આધારે કન્ટેઈનર અટકાવાયા છે ત્યારે જાણકારો કહે છે કે ખરેખર હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવાની જરૂર છે. જો આ કન્ટેઈનર ઉતરી ગયા હોત તો માર્કેટમાં ઠલવાઈ જ ગયા હોત ને? પોલીસે તપાસ કરવી જોઈએ. કારણ કે ભ્રષ્ટ પીઆઈ તો લોકલમાં કહેતો ફરે છે કે સાહેબ જોડે બધી વાત થઈ ગઈ છે, ચિંતા કરવાની જરૂર નથી, માલ જયા ઉતરે છે ત્યા ઉતરવા દયો, હેરફેર થવા દયો. અને સાહેબનુ નામ આ ભ્રષ્ટ પીઆઈ આપે તો કોઈ  અન્ય અધિકારી તેને અટકાવશે પણ શા માટે?

.......



MHO ની આડમાં ડિઝલ દાણચોરીના
કચ્છઉદયના અહેવાલોને સચોટ સમર્થન





અમિત તથા ભ્રષ્ટ પીઆઈ ટોળકી દ્વારા એચએચઓની આડમાં ડીઝલની દાણચોરી કરાઈ રહી હોવાના કચ્છઉદયના સિલસિલાવાર અહેવાલાને હવે સચોટ સમર્થન મળી રહ્યુ છે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય.


 

Comments

COMMENT / REPLY FROM