પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો લેભાગુ તત્ત્વોની રહે સાવધ
ભુજ : અત્રેની જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને ધ્યાને આવેલ છે કે તાજેતરમાં કેટલીક ખાનગી સંસ્થાઓ અને લેભાગુ વ્યક્તિઓ દ્વારા સૈનિકો અને તેઓના પરિવારોની પેન્શન સંબધિ સમસ્યાઓ અને અન્ય કલ્યાણકારી લાભો મેળવવા અંગે ખોટી અને ભ્રામક માહિતી સૈનિક સમુદાયોમાં ફેલાવવામાં આવી રહી છે, જે સંપૂર્ણપણે અસત્ય અને નિરાધાર છે. આ અંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે સરકાર દ્વારા સૈનિક પેન્શન અને અન્ય ક્લ્યાણકારી લાભોની તમામ પત્ર કાર્યવાહી નિયમો મુજબ, પારદર્શક, અને સુવ્યવસ્થિત રીતે અત્રેની કચેરી દ્વારા જ હાથ ધરવામાં આવે છે. આ તમામ કાર્યવાહી નિઃશુલ્ક છે અને જિલ્લામાં અન્ય કોઈ કચેરી કે વ્યક્તિઓને આ કાર્યો માટે નીમવામાં આવેલ નથી, જેથી ખાનગી સંસ્થાઓ અને અન્ય લેભાગુ વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવતી ભ્રમજનક માહિતીઓથી સજાગ રહેવા અને સાચી માહિતી માટે અત્રેની કચેરીનો અને સરકારી માધ્યમો પર જ વિશ્વાસ રાખવા સર્વે સૈનિક સમુદાયો અને સર્વજનોને અપીલ કરવામાં આવે છે અને જરૂર પડે આવી ખોટી માહિતીઓ સામે કચેરી દ્વારા કડક વલણ અપનાવી સંસ્થા - વ્યક્તિઓ સામે જરૂરી કાનૂની કાર્યવાહી પીએન હાથ ધરવામાં આવી શકે છે.
--------

Comments