ગાંધીધામમાં મનપાનું દબાણ હટાવ અભિયાન પૂરજોશમાં
ગાંધીધામમાં દબાણ હટાવ અભિયાન ચલાવી રહ્યું છે! આજે ચાવલા નોર્થ, મેઈન બજાર અને પાર્કિંગ વિસ્તારમાંથી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ૬૦-૭૦ દબાણો દૂર કરવામાં આવ્યા. ભાજપના આગેવાનોના દબાણ પણ હટાવવામાં આવ્યા. ગાંધીધામ મનપા શહેરના માર્ગો ખુલ્લા રાખવા અને શહેરી વ્યવહાર સરળ બનાવવા માટે પુરજોશે કાર્યરત છે.
કયા ભાજપના બની બેઠેલા આગેવાનનું અડધુ દબાણ તોડાયુ અડધુ છોડી દેવાયું? તેની પાછળનુ
રહસ્ય શું? જો સ્વૈચ્છાએ દબાણ તોડવાની છુટ અપાઈ હોય તો પણ શા માટે? આટલા દિવસો સુધી નોટીસ આપી તો સ્વૈચ્છાએ આ દબાણ હટયા નહી, તો હવે શું આ બની બેઠલા આગેવાન દબાણો હટાવશે?
ગાંધીધામ : ગાંધીધામ મહાનગર પાલિકા દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે ખાસ કરીને ચાવલા નોર્થ વિસ્તાર, મેઈન બજાર માર્ગ તેમજ પાર્કિંગ ઝોન વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.મહાનગર પાલિકાના દબાણ વિભાગના અધિકારીઓએ જણાવ્યા મુજબ, આજે આશરે ૬૦ થી ૭૦ જેટલા કાચા-પાક્કા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જાહેર માર્ગો અને પાર્કિંગ સ્થળો પર ફેલાયેલા દબાણોને કારણે સ્થાનિક નાગરિકોને થતાં તકલીફને ધ્યાનમાં રાખીને મનપાએ આ કાર્યવાહી શરૂ કરી છે.આ કાર્યવાહી દરમિયાન કોઈ રાજકીય દબાણ વિના સમાન નીતિ અપનાવવામાં આવી રહી છે. ભાજપના આગેવાનો અને કાર્યકરોના દબાણો પણ હટાવવામાં આવ્યા, જે દર્શાવે છે કે મનપા તંત્ર શહેરના વિકાસ અને શહેરી સ્વચ્છતા માટે પ્રતિબદ્ધ છે.મનપાના દબાણ ઇન્સ્પેક્ટર, એસ્ટેટ વિભાગ તેમજ પોલીસ તંત્રના સહયોગથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં આવનારા દિવસોમાં પણ દબાણમુક્તિ અભિયાન સતત ચાલુ રાખાશે, જેથી માર્ગો ખુલ્લા રહે અને નાગરિકોને સરળ વાહન વ્યવહાર મળી શકે.
............................
મનપા કમિશ્નરશ્રી કરે લાલઆંખ : આ બિલ્ડીંગનું ૧૧ ફુટ દબાણ કેમ છોડી દેવાયું..?
ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવાની ધાક બેસાડતીક કાર્યવાહી ચાલી રહી છે. આજ રોજ ચાવલા ચોક સાંઈબાબા મંદિર પાસેની ઉપરોકત બીલ્ડીંગમાં ૧૦ ફુટ જટલુ કાચુ દુકાનોનુ દબાણ દુર કરાયુ પરંતુ ૩ માળની બિલ્ડીંગ તે બાદની ચણી દેવાઈ છે તેમાં ૧૧ ફુટ જેટલુ દબાણ હોવાનુ મનાય છે તેને કેમ છોડી દેવામા આવ્યુ? માર્કેટમાં આજે આ પ્રશ્ન હોટટોપીક બન્યો છે. જો કે, આ બાબતે જગદીશભાઈ નાહટાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ બિલ્ડીંગની અમારી જમીન કાયદેસરની છે. એડીશ્નલ લેન્ડ અમને વરસો પહેલા કાયદેસરની મળવા પામી છે. હવે કમિશ્નરશ્રી તપાસ કરે કે, આ બિલ્ડીંગ કાયદેસરની છે તો માલિકથી તેના આધારો રજુ કરાવે, મંગાવે અને ઘટતું કરે.

Comments