Trending News
સ્થાનિક સમાચાર

એર કોમોડોર કે.પી.એસ. ધામ યુદ્ધ સેવા પદકથી સન્માનિત

08 October



કચ્છ માટે ગૌરવની ઘડી




નવી દિલ્હી : કચ્છને સુરક્ષા ક્ષેત્રે ગૌરવ મળ્યું છે. એર કોમોડોર કે.પી.એસ. ધામને વાયુસેના સ્ટેશન હિન્ડન ખાતે યોજાયેલી વાયુસેના દિવસ પરેડ દરમિયાન પ્રતિષ્ઠિત યુદ્ધ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પુરસ્કાર તેમના અનુકરણીય નેતૃત્વ, ઉત્તમ સંચાલન કૌશલ્ય અને નિર્ણાયક કાર્ય બદલ પ્રદાન કરવામાં આવ્યો છે, જે પશ્ચિમ પ્રાંતમાં ભારતની વાયુ રક્ષા તત્પરતાને ઉજાગર કરનારા મહત્વપૂર્ણ લશ્કરી અભિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રદર્શિત થયું હતુ.
વાયુસેના સ્ટેશન ભુજના એર ઓફિસર કમાન્ડિંગ તરીકે એર કોમોડોર શ્રી ધામે સુરક્ષા દૃષ્ટિએ મહત્વપૂર્ણ કચ્છ પ્રદેશની વાયુ રક્ષા સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી હતી.  તેમનું કમાન સચોટ યોજનાબદ્ધ કાર્ય પદ્ધતિ, ત્રુટિરહિત અમલ અને પરિચાલન તૈયારી પ્રત્યે અડગ સમર્પણ સમાન રહ્યું હતું.
ઓપરેશન સિંદૂર દરમિયાન એર કોમોડોર ધામના દૂરદર્શન અને નેતૃત્વે રડાર કવરો, ઝડપી પ્રતિભાવ મિશન અને ફાઇટર જેટ્‌સ, સર્ફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ અને સર્વેલન્સ સંસાધનો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરતું જટિલ નેટવર્ક સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સીમાની નજીક હોવાને લઈને આ વિસ્તારની સંવેદનશીલતા સમજી તેમણે વ્યક્તિગત રીતે વાયુ રક્ષા ગ્રિડ મજબૂત કરવા અને તૈયારી અભ્યાસોનું પર્યવેક્ષણ કર્યું હતું, જે દ્વારા કોઈપણ હવાઈ ધમકી વિરુદ્ધ ૨૪ કલાક જાગરૂકતા સુનિશ્ચિત થઈ હતી. તેમની કમાન અંતર્ગત વાયુસેના સ્ટેશન ભુજ એ મિશન તત્પરતામાં રેકોર્ડ સ્તર હાંસલ કર્યું હતુ. વિમાનોના ટર્ન અરાઉન્ડ સમયમાં નોધપાત્ર ઘટાડો થયો હતો અને રડાર સ્ટેશનો માટે નિરંતર સ્થિતિ જાણકારી ઉપલબ્ધ રહે તે માટે સંપૂર્ણ સંકલન કરાયું હતું. તેમના પ્રયત્નોથી ભારતીય સેના અને બીએસએફ સાથે સંયુક્ત અભિયાનોને વેગ મળ્યો અને એક એકીકૃત પ્રતિભાવ પ્રણાલી વિકસિત થઈ, જે એકીકૃત રક્ષા યોજનાનું આદર્શ રૂપ બની ગઈ હતી.
તણાવના ઉચ્ચ કાળ દોરાન એર કોમોડોર ધામના શાંત નેતૃત્વે માત્ર ભારતીય હવાઈ સીમાની સુરક્ષા જ સુનિશ્ચિત ન કરી પરંતુ તેમના અધિન કર્મચારીઓ નું મનોબળ પણ વધાર્યું હતું. તેમની વ્યવસાયિકતા અને પરિચાલન સ્પષ્ટતાએ તેમને બધા રૅન્કમાં માન મળ્યું અને ઓપરેશન સિંદૂર ની સફળતામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
યુદ્ધ સેવા પદક તણાવ, વિરોધ અથવા યુદ્ધ ની પરિસ્થિતીમાં અતિ ઉત્તમ સેવા માટે અર્પણ કરવામાં આવતો પુરસ્કાર છે. 
આ અવસરે વરીષ્ઠ ભારતીય વાયુસેના અધિકારીઓએ એર કોમોડોર ધામના રાષ્ટ્રીય સુરક્ષા માટેના યોગદાનની પ્રશંસા કરી અને તેમનું નેતૃત્વ ભારતીય વાયુસેનાના મૂળ મૂલ્યો  મિશન, ઇન્ટિગ્રિટી (અખંડ નિષ્ઠા) અને એક્સેલન્સ (ઉત્તમતા)નું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. 
----

Comments

COMMENT / REPLY FROM