ખનીજ ફલાઈંગસ્કવોર્ડ ના.નિયામકની લાલઆંખ : વાંઢપટ્ટામાં બોકસાઈટ કૌભાંડ કરનારાને ૧૬ લાખના દંડની ફટકાર
ગેરકાયદેસર ખનિજ ખનન કરનારાની સામે કાયદેસરની કાર્યવાહી : પશ્ચીમ કચ્છ પેાલીસ તથા ફલાઈગ સ્કવોર્ડની ટીમ દ્વારા સંયુકત રીતે દરોડો પાડી કરાઈ હતી કાર્યવાહી : ૯૦ લાખનો મુદામાલ કરાયો હતો કબ્જે : ૪૦૧ મે.ટન બોકસાઈટ, ૯પ ટન સાદી માટી ખનીજચોરી પેટે ૧પ.૭૦ લાખની ફટકારાઈ પેનલ્ટી
ગાંધીધામ : કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ, મદદનીશ નિયામકશ્રી, ફ્લાઈંગ સ્ક્વોર્ડ કચેરી, ભુજ-કચ્છે ખનિજ ચોરી સંબંધિત ફરિયાદોને ગંભીરતાથી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તારીખ ૧૦/૦૯/૨૦૨૫ ના રાત્રિ સમયે પ્રાપ્ત ફરિયાદના આધારે ખસેડાયેલા સંયુક્ત તપાસ દરમિયાન માંડવી તાલુકાના વાંઢ ગામ ખાતે સરકારી ખારાબામાં કોઈપણ પરવાનગી વગર ૧ એક્સકેવેટર મશીનનો ઉપયોગ કરીને બોક્સાઈટ અને સાદીમાટી ખનિજનું ગેરકાયદે ખનન થતા જોવા મળ્યું. ખનિજને ૨ ટ્રેઇલર/ટ્રોલા દ્વારા વહન કરાતા સહિત તપાસ સ્થળે ખસેડવા માટે પ્લેટફોર્મ પણ મળી આવ્યું. તપાસટીમે તમામ મશીનરી સીઝ કરી ઢસીસા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખી હતી. તેમજ કુલ આશરે રુ. ૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. માપણી અનુસાર, ગેરકાયદે ખનન કરાયેલ ખનિજની માત્રા નીચે મુજબ નોંધાઈઃ બોક્સાઈટ ૪૦૧.૨૫ મે.ટન સાદીમાટી ૯૫.૮૫ મે.ટન આ અંગે કસુરદારને તા. ૧૫/૦૯/૨૦૨૫ના રોજ કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. સબબે કસુરદાર દ્વારા કુલ રૂ. ૧૫,૭૦,૩૯૦/- ભરપાઈ કરી ગુન્હો સમાધાન કરવામાં આવ્યો. આ કામગીરી દ્વારા કચ્છમાં ખનિજ ચોરી અને ગેરકાયદે ખનન સામે કાયદેસરની ગંભીર કાર્યવાહીનો મેસેજ આપ્યો છે.

Comments